વનમાં ચાંદલિયો ઊગ્યો રે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

વનમાં ચાંદલિયો ઊગ્યો રે
કે રસિયા મને સૂરજ થઈ લાગ્યો

રસિયા મોરા શેરીએ પડાવું સાદ રે
ઉતારા કરવાને કાજ રે

રસિયા મોરા શેરીએ પડાવું સાદ રે
દાતણ કરવાને કાજ રે

રસિયા મોરા ઝારીયું લઉં સાથ રે
દાતણ કરવાને કાજ રે

રસિયા મોરા શેરીએ પડાવું સાદ રે
ભોજન કરવાને કાજ રે

રસિયા મોરા સુખડી લેજો સાથ રે
ભોજન કરવાને કાજ રે

રસિયા મોરા શેરીએ પડાવું સાદ રે
ભોજન કરવાને કાજ રે

વિશેષ માહિતી[ફેરફાર કરો]

૧૯૭૫ના ગુજરાતી ચિત્રપટ ‘શેતલને કાંઠે’માં આ લોકગીત વપરાયું હતું.