વા વા વંટોળિયા

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

વાયરા વનવગડામાં વાતા’તા

વા વા વંટોળિયા રે!

હાં રે અમે ગાડામાં બેસીને જાતાં’તાં

વા વા વંટોળિયા રે!


ગાડાં દોડે, ઘૂઘરા બોલે,

બળદ કેરાં શિંગડાં ડોલે!

હાં રે અમે એકસાથ-સાથ મળી ગાતાં’તાં

વા વા વંટોળિયા રે!


ધોમ ધખેલા,આભ તપેલાં,

ગરમી કેરી ગાર લીંપેલા,

હાંરે અમે ઊની ઊની લૂ મહીં નાહતાં’તાં

વા વા વંટોળિયા રે!


-જગદીપ વીરાણી