શી કહું શોભા સ્વામિનારાયણની

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
શી કહું શોભા સ્વામિનારાયણની
પ્રેમાનંદ સ્વામીશી કહું શોભા સ્વામિનારાયણની, નીરખી ઠરે છાતી... ટેક

પેખી મેં પાઘ બંકી ધારી, ઝૂકી રહી વામ ભાગ સારી;
  છોગે કી છબિ સોહાતી... શી કહું ૧

કેસરકો તિલક ભાલ રાજે, કાનુમેં કુંડળ અતિ છાજે;
  ભૃકુટી નીરખી શોભાતી... શી કહું ૨

ચંચળતા ચક્ષુ તણી જોઈ, બુડ્યાં જઈ મીન જળમાંઈ;
  નાસિકા નીરખી મોહાતી... શી કહું ૩

અધર બિંબ રક્તસમ શોભે, દાડમકળી દંતસે મન લોભે;
  વદન કી શોભા કી ન જાતી... શી કહું ૪

સોહે કંઠે ઊતરી અપારી, દેખો હાર હૈયે હજારી;
  દુપટ્ટો ઓઢ્યો દો ભાતી... શી કહું ૫

સૂંથણલી જામો જીવન પહેરી, ઊભા છે લટકાળો લહેરી;
  ત્રિકમાનંદ છબિ વરણી ન જાતી... શી કહું ૬