સંધિ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

સંધિ એટલે સંયોગ કે જોડાણ. વ્યાકરણમાં બે શબ્દો કે બે વર્ણો સાથે આવવાથી થતો ફેરફાર કે જોડાણ સંબધના વિષયને આવરી લેતાં ગુણધર્મોના અભ્યાસને સંધિ કહે છે. બે શબ્દોની સંધિ થતાં શબ્દનો નવો અર્થ નિર્માણ થાય છે.વર્ણોની એકબીજા સાથે જોડાવવાની ક્રિયાને સંધિ કહે છે.

દા.ત. ભોજનાલય એ શબ્દ બે જુદા જુદા શબ્દોનો બનેલ છે. ભોજન + આલય. ભોજન અને આલય એ શબ્દને ઝડપથી બોલતા ન અને આ એકબઁને મિશ્રિત થઈ જાય છે તેને સંધિ કહે છે

સંધિના ત્રણ પ્રકાર છેઃ
(૧) સ્વરસંધિ
(૨) વ્યંજનસંધિ
(3) વિસર્ગસંધિ

સ્વરસંધિ[ફેરફાર કરો]

સંધિ પ્રાયઃ બે શબદોથી બને છે. જે સંધિમાં સ્વરની સંધિ થાય તેવી સંધિને સ્વરસંધિ કહે છે. પ્રાયઃ સ્વર સંધિમાં દ્વીતીય પદની શરૂઆત સ્વરથી થાય તેવી સંધિને સ્વર સંધિ કહે છે.

સ્વરસંધિ અમુક નિયમોને આધારે થાય છેતે નિયમો આ અનુસાર છે

સ્વર સંધિના નિયમો[ફેરફાર કરો]

નિયમ ૧[ફેરફાર કરો]

જો પ્રથમ પદ ના અંતમાં અ કે આ હોય અને દ્વીતીય પદની શરૂઆતમાં અ કે આ ધરાવતો શબ્દ હોય તો તેમનું સંમિલન થઈને બની બની જાય છે.

નિયમ ઉદહરણ
અ + અ = આ પરમ + અર્થ = પરમાર્થ
અ + આ = આ હિમ + આલય = હિમાલય
આ + અ = આ મહા + અનલ = મહાનલ
આ + આ = આ મહા + આલય = મહાલય

નિયમ ૨[ફેરફાર કરો]

જો પ્રથમ પદ ના અંતમાં ઇ કે ઈ હોય અને દ્વીતીય પદની શરૂઆતમાં ઇ કે ઈ ધરાવતો શબ્દ હોય તો તેમનું સંમિલન થઈને બની બની જાય છે.

નિયમ ઉદહરણ
ઇ + ઇ = ઈ અતિ + ઇંદ્રીય = અતીન્દ્રિય
ઇ + ઈ = ઈ ગિરિ + ઈશ = ગિરીશ
ઈ + ઇ = ઈ -***-
ઈ + ઇ = ઈ યોગી + ઇંદ્ર = યોગીંદ્ર
ઈ + ઈ = ઈ નારી + ઈશ્વર = નારીશ્વર

નિયમ ૩[ફેરફાર કરો]

જો પ્રથમ પદ ના અંતમાં ઉ કે ઊ હોય અને દ્વીતીય પદની શરૂઆતમાં ઉ કે ઊ ધરાવતો શબ્દ હોય તો તેમનું સંમિલન થઈને બની બની જાય છે.

નિયમ ઉદહરણ
ઉ + ઉ = ઊ ભાનુ + ઉદય = ભાનૂદય
ઉ + ઊ = ઊ સિન્ધુ + ઊર્મિ = સિન્ધૂર્મિ
ઊ + ઉ = ઊ વધૂ + ઉલ્લાસ = વધૂલ્લાસ
ઊ + ઊ = ઊ . -***-

નિયમ ૪[ફેરફાર કરો]

જો પ્રથમ પદ ના અંતમાં અ કે આ હોય અને દ્વીતીય પદની શરૂઆતમાં ઇ કે ઈ ધરાવતો શબ્દ હોય તો તેમનું સંમિલન થઈને બની બની જાય છે.

નિયમ ઉદહરણ
અ + ઇ = એ નર + ઇંદ્ર = નરેંદ્ર
અ + ઈ = એ પરમ + ઈશ્વર = પરમેશ્વર
આ + ઇ = એ મહા + ઇચ્છા = મહેચ્છા
આ + ઈ = એ રમા + ઈશ = રમેશ