વર છે વેવારિયો રે

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

કુંવરી ચડી રે કમાડ સુંદર વરને નીરખવા રે
દાદા મોરા એ વર પરણાવ એ વર છે વેવારિયો રે

ગગી મોરી ક્યાં તમે દીઠાં ને ક્યાં તમારા મન મોહ્યાં રે
રમતો'તો બહોળી બજાર દડૂલે મારાં મન મોહ્યાં રે

કુંવરી ચડી રે કમાડ સુંદર વરને નીરખવા રે
વીરા મોરા એ વર જોશે એ વર છે વેવારિયો રે

બેની મારી ક્યાં તમે દીઠાં ને ક્યાં તમારા મન મોહ્યાં રે
ભણતો'તો ભટની નિશાળે અક્ષરે મારાં મન મોહ્યાં રે

કુંવરી ચડી રે કમાડ સુંદર વરને નીરખવા રે
કાકા મોરા એ વર જોજો એ વર છે વેવારિયો રે

ભત્રિજી મોરી ક્યાં તમે દીઠાં ને ક્યાં તમારા મન મોહ્યાં રે
જમતો'તો સોનાને થાળે કોળિડે મારાં મન મોહ્યાં રે

માળારોપણ કન્યાપક્ષ