શ્રેણી:આખ્યાન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

આ શ્રેણીમાં આખ્યાન પ્રકારનાં સાહિત્યની યાદી છે. ભગવદ્‌ગોમંડળમાં "આખ્યાન" વિશે નીચે પ્રમાણે સમજુતી આપેલી છે.

  • વ્યુત્પત્તિ: [ સં. આખ્યા ( કહેવું ) + અન ( નામ બનાવનાર પ્રત્યય ) ]
  • આગળ બનેલી વાતનું વર્ણન; જુની વાર્તાનો ઉલ્લેખ.
  • ઉપન્યાસના નવ ભેદોમાંનો એક; જેમાં કવિ કહે અને પાત્રો દ્વારા ન કહેવરાવે એવી કથા. આનો આરંભ કથાના કોઈ પણ ભાગથી થાય છે, પરંતુ પાછળથી પૂર્વાપર સંબંધ સ્પષ્ટ થવો જોઇએ. આમાં પાત્રોની વાતચીત બહુ લાંબી હોતી નથી. કવિને પૂર્વઘટનાનું વર્ણન કરવાનું હોવાથી તે મોટે ભાગે ભૂતકાળની ક્રિયાનો જ પ્રયોગ કરે છે, પરંતુ દૃશ્યો બરાબર પ્રત્યક્ષ કરાવવાને માટે કોઈ કોઈ વાર વર્તમાન કાળનો પણ પ્રયોગ કરે છે.
  • કહાણી; કથા; વાર્તા. કહેવું તે; કથન. કોઇના ગુણ ગાવાપણું. દંતકથા.
  • નાટક. જેમકે, પાંચાલી પ્રસન્નાખ્યાન, રોષદર્ષિકા સત્યભામાખ્યાન.
  • પુરાણ અથવા ઇતિહાસની વાત. ભેદક ધર્મ. વર્ણન; વૃત્તાત; બયાન. વીરકાવ્યનો સર્ગ; બહાદુરી ભરેલ પ્રસંગની કવિતાનો અધ્યાય.
  • કહેવું એ, કથન. (૨) મહાભારત, રામાયણ, પુરાણોની મુખ્ય કથા. (૩) એ સંજ્ઞાથી ગુજરાતી મધ્યકાલીન ભાષામાં પ્રાચીન ઉપાખ્યાનો રચાયાં છે તેવી કૃતિ.
  • અંગ્રેજીમાં "આખ્યાન"ને આપણે, mythological tale કે story અથવા legendary story એવા નામે ઓળખાવી શકીએ.

શ્રેણી "આખ્યાન" ના પાનાં

આ શ્રેણીમાં કુલ ૨ પૈકીનાં નીચેનાં ૨ પાનાં છે.