વારતા રે વારતા
Jump to navigation
Jump to search
વારતા રે વારતા અજ્ઞાત |
બાળગીત |
વારતા રે વારતા,
ભાભો ઢોર ચારતા,
ચપટી બોર લાવતા,
છોકરાઓને સમજવતા.
એક છોકરો રિસાણો,
કોઠી પાછળ ભિંસાણો,
કોઠી પડી આડી,
છોકરે રાડ પાડી,
અરરર માડી.