સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૨૪. ’ડુંગળીચોર’

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૨૩. ખેડામાં સત્યાગ્રહ સત્યના પ્રયોગો અથવા આત્મકથા
૨૪. ‘ડુંગળીચોર’
મોહનદાસ કરમચંદ ગાંધી
૨૫. ખેડાની લડતનો અંત →


૨૪. ‘ડુંગળીચોર’

ચંપારાણ હિંદુસ્તાનના એવા ખૂણામઆં આવ્યું હતું ને ત્યાંની લડતને છાપાં બહાર એવી રીતે રાખી શકાઈ હતી કે ત્યાં બહારથી જોનારા આવતા નહોતા. ખેડાની લડત છાપે ચડી ચૂકી હતી. ગુજરાતીઓને આ નવી વસ્તુમાં રસ સારી પેઠે આવતો હતો. તેઓ ધન લૂંટવવા તૈયાર હતા. સત્યાગ્રહની લડત ધનથી નથી ચાલી શકતી, તેને ધનની ઓછામં ઓછી આવશ્યકત રહે છે, એ વાત તેમને ઝટ સમજવામાં નહોતી આવતી. રોકતાં છતાં પણ મુંબઈના શેઠિયાઓએ જોઈએ તેનાં કરતાં વધારે પૈસા આપ્યાં હતા ને લડતન્મે અંતે તેમામ્થી કઈંકર રકમ બચી હતી.

બીજી તરફથી સ્ત્યાગ્રહી સેનાને પણ સાદાઈનો નવો પાથ શીખવાનો રહ્યો હતો. પૂરો પાઠ શીખી શક્યાં એમ તો ન કહી શકું, પણ તેમણે પોતાની રહેણીમાં ઘણોક સુધારો તો કરી લીધો હતો.

પાટીદારોને સારુ પણ આ લડત નવી હતીગામેગામ ફરીને તેનું રહસ્ય સમજાવવુઁપડતું. અમલદારો પ્રજાના શેઠ નથી પણ નોકર છે, પ્રજાના પૈસામાંથી તેઓ પગાર ખાનારા છે, એ સમજાવી તેમનો ભય દૂર કરવાનું કામ મુખ્ય હતું. અને નિર્ભય થતાં છતાં વિનય જઆળવવાનું બતાવવું ને ગળે ઉતારવું લગભગ અશક્ય જેવું લાગતું હતું. અમલદારોનો ડર છોડ્યાં પછી તેમણે કરેલાં અપમાનોનો બદલો વાળવાનું મન કોને ન થાય? છતામ્ સત્યાગ્રહી અવિનયી થાય એ તો દૂધમાં ઝેર પડ્યાં સમાન ગણય. વિનયનો પાથ પાટીદારો પૂરો નહોતો ભણી શક્યા એ પાછળથી હું વધારે સમજ્યો. અનુભવે જોઉં છું કે, વિનય સત્યાગ્રહનો કઠિનમાં કઠિન અંશ છે. વિનય એટલે માન પૂર્વક વચન ઉચ્ચારણ એટલો જ અર્થ અહીં નથી. વિનય એટલે વિરોધી પ્રત્યે પણ મનમાં આદર, સરળ ભાવ, તેના હિતની ઈચ્છા ને તે પ્રમાણે વર્તન.

પ્રથમના દિવસોમાં લોકોની હિંમત ખૂબ જોવામાં આવતી હતી. પથમના દિવસોમાં સરકારી પગલાં પણ મોળાં હતાં. પણ જેમ લોકોની દ્રઢતા વધતી જણાઈ તેમ સરકારને વધારે ઉગ્ર પગલાં ભરવાનું મન થયું. જપ્તીદારોએ લોકોનાં ઢોર વેંચ્યાં, ઘરમાંથી ગમે તે માલ ઘસડી ગયા. ચોથાઈની નોટિસો નીકળી. કોઈ આમનો આખો પાક જપ્ત થયો. લોકોમાં ગભરાટા છૂટ્યો, કેટલાકે મહેસૂલ ભર્યું, બીજા પોતાનો માલ જપ્ત કરીને અમલદારો મહેસૂલ વસૂલ કરી લે તો છૂટ્યા એમ મનમાં ઈચ્છવા લાગ્યા. કેટલાક મરણિયા પણ નીકળ્યા.

આવામાં શંકરલાલ પરીખની જમીનનું મહેસૂલ તેમની જમીન ઉપર રહેતા માણ્સે ભર્યું, તેથી હાહાકાર થયો. શંકરલાલ પરીખે તે જમીન કોમને આપી દઈ પોતાના માણસ્થી થયેલા દોષનું પ્રાયશ્વિત કર્યું, તેમની પ્રતિષ્ઠા જાળવાઈ, બીજાઓને દાખલો બેઠો.

ડરી ગયેલાઓને પ્રોત્સાહન દેવા સારુ, એક અયોગ્ય રીતે જપ્ત થય્લા ખેતરનો તિયાર થયેલો ડુંગલીનો પાક હતો , તે મોહનલાલ પંડ્યાની આગેવાની નીચે ઉતારવાની મેં સલાહ આપી. મારી દ્રષ્ટિએ એમાં કયદાનો ભંગ થતો નહોતો. પણ જો થતો હોય તો યે, જરા જેટલી મહેસૂલને સરુ આખા ઈભ પકની જપ્તી એ કાયદેસર હોય છતાં, નીતિ વિરુદ્ધ છે ને ચોખ્ખી લૂંટ છે ને તેવી રીતે થયેલી જપ્તીનો અનાદર કરવાનો ધર્મ છે, એમ મેં સૂચવ્યું. તેમ કરવામં જેલ જવાનું ને દંડ થવાનું જોખમ હતું તે લોકોને સ્પષ્ટ કરી બતાવ્યું હતું. મોહનલાલ પંડ્યાને તો એ જ જોઈતું હતું. સત્યાગ્રહથી અવરોધે એવી રીતે કોઈના જેલ ગયા વિના ખેદાની લડત પૂરી થાયે એ તેમને ન ગમતી વાત હતી. તેમણે આ ખેતરની ડુંગળી ઉતારવાનું બીડું ઝડપ્યું. તેમને સાત આઠ જણે સાથ આપ્યો.

સ્રકાર તેમને પકડ્યા વિના કેમ રહે? મોહનલાલ પંડ્યાને તેમના સાથીઓ પકડાયા એટલે લોકોનો ઉત્સાહ વધ્યો. જ્યાં લોકો જેલ ઈત્યાદિને વિષે નિર્ભય બને છે ત્યાં રાજદંડ લોકોને દબાવવાને બદલે તેમને શૌર્ય આપે છે.કચેરીએમાં લોકોના ટોળાં કેસ જોવા ઊભરાયા.પંડ્યા અને એમના સાથીઓને ટૂંકી જેલ થઈ. હું માનું છું કે કોર્ટનો ઠરાવ ભૂલ ભરેલો હતો. ડુંગળી ઉપાડવાની ક્રિયા ચોરીની કાનૂની વ્યાખ્યામાં નહોતી સમાતી. પણ અપીલ કરવાની કોઈની વૃત્તિ જ નહોતી.

જેલીઓને વળાવવા સરઘસ ગયુ, ને તે દિવસથી મોહનલાલ પંદ્યા 'ડુંગળીચોર' નો માનીતો ઈલકાબ લોકો પાસેથી પામ્યા તે આજ લગી તેઓ ભોગવે છે.

આ લડનો કેવો અને કઈ રીતે અંત આવ્યો એ વર્ણવીને ખેડા પ્રકરણ પુરું કરીશું.