વિકિસ્રોત ચર્ચા:પરિયોજનાઓ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

આ પાનાનું નામ ફક્ત પરિયોજનાઓ જ રાખીયે તો કેમ? કારણકે સર્ચ કરવામાં અનુકુળતા રહે(?). વળી વિકિસ્ત્રોત તો છે જ એટલે પ્રિ-ફિક્સ વગર પણ ઠિક રહે. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk)

મહર્ષિ, વેબસાઈટની પરિયોજનાના પાનાઓ માટે "વિકિસ્રોત" એ પ્રિ-ફિક્સ સર્વ પાના ને લાગે છે. જેમ કે વિકિસ્રોત:સભાખંડ, વિકિસ્રોત:સમાચાર, વિકિસ્રોત:મદદ વગેરે. આમ પરિયોજનાનું પાનું હોવાથી તેનું નામ બદલવું જોઈએ કે નહિ તે વિષે મને શંકા છે. ધવલભાઈ કંઈક પ્રકાશ પાડે. જો તેમ હોય તો પરિયોજનાને નામે એક પાનું બનાવે તેને અહીં રિડાયરેક્ટ કરી શકાય. --Sushant savla (talk) ૧૯:૫૭, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
મહર્ષિભાઈ, તમારી વાત વ્યાજબી છે. પણ સુશાંતભાઈએ જણાવ્યું તેમ, અમુક પાનાં કે જે વિશિષ્ટ હોય તેમને જે-તે નામસ્થળામાં રાખવા જોઈએ. જેમકે આપણે વિકિપીડિયામાં કોઈ પોતાના વિષે લેખ બનાવે ત્યારે આપણે તેમને કહીએ છીએ કે તેઓ પોતાના મારા વિષે પાના પર તે લખાણ લખે. એવું કેમ? કેમકે સભ્ય:ધવલસભ્ય નામસ્થળનું પાનું છે, જે મુખ્ય નામસ્થળથી અલગ છે. તેના પર લાગતા નિયંત્રણો કે નિતીનિયમો મૂળ વિકિપીડિયાના લેખો પર લાગતા નિયમો કરતા જૂદા હોય. મારા વિષેમાં લખેલું લખાણ હું વિકિપીડિયામાં ધવલ વ્યાસ નામે લેખ બનાવીને તેમાં ના ઉમેરી શકું. તે જ રીતે વિકિસ્રોતમાં આગળ સર્જક, વિકિસ્રોત, સૂચિ, વગેરે લગાડીને પાનાં બનાવીએ છીએ, આ બધા નામસ્થળો છે. આમાંના કશાયનો ઉપયોગ કર્યા વગર બનતા શીર્ષકો ફક્ત સાહિત્યિક કૃતિઓના જ હોઈ શકે, કેમકે તે લેખો મૂળ નામ્સ્થળામાં હશે. બીજા બધા જ પાનાં કોઈને કોઈ નામસ્થળ (namespace) હેઠળ રહેવા જોઈએ. જરા અટપટું લખ્યું છે, એટલે જો વધુ ચોખવટની જરૂર લાગે તો બેધડક કહેજો.--Dsvyas (talk) ૦૩:૦૭, ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
ધવલભાઈ, મને એક પ્રશ્ન એ છે કે શું પુસ્તક માટે કોઈ નામસ્થળ છે કે તે પણ સામાન્ય સાહિત્ય કૃતિની જેમ જ ફક્ત મૂળ નામથી બનાવવામાં આવે છે?--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૫૨, ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
ધવલભાઇ તથા સુશાંત, માહિતી બદલ ખુબ આભાર... છતા, રિ-ડાઇરેક્ટનો પ્રસ્તાવ મને ગમ્યો. કારણ કે અંતે તો ધ્યેય ફક્ત એટલું જ છે કે આ પાનું સરળતા થી મળવું જોઇયે.. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૯:૨૪, ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
વ્યોમભાઈ, પુસ્તક એટલે સાહિત્ય કૃતિ જ નહિ? પુસ્તક અને અન્ય એકાકિ કૃતિઓ વચ્ચે ફરક એટલો જ છે કે, પુસ્તકના નામથી આપણે પાનું બનાવીએ અને તેના પ્રકરણો એ પાનાનાં પેટાપાના તરીકે બનાવીએ છીએ, આ બધું જ મૂળ નામસ્થળમાં જ હોય છે. એટલે કે કૃતિઓ અને પુસ્તકના નામની આગળ કોઈ બીજું નામસ્થળ આપણે ઉમેરતા નથી. અને મહર્ષિભાઈ, રિડાયરેક્ટ મૂળ નામસ્થળથી અન્ય નામસ્થળમાં ના આપી શકાય. પરિયોજનાઓ એ નામથી શોધતા પરિણામોમાં સૌથી ઉપર જ વિકિસ્રોત:પરિયોજના દર્શાવવામાં આવે છે, એટલે શોધમાં આ પાનું અન્ય તેના ઉચિત નામસ્થળમાં હોવાને કારણે કોઈ તકલીફ પડતી નથી.--Dsvyas (talk) ૦૦:૩૦, ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
જો પરિયોજના સરળતાથી શોધવાની જરૂર હોય તો આપણે મુખ પૃષ્ઠ પર જેમ કૃતિ સૂચિ, લેખ સૂચિ મૂકી છે તેની બાજુ એ સહકારી પરિયોજના જેવી કડી ઉમેરી શકાય કે જે આ પરિયોજનાના પાના પર લઈ જાય. આમ તો મુખ પૃષ્ઠ અપ્ર તેની લિંક છે પણ તે બૌ નીચે અને પ્રથમ નજરે ન જોવાય તેવી જીણી છે. આથી નવા આગંતુકને તે જહ્ડપથી ન પણ જડી શકે. --Sushant savla (talk) ૦૯:૩૬, ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
ધવલભાઈ સ્પષ્ટતા કરવા બદલ આભાર અને સુશાંતભાઈ તમે કહો છો તેમ તેની કડી જો પુસ્તક સૂચિ ની આજુબાજુમાં ક્યાંક મૂકી શકાય તો સારું. અને જો આપણે જે રીતે ચાલુ પરિયોજનાનો ઢાંચો મૂક્યો છે તે રીતે આગામી એકાદ બે યોજના વિશે માહિતી ધરાવતો ઢાંચો મૂકીએ તો તો વધુ સારું. જો કે આ ફક્ત એક સૂચન છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૧૩, ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)