લખાણ પર જાઓ

લટકંતા આવે લાલ

વિકિસ્રોતમાંથી
લટકંતા આવે લાલ
પ્રેમાનંદલટકંતા આવે લાલ

લટકંતા આવે લાલ લટકંતા આવે,
 મારે મંદિર મોરારી;
ગજગતિ ચાલ સુંદર ગજગતિ ચાલ રે,
 જોઈને બલિહારી... ૧

સાથળ ઘૂંટણ સુંદર, સાથળ ઘૂંટણ જોઈ,
 પિંડી ને પાનિયું;
ઘૂંટિ પેનીની છબી ઘૂંટી પેનીની રે,
 મારે મન માનિયું... ૨

અરુણતળામાં સુંદર અરુણતળાં માંહી,
 સોળ ચિહ્ન શોભતાં;
ઊર્ધ્વરેખામેં રૂડી ઊર્ધ્વરેખામેં રે,
 મુનિમન લોભતાં... ૩

મૂર્તિ મહારાજની શ્રી મૂર્તિ મહારાજની રે,
 ગાઈ પ્રીતે કરી;
પ્રેમાનંદ કહે નાથ પ્રેમાનંદ કહે રે,
 અંતરમાં રહો શ્રીહરિ... ૪