વસુંધરાનાં વહાલાં દવલાં/૧૧.ખારા પાટને ખોળે

વિકિસ્રોતમાંથી
← ૧૦.મદારી મળે છે વસુંધરાનાં વહાલાં દવલાં
૧૧.ખારા પાટને ખોળે
ઝવેરચંદ મેઘાણી
૧૨.નવીનતાને દ્વારે →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


11

ખારાપાટને ખોળે


ખારાપટની સપાટ ભોમ્યને ખૂંદતો ખૂંદતો વિચારહીન વૃદ્ધ મદારી આગળ આગળ ચાલ્યો જતો અહ્તો ને પાછળ પાછળ જોતો હતો.. એના પગ કમજોર છતાં જોર્ કરી કરીન ઉપડતા અહ્તા., કેમ કે એ ચોર હતો. એ કોનો ચોર હતો? સારી દુનિયાનો જ એ ચોર હતો - મદારીએ માનવી જેવું માનવી ચોર્યું હતું. એ માનવીએ આવતાંની વાર જ મદારીના મોંમાંથી રોટલો ઝૂંટવ્યો હતો. પોતાના રોટલામાં ભાગ પડાવનાર માનવી મદારીને પોતાના એક વાંદરા કે વીંછી જેટલો પણ ખપતો નહોતો. સાપ અને નોળિયાને લોહીલોહાણ સંગ્રામ કરાવીને મદારી માનવીઓની બવકૂફીને રીઝવી શકે છે, પણ માનવી અને નોળિયાની લડાઈ દેખીને એની ચાદર પર કોણ એક દુકાની પણ ફેંકવાનું હતું ? મદારી મનમાં ને મનમાં બબડાતો હતો; સાપને છૂટો મૂકી દઈશ તો દેડકાં ખાઈને પણ પોતાનો ગુજારો કરશે, પણ આ માન્વીનો બાળ નહિ દેડકાં ખાઈ શકે, નહિ એક જીવડું પણ જઠરમાં જીરવી શકે, નહિ જંગલાના પાંદડા પણ ચાવી શકે એને તો જોશે રોટાલો ને દૂધ, રોટાલો ને મીઠાની કાંકરી, દૂધ પાઈને સાપ ઉજેરવો સારો છે, કેમ કે એના ડંખ ઉપર નોળવેલનાં પાંદડાં ઘસી શકાય છે, પણ આ માનવીનો બાલ મોટો થઈને કાળી રાતે મારું ગળું ચીપી નાખશે તેનો કોઈ ઈલાજ નહિ રહે. માનવીના દાંત ભીંસાશે તેના પર ઓસડ નહિ રહે. મદારીની કમબખ્તી બેસી ગઈ. પ્રભાતની આંખ લાલ થઈ અને છોકરો ઝોળીની અંદર સળવળ્યો. ઝોળીમાંથી છોકરાએ ડોકિયું કર્યું ત્યારે એણે મદારીની ગરદન મરડાયેલી દેખી. ચાર થાક્યાંપાક્યાં પશુઓને પગ ઘસડતાં દીઠાં. બુઢ્ઢા મદારીની કાંધ અપ્ર પોતાનો ઝૂલો ભાળીને એ બાળકે મગરૂબીની લાગણી માણી કે નહિ તે તો એ જાણે. પણ એનું મોં દાંત કાઢી રહ્યું હતું.

"મનેય ખબર છે, કમબખ્ત!" મદારી આંખોની ભમર ખેંચીને બોલ્યો: "ઇન્સાન ઇન્સાનની ગરદન પર ચડે છે ત્યારે અ એને સુખ વળે છે. એટલા માટે તો મેં જાનવરોનો સંગ લીધો હતો. માબપને મેં નાનેથી જ સલામ ભરી હતી. ચાલીશ સાલ ગુજરી ગઈ. પણ કોને ખબર છે - તું મારો બાપ જ હોવો જોઈએ. મારા બાપે એના પાળેલા સાપનો જાન કાઢ્યો હતો એ પાપે જ એ પાછો કોઈ વાણિયાણી-બામનીના ઓદરમાં પડ્યો હશે. જાનવરની હત્યા કરનારો જ માન્વી અવતરે છે. પણ માનવીનો માર કાંઈ સાપ થોડા સરજે છે? મને તો એ વિદ્યાની ગમ નથી ને, નીકર તુંને ટૂંકો કરી ન નાખત હું? સાપનો અવતાર પામત તો હજાર વરસની આવરદા લઈ આવત. દેડકામ્ને ઉંદરનો તો અખૂટા ભરખ ભર્યો છે ને માલેકે, દુકાળ તો દાણાનો પડે, દેડકાંનો દુકાળ સાંભળ્યો છે કે'દીયે, ગમાર? પણ મને એવડીયે વિદ્યા માલૂમ નથી એટલે તારો ટોટો પીસીને પણ શું કરું? પાછો એ પાપનો માર્યો હું ઇન્સાનને પેટ પડું તો મારો છુટકારો ક્યારે થાય ? એટાલે જ તુંને મારવાની હામ ચાલતી નથી. તુ માનતો મા બેવકૂફ કે મને તારી રહેમ આવે છે. તું ક્યાં વીંછુ કે ચંદણઘો છો કે મને તારી દયા આવે? તું તો મારો રોટલો ઝૂંટવીને કાલી રાતે ખાઈ જનારો જુલમી ઈન્સાન છો. તું દાંત કાઢી રિયો છો ને? કાઢ, કાઢ ભા!"

"ખાવું-ખાવું છે." બાળકે પોતાના કાંધ પર ઉઠાવનારા મદારીને જાને કે હુકમ કર્યો.

"શાવકાર ! શાવકાર!" મદારીની ડોકમાંથી જવાબ નીકલ્યો : "તને શું એમ થાય છે કે મેં તને સૂતો રાખી મારું પેટ ભરી લીધું છે? શાવકારના જેવું કીમ બોલી તરિયો છો, હેં ભા? આ ચાર જીવ મારી ભેળાં પામ્ચને દસ સાલથી રહે છે, પણ એણે મને આવી શાવકારીવાળો સવાલ નથી કર્યો. એને તો ઇતબાર છે કે પ્રથમ-પે'લું અનાજ હું એના મોંમાં જ મૂકીશ. એટલે તો હું ઇન્સાન છું તોયે મારે ઇમાન છે, હો શાવકાર! મારા માથે નવનાથનો પંજો છે/ અઘોર પિયાલો મેં નથી પીધો એ વાત સાચી છે. નીકર હું તને જ ખાઈ જાત. પણમારે ઈમાન જેવી જાત છે. તું દાંત શેનો કાઢછ?"

"ખાવું છે, ખાવું છે," બાળક રડવા લાગ્યો.

"અરે ! ઇતબાર રાખ, જરાક તો ઇતબાર રાખ, ટાબર ! મારા માથે ઇતબાર ન આવે તે તો ઠીક, ઇન્સાન ઇન્સાનનો ઇતબાર ન કરે - મને માલૂમ છે - પણ આ જનાવરોની તો કંઈક અદબ કર! આ હેડંબા રીમ્છડીએ ક્યાં ખાધું છે? આ રતનડોસી વાંદરીએ ક્યાં ખાધું છે? આ રતનિયો વાંદરો પણ ભૂખ્યો છે. કોઈ ગામ આવવા દે. આ તો વગડો છે. અહીં તો ઊભે વગડે ખારોપાટ છે. આંહીં આઘે આઘે માણસો મીઠું ચોરે છે એ કાંઈ મારો તમાશો જોવાં થોડાં થોભશે? કોઈક ફુરસદવાળાં લોકોની વસતિ આવવા દે, આપાઆપસની લડાઈ કરીને થાકી ગયાં હોય તેવાં લોક જ મારી ને આ ડોસલીની કુસ્તી માથે મોજ આપશે, હો ભાઈ! માણસ અને રીંછણનો જંગ જોનારાઓ મને ભેટે ત્યારે હું તમાશો બતાવું ને ? જો સાંભળ..."

મદારીના મોંમાં વહાલ ભરાતું હતું. એની સૂકી કરચલીઓ ચમકતી હતી. ઝોળીમાં બેઠેલો બાળક થોડીઘની ભૂખ ભૂલીને સાંભળી રહ્યો.

"જો, આ રતનડોસી છે ને- આ મારી રતનવાંદરી - એને આપણે ઘાઘરી પે'રાવીશું ઘાધરી, ને એનેમાથે ઓઢણી ઓઢાડશું, ને ઓપછી આ રતનિયો ડોસો છે ને, એ ડોસો માથા પર પાઘડી બાંધ્ગીને એનો વર બનશે. પછી હું છું ને- હું એ વરવહુ વચ્ચે કજિયો જલાવીશ. હું રતનિયાને કહીશ કે તારી બાયડી તો બીજો ધણી ધારવાની છે. એમ બોલીને રતનિયાના હાથમાં હું લાકડી આપીશ. બાયડીને માર મારવાની હું એને ચાનક ચડાવીશ. હું એના કાન ભંભેરીશ એટાલે રતનિયો રતનબાઈને લાકડીએ લાકડીએ પીટશે. પછી રતનબાઈ એના વરને ઘણું ઘણું મનાવશે. પણ રતનિયો તો ઇન્સાનનો બચ્ચો બનશે ખરો ને, એટલે એને બાયડીનાં મનામણાંમાં ઇતબાર જ નહિ આવે. એ તો વહુને લાકડીએ લાકડીએ ઢીબી નાખશે ને પછી મૂએલી બાયડીના મડદા સાથે રોવા બેસશે. કેમ , રતનિયા ભાભા?"

એમ કહીને એણે દોરી ખેંચી કે તુરત પાછળ ચાલ્યો આવતો વાંદરો બે પગે ઊભો થઈને ચાલવા લાગ્યો.

"હાં, હાં, વાહ વા જી! ઇન્સાનને એવો તમાશો કરીને રીઝવી શકાય. ઇન્સાન જેવો અક્કલવાન જીવડો તને કે મને એમ ને એમ ફોગટનો રોટલા ખાઈ પૈસા આપવાનો હતો? ઇન્સાનની મોજ મળવી મુશ્કેલ છે, ટાબર ! ઇન્સાનનાં તો આપણે ચાંદૂડિયાં પાડીએ, ને જાનવરોને પણ ઇન્સાન જેવાં બનાવીએ ત્યારે ઇન્સાન રીઝે છે. માલૂમ છે તને ? હેં - હેં - હેં માલૂમ છે?"

એકધ્યાન થઈને આટલું બધું સાંભળ્યા પછી એ પ્રવચનમાંથી રોટીનો એક ટુકડો પણ ન નીકળ્યો, અને બાળક પામી ગયો કે બુઢ્ઢો પોતાની ઉડામણી કરે છે. એણે મોટો એક ઠૂઠવો મૂકીને ચીસ પાડી : "ભૂખ લાગી છે, ખાવું છે... હો-હો-હો."

મદારીને વગડા વચ્ચે વચાળેના આ બાળ-પુકારે મૂંઝવણમાં નાખ્યો. એની પાસે દાળિયાનો દાણો પણ નહોતો. એને આખી દુનિયાનો ભય લાગ્યો. એની સામે બાળક જાણે કોઈ ભયાનક ઠગાઈનો આરોપ મૂકતો હતો.

વિમાસણ વિમાસણ થઈ પડી. એણે ઊભા રહીને પોતાનાં એક પછી એક જાનવરની સામે નજર કરી. રીંછણી, રતનિયો અને રતન ડોસી ત્રણે પશુઓ નિર્વેદમય જ્ઞાનીઓ જેવાં ઊભાં હતાં. તેઓએ કાંઈ જવાબ ન દીધો, પણ તેઓનું મૌન મદારીની મૂંઝવામાં જાણે કે પૂરું સહભાગી બન્યું હતું. દૂર દૂર કૂતરાના ડાઉ ડાઉ સ્વરોના ભણકારા આવતા હતા તેની સામે કાન ઊંચા કરીને ગ્રણ પશુઓ પૂંછડી સંકોડતં હતાં.

મદારીએ કાંધ પરની કાવડ ઉતારીને આસ્તેથી નીચે મૂકી.

"ખાવું-" બાળકે બીજી ધા નાખી.

ગાવું-" મદારીને એકાએક સમશબ્દ સૂઝ્યો અને એના મોં પર ઉલ્લાસની ઝલક ઊઠી. એણે ચપટીઓ વગડતે વગાડતે પગનો થૈકાર કર્યો. એને ઇલમ સૂઝી આવ્યો. એને કાવડમાંથી ડુગડુગી અને બંસી કાઢ્યાં. ડડક ડડક ડક ડડક એવા અવાજ કરતી બે નાની દોરીઓ એના હાથમાં ફરતી ડુગડુગીનાં બેઉ મોં પર તમાચા ચોડવા લાગી તે સાંભળી બાળક ઝોળીમાંથી બહાર નીકળ્યો. ડોસાએ અપ્ગે ઘૂઘરા બાંધ્યા. બીજા હાથમાં બંસી લઈને હોઠ પર અડકાડી. બંસીનું બાજન, ડુગડુગીના ડડકાર અને ઘૂઘરાના ઘમકાર વચ્ચે ઘમકાર સાઠ વર્ષના મદારીએ નૃત્ય માંડ્યું.

આટલાં વર્ષો સુધી એણે પેટ ખાતર નાચ્યું - બજાવ્યું હતું. આજે એને એક બાળકને ભૂખનું ભાન ભુલાવવા ત્રણથરો નટારંબહ્ મચાવ્યો. ફાટેલ લૂંગીમાંથી ઘૂંટણ સુધી દેખાતા એ જૈફ જર્જરિત જગ બધાંની રજે જોડાયેલા ડામરરંગી લાંબા નળા નૃત્યનાં નીરમાં નાહવા લાગ્યા. એના પગમાં લોહી નહોતું પન નૃત્ય - નર્યું નૃત્ય જ - ભર્યું હતું. એના બુઢાપાએ આ નાટારંભી જુવાનીને શું આટલાં વર્ષ આ અજાણ્યા બાળકને માટે સંઘરી મૂકી હતી !

બાળક એના પગની છટા પર ધ્યાનમુગ્ધ બની ગયો. બાળક એ પગલાંની નૃત્ય-વાણીના અક્ષરો ઘૂંટવા લાગ્યો. બાલકનું શરીર માત્ર પ્રેક્ષક ન બની રહ્યું - બાલકે પગલીઓ માંડી. મદારીની ડુગડુગીને તાલે તાલે એ નાના પગનાં મોર-પગલાં ગૂંથવા લાગ્યાં. બાળક તે ઘડીએ વિશ્વની કોઈ શાળામાં ભણવા બેસી ગયો. બાળકના મગજમાં મોટેરાઓના મુદ્રાલેખો લખાતા નથી. મુદ્રાલેખો તો માણસ એ વાતના લખતો રહ્યો છે, જે વાતનો એનામાં સર્વથા અભાવ હોય છે. પણ બાળકે પોતાના ભેજામાં મુદ્રાલેખના ડૂચા ઘોંચવાનો એક પણ પ્રયત્ન કર્યા વિના પોતાનું જીવન-નિર્માણ જાણી લીધું; એણે નૃત્ય, સંગીત અને ડમરુ-બાજનના ત્રેવડા સામે છાના હૈયા-હોંકારા દીધા. ભૂખ્યો બાળ 'ખાવું' ભૂલીને 'ગાવું' વડે જઠરનો ખાડો પૂરવા લાગ્યો. પેટની ક્ષુધા એને તુચ્છ લાગી. મદારીએ એની માનું સ્થાન પૂરી લીધું. જંગલ્નો જાયો જંગલને ખોળે જીવનની જડીબુટ્ટી પામ્યો.

મદારીના નૃત્યમાં ક્યા ક્યા નાચના તાંતણા ગૂંથાતા ગયા? મુરલીધર કૃષ્ણ ગોપાલના? પરમના પણ પરમેશ્વર મહાદેવના? મહિયારી રાધિકાના? અમર નર્તિકા મેનકાના ? બંસી-મુગ્ધ ગોપીના? નામો એ નહોતો જાણતો. પ્રકારો એને ખબર નહોતી. તાલીમ એણે કોઈ ઉસ્તાદ પાસે લીધી નહોતી. જિંદગીમાં પહેલી જ વાર એને દિલ હરનાર બાળક જડો હતો. માબાપની ગોદ એને નજીવી જ મળી હતી. જંગલના જાયાઓ માનો ખોળો ખાલી ક્યારે ભાળી શકે? એ ખોળામાં જીવનના જુદ્ધ બેઠા હોય છે. એ ખોળાની મદારીને આજ સાઠ વર્ષે આછી આછી પણ યાદ નહોતી. બીજો ખોળો વહુનો. મદારીએ વહુ દીઠી નહોતી. નારીના ભુજપાશમાં એ શરીર સમાયું નહોતું. રીંછણ અને વાંદરી સિવાયના સ્ત્રી-સ્નેહથી એ વંચિત હતો. એવા અસીમ વેરાન પટમાં ઘૂમેલા ડોસાને બાળકના લીલા પ્યારની એક રણ લીંબડી આજે આછો છાંયડો આપવા મળી ગઈ. ઇન્સાનથી ભાગી છૂટેલા, પોલીસથી ભયગ્રસ્ત, માન્વ-જગતના કુત્તાઓને પણ કાળ સમી લાગતી દુર્ગંધ છોડતા આ વૃદ્ધ શરીરને બાળક સાંપડ્યું, એના રોઇમ રોમમાંથી નૃત્યનાં સ્પંદન નીતર્યાં. સુકાઈ ગયેલી સાવરણીઓ કોઈ ભાડ પડેલા કૂવામાંથી બડબડિયાં બોલાવતી બહાર ધસી.

એણે બંસી ને ઘૂઘરા નીચે મૂક્યા.

"હવે કાંઈ જોવું છે? બીજું કાંઈક ? બીશ નૈને ટાબર?" એમ કહી એણે રીંછણની રસી ખેંચી અને એ કાળું ભૈરવ પ્રાણી, અત્યાર સુધી પોતાના મોં પર બેસતી એક માખીને પણ નહોતું ઉડાડતું, તે ઘેઘેકાર કરતું બેઠું થયું એણે પોતાના ચાર પગમાંથી બે પગને બે હાથ કરી નાખ્યા. એ ઊઠે એટલી વારમાં તો મદારીએ પોતાનો ડગલો ને ફેંટો ઉતારી દૂર ફગાવી નાખ્યા હતા, એના હાથની ડુગડુગી નૃત્યના તાલને ત્યજી બેઠી હતી. તાલ બદલે ગયા, ઘોર સંગ્રામની હાકઓ પાડાતાં ડુગડુગીનાં બેઊ મોઢાં દોરડીની થાપટો ખાવા લાગ્યાં. ડોસો પોતાના જ પંજાની ડુગડુગીમાંથી મોતનાં સત્ત્વોને સાદ પાડતો હતો. ડમરુના ઘોષ કરતાં કરતાં ડોસાએ લુંગીની લંગોટી ભીડી. અના અંગેઅંગમાં ભૂતાવળની ધ્રુજારીઓ રમવા લાગી. એણે ડુગડુગી ફગાવી દીધી. એ એને રીંછડી બાથમાં બાથ ઘાલી જંગમાં દાખલ થયાં. સામસામા ઘેઘેકારા અને મરણ-પડકારા : સામસામા ઘુરકાટો અને બહબહાટા : બાથંબાથ. એ યુદ્ધને ભાળી બાળકને ચીસ પાડવા મન થયું, પણ ચીસનો સમય નહોતો. ચિત્તના આખા જ તંત્રને જકડી રાખનારી એ દારુણ મૃત્યુલીલા હતી. માનવી હિંસ્ર બન્યો હતો અને પશુ માનવીના જેવું રક્ત પિપાસું બન્યું હતું. પાળનાર અને પાળેલાં વચ્ચેની આ લડાઈ જગતના માનવસમૂહમાં અહોરાત સહજ હશે, પણ જંગલમાં એ એક વિકૃતિ હતી પાળનારા-પાળેલાં વચ્ચે આવું ઝનૂન વગડો નથી જાગવા દેતો. જંગલનાં પ્રાણીઓ ભૂખ્યાં થાય તે ટાણે જરૂર પોતાનાં પેટનાં બાળકોને પણ ખાઈ જતાં હશે; વગર ભૂખે, વગર જરૂરે, કોઈ બૂરાઈ પણ કર્યાંનું બહાનું આપ્યા વિના પાલક પાલિતને અથવા પાલિત પાલકને ખતમ કરી નાખે એ તો માનવીનો સમાજ!

બાળકે પ્રકૃતિની વચ્ચે વિકૃતિ જોઈ. એ વિકૃતિ કોને માટે હતી? માનવીને રંજિત કરવા માટે - ભૂખ્યા એક બાળકની લાગણી ભુલાવવાને માટે. માન્વી એ વિના રીખતો નથી એ મદારીનો ચાલીસ વર્ષોનો અનુભવ હતો. પોતે અને રીંછ જ્યારે પરસ્પર લોહીના કોગળા કરાવતા હતા ત્યારે જ એની ચાદર પર પાઈ-પૈસાના વરસાદ પડતા. નોળિયો અને સાપ લડી લડી રુધીરે રંગાતા ત્યારે ત્યારે જ માનવ-પ્રેક્ષકોનાં મોં પર હર્ષની સુરખી છોળો મારતી.

ચાલીસ વર્ષ તો પેટની લાય પુકારતી હતી તે માટે આ રુધિરભીના તમાશા મદારીએ બતાવ્યા હતા. આજ દિલના ઊમ્ડા પ્યારને રીઝવવો હતો તે માટે માનવી પશુ-દ્વંદ્વ ઝુકાવી પડ્યો. આજનું ઝનૂન પોતે જેને જીવનમાં પહેલા જ વાર ચાહી શક્યો છે તેને પોતાની તાકાત તેમજ પ્યાર પુરવાર કરવા માટે જાગ્યું હતું.

મદારીએ અવધિ કરી. ઘડી રીંછણ એને માથે ચડી બેસતી, ઘડી એ રીંછણની છાતી પર ચડી ખૂંદતો હતો. ઘડી રીંછણ એને નહોર-દાંતના ઉઝરડા પાડ્યા, ધડી એણે રીંછણના ડાચા પર વજ્ર-મુક્કા મારી મારી લોહી ઓકાવ્યું : આખરે બંને જણાં પોતાનું કૌવત ગુવામી બેઠાં ત્યારે બેહોશ બનીને એક જ ઠેકાણે મા-દીકરાની માફક દીનભાવ ધારણ કરી બંને દેહ ઢળી પડ્યા. થોડી વારે માનવીએ ઊઠીને રીંછણના મોં પર પાણી છંટકોર્યું, અને પોતે જેને મંત્રો માનતો હતો એવા કોઈ શબ્દ-ગોટાળા ઉચ્ચારતે ઉચ્ચારતે એણે રીંછણના દેહ પર હાથ ફેરવ્યો. પોતાની કોથળીમાંથી વિચિત્ર બિહામણા આકારના મૂળિયાં કાઢીને પોતાને શરીરે ઊઠેલા ઉઝરડા પર એણે સ્પર્શ કર્યો.

"હવે?" એણે બાળકને પૂછ્યું : "હવે તો ચાલશું ને?"

ને પછી આખી કુટુંબ-મંડળીના એક આત્મજન જેવો બાલક પોતાના જ પગે સૌ સાથે ચાલ્યો. થોડી વાર પછી એ જ રીંછણની રૂંછાળી પીઠની ગાદી પર મદારીએ બાળકને સવાર કર્યો. રીંછણ થાકી ત્યારે મદારીએ બાળકને પોતાના ખભા પર બેસાડ્યો.

ધોમ ધખતા મદ્યાહ્‌ને ખારાપાટનું પહેલું ગામડું આવ્યું ત્યારે મદારી-કુટુંબનું પહેલું સ્વાગર કરનારાં કૂતરાં હતાં. કૂતરાંના ભસવાએ ગામના છોકરાંને કહ્બર આપ્યા કે કામીક જોવા જેવું ચેટક ગામમાં આવી પહોંચ્યું છે. ઘરઘરના બારણાંમાંથી નાનાં-મોટાં છોકરાં નીકળી પડ્યાંઅમે કૂતરાંના કટકમાં દાખલ થયાં. કૂતરાં ત્યાં હૃષ્ટપુષ્ટ હતાં કેમ કે પશુઓ ત્યાં ઘાસ અને પાણી વિના ઝાઝા પ્રમાણમાં મરી જઈને કૂતરાંને જોઈએ તે કરતાં વધુ ખોરાક પૂરો પાડતાં. બાળકો ત્યાં બિહામણાં હતાં - જાણે જમીનમાંથી દાટ્યા પછી પાછાં સળવળીને બહાર નીકળ્યાં હતાં. તેઓનાં પેટમાં બરલની ગાંઠો જામતી એથી કરીને અનાજની અછત આપત્તિરૂપ નહોતી. એમના પેટના દંદૂડા ચડેલા જ રહેતા. પોસીસ-પસાયતાની એ ગામડામાં જરૂર નહોતી, કેમ કે ચોરી-મારામારી કરવાની એ ભૂખ્યાં લોકોમાં શક્તિ નહોતી. છોકરાંઓએ ટોળું બાંધીને મહેમાનોનો પીછો લીધો "

"એલા...રીંછડું!"

"એલા...રીંછડાને માથે છોકરો!"

"છોકરો દાંત કાઢે છે!"

"દાંત કાઢતો બંધ જ થતો નથી!"

"એલા...કાળવા કૂતરાએ મદારીને પગે વડચકું ભર્યું!"

"તોય છોકરો તો દાંત જ કાઢી રિયો છે!"

"એ...એ છોકરાના તોલામાં મારો પાણકો આંટી ગયો!"

"તોય એ તો દાંત જ કાઢી રિયો છે, એને વાગતું-બાગતું નથી લાગતું!"

મદારીના પગમાંથી કૂતરાએ માંસનો લોચો કાઢી નાખ્યો હતો. એ પીડાતો પીડાતો નીચે બેસી ગયો, ગામનાં છોકરાઓના બોલ પરથી એણે પછવાડે નજર કરી. રીંછણ ઉપર બેઠેલા બાળકની દાંતની ઉપર-નીચેની બંને પંક્તિઓ એણે બહાર દેખી.

"કેમ દાંત કાઢી રિયો છે રે?" કૂતરાના કરડની વેદનાને માથે આ બાળકનું હસવું ગુઢ્ઢાથી સહન ન થઈ શક્યું. એણે બાળક સામે ડોળા કાઢ્યા. બાળકનું મોં નિહાળીને જોવું એ ભૂલી ગયેલો.

"અં - હં - " એટાલું જ બોલીને બાળકે ડોકું હલાવ્યું; છતાં એનું દાંત કાઢવું અટકતું નહોતું.

બુઢ્ઢાએ જઈ એને એક તમાચો ચોડ્યો, છતાં છોકરાનું દાંત કાઢવું તો ચાલુ જ રહ્યું. એ તમાચાએ એની આંખોમાંથી આંસુ વહાવ્યાં પણ વહેતાં આંસુના રેલા ઝીલતું એનું મોં દાંત જ કાઢતું રહ્યું.

મદારીએ છોકરાના મોંને નિહાળી નિહાળીને તપાસ્યું ને એનો રોષ સમાઈ ગયો "એના હોઢકોઈએ કાટ્યા લાગે છે."

"હં - અં-" બોલીને બાળક દાંતની દંતાવળ બતાવતો અ રહ્યો અને ગામડાનાં છોકરાંઓ એ કૌતુકની કથા ઘેર ઘેર પહોંચતી કરી : એક છોકરો રીંછડાને માથે બેઠો બેઠો બસ દાંટ જ કાઢ્યા કરે છે. એનું હસવુમ્ અટકતું જ નથી. એને પથરા લગાવીએ છીએ તોયે એ તો હસી જ રહ્યો છે. અધાંને બિવરાવે છે.

તમાશાની સ્ત્રીઓ નીકળી, ને ઉદ્યમહીન મરદોનીં ગળેલાં ગાત્રો પણ સળવળ્યાં. બાળકના એક અનંત હાસ્યનો તમશો દેખવા તમામ આમલોક એકઠું થયું, અને દારિદ્રમાં ડૂબાડૂબ એ જીવત મસાણ જેવા ગામ ઉપર રમૂજનું હાસ્ય પથરાઈ પડ્યું. રુદન જ્યાં રોજિંદી જિંદગી જેવું હતું ત્યાં અનખંડ્યું હાસ્ય તમાશારૂપ બન્યું. કોઈ વિચાર કરવા ન થોભ્યું કે આવું અણરુંધ્યું બાહ-હાસ્ય અનંત સુધી સુઝનો આવિષ્કાર છે કે કોઈ વિકૃતિ છે? કોઈને કલ્પના ન જાગી કે નમાયા નબાપા ને કાલ અધરાત સુધીના નિરાધાર એક પશુ આશ્રિત બાળના હોઠ પર આ અખૂટ હાસ્ય ચોડી દેનાર એક શિખાઉ દાક્તરની બેજવાબદાર છૂરી હતી.

મદારી રાજી થયો. એનાં પશુના તમાશા જોવા માટે લોકોના થોક ઊમટ્યા. ભલો ભેટ્યો આ હોઠકટો ઝંડૂરિયો ! ભલું કરજો ભગવાન એના હોઠ કાટનારનું ! એના આકર્ષણે મારો મરતો કાંધો સજીવન કર્યો, ભલે એણે કાલ રાતે મારો મરતો ધંધો સજીવન કર્યો, ભલે એણે કાલ રાતે મારો ટુકડો ઝૂંટવી ખાધો. મદારીને તો પ્યારનું પાત્ર મળ્યું અને પાછું કમાણીનું સાધન જડ્યું.

ખારાપાટનાં ગામડાં 'હસતાં છોકરા'ના સમાચાર જાણ્યા પછી મદારીના આવવાની વાટ જોતા બેઠાં. પાદરે પાદરે એના આવવાના સંદેશા પહોંચ્યા. નાટકો, રૂપેરી ચિત્રપટો, સરકસો અને કજ્જનો-ગૌહરો જ્યાં સોણલામાં પણ સાંપડવી અશક્ય છે તેવાં ગામડાંમાં અખૂટ હાસ્ય વેરતા બાળક ઝંડૂરિયાનું બિહામણું જોણું કેટલ ગજબ મૂલનું બની ગયું !