વર તો પાન સરીખા પાતળા

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

વર તો પાન સરીખા પાતળા રે
વરના લવિંગ સરખા નેણ રે
વરરાજા, તમારી તોલે કોઈ ના'આવે રે

વર તો સીમડીએ આવ્યા મલપતા રે
હરખ્યા હરખ્યા ગામડિયાનાં મન રે
વરરાજા, તમારી તોલે કોઈ ના'આવે રે

વર તો સરોવરિયે આવ્યા મલપતા રે
હરખ્યા હરખ્યા પાણીયારિયુંનાં મન રે
વરરાજા, તમારી તોલે કોઈ ના'આવે રે

વર તો શેરીએ આવ્યા મલપતા રે
હરખ્યા હરખ્યા પાડોશીનાં મન રે
વરરાજા, તમારી તોલે કોઈ ના'આવે રે

વર તો માંડવે આવ્યા મલપતા રે
હરખ્યા હરખ્યા સાસુજીના મન રે
વરરાજા, તમારી તોલે કોઈ ના'આવે રે

વર તો માયરે આવ્યા મલપતા રે
હરખ્યા હરખ્યા લાડલીના મન રે
વરરાજા, તમારી તોલે કોઈ ના'આવે રે

જાનનું આગમન