સભ્યની ચર્ચા:Nizil Shah

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

પ્રિય Nizil Shah, ગુજરાતી વિકિસ્રોતમુક્ત સાહિત્યસ્રોતમાં જોડાવા બદલ આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે.

 • જગતભરના ગુજરાતી સાહિત્યરસિકો દ્વારા સંકલિત વિકિસ્રોત એ એક મુક્ત સાહિત્યસ્રોત કે મુક્ત પુસ્તકાલય કે ઓનલાઈન લાયબ્રેરી છે, જેમાં પ્રકાશનાધિકાર એટલે કે કૉપીરાઈટની સીમાથી બહાર હોય એવું સાહિત્ય સંપાદિત કરી શકાય છે.
 • વિકિસ્રોત:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને પાટી પર થોડો મહાવરો કરવાથી આ સાહિત્યસ્રોતમાં આપ સંપાદન કે સહકાર્ય કરી શકશો.
 • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો. અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિમીડિયનોને જણાવી શકો છો. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
 • લખવાની શરૂઆત કરતા પહેલા વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
 • ફેરફાર કરવા માટે લોગ ઈન કરવું જરૂરી નથી પણ લોગ ઈન કરી કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. અને તમે કરેલા યોગદાનની તવારીખ નોંધાય છે એટલે વિકિસ્રોત ઉપર હમેશાં લોગ ઇન કરીને જ સહકાર્ય કરો અને આપના સહકાર્યનો લાભ બીજાને પણ આપો.
 • નવી કૃતિ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવી કૃતિ શરૂ કરવા વિનંતી.
 • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો સભાખંડ પર જઈને અન્ય સભ્યોને પૂછી શકો છો.
 • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
 • અહિંયા પણ જુઓ : હાલ માં થયેલા ફેરફાર, કોઈ પણ એક કૃતિ.
 • વિકિસ્રોત પર સમયાંતરે સહકારી ધોરણે પુસ્તકો ચડાવવાની પરિયોજના ચાલુ હોય છે. આની વિશેષ માહિતી આપને મુખપૃષ્ઠ પર મળી રહેશે.
 • જાણીતા પ્રશ્નો માટે જુઓ : મદદ.

-- ધવલ ૦૩:૪૫, ૧૪ ડિસેમ્બર ૨૦૧૨ (IST)

ગુજરાતી ટાઇપ[ફેરફાર કરો]

શ્રી નિઝિલ શાહ, ગુજરાતીમાં ટાઇપ કરવું ખરેખર અઘરૂં નથી બલ્કે થોડો મહાવરો કરવાથી તે અત્યંત સરળ બની જાય છે. આપણે ઇમેલમાં કે મોબાઇલમાં SMS કરતી વખતે જે રીતે અંગ્રેજી અક્ષરોનો ઉપયોગ કરીને ગુજરાતીમાં સંદેશો લખતા હોઇએ છીએ, લગભગ એ જ રીતે અહિં પણ ટાઇપ કરવાથી તે લખાણ ગુજરાતી લિપિમાં ટાઇપ થઈ જાય છે. બોલો, છે કે નહી સરળ? ઉપરના સ્વાગત સંદેશામાં આપેલી ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું કડી પર જઈને આપ વધુ માહિતી મેળવી શકો છો.

ગુજરાતી OCR માટેની કોઈ સચોટ સુવિધા અસ્તિત્વમાં નથી. વિવિધ જગ્યાએ તે દિશામાં કાર્ય થઈ રહ્યું છે, પરંતુ ગુજરાતી અક્ષરોના મરોડ, આપણી માત્રાઓ અને ખોડા અક્ષરોના વપરાશને કારણે તે કામ થોડું અઘરૂં થઈ રહ્યું છે. પરંતુ આપણા મિત્રો યેનકેન પ્રકારે OCR Developersના સંપર્કમાં છે. જો આપના ધ્યાનમાં એવું કોઈ સોફ્ટવેર હોય જે અસરકારક રીતે કામ કરતું હોય તો અવશ્ય જણાવશો.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૦૩, ૧૬ ડિસેમ્બર ૨૦૧૨ (IST)

સોરઠને તીરે તીરે[ફેરફાર કરો]

નીઝીલ સોરઠને તીરે તીરે નું કવર પેજ ચડાવવા બદ્દલ ખૂબ ખૂબ આભાર. સરસ કાર્ય કર્યું. મારે એક બાબતે આપનું ધ્યાન દોરવુ છે કે આ ફાઈલ આપે સ્રોત પર ચઢાવી છે. આપણી પોલીસી છે કે સ્રોત પર સીધી કોઈપણ ફાઈલ ન ચડાવવી. તેને વિકિ કોમન્સ પર ચડાવવી. માટે શક્ય હોય તો તેને કોમન્સ પર ચડાવશો. અને ત્યાર બાદ જણાવશો જેથી આપણે આપણી પોલીસી પ્રમાણે તેને અહીંથી હટાવી દઈએ અને કોમન્સ પરથી ઉપાડીશું/ કોમન્સ પર ફાઈલનું નામ તે જ રાખશો.--Sushant savla (talk) ૦૭:૨૨, ૨૮ ડિસેમ્બર ૨૦૧૨ (IST)

ફકરાઅ પાડવા[ફેરફાર કરો]

સ્રોત પર ગદ્ય લેખન વખતે ફકરા પાડવાની જરૂર નથી, જ્યારે પુસ્તકનું પ્રકરણ બનશે ત્યારે ઢાંચામાં એવી વ્યવસ્થા છે જેથી ફકરા આપોઆપ પડી જાય છે. --સુશાંત સાવલા ૦૭:૨૦, ૨ માર્ચ ૨૦૧૬ (IST)

કરણ ઘેલો[ફેરફાર કરો]

Beautiful Patan.JPG કરણ ઘેલો
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. નંદરશંકર મહેતા રચિત નવલકથા સંગ્રહ "કરાણ ઘેલો" ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk)

વેરાનમાં[ફેરફાર કરો]

A scenic view of lands on the desert.jpg વેરાનમાં
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ ઝવેરચંદ મેઘાણી રચિત કાવ્ય સંગ્રહ વેરાનમાં ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk)

ગુજરાતનો જય[ફેરફાર કરો]

Guj skyline.png ગુજરાતનો જય
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત નવલથા ગુજરાતનો જય ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)


સાસુવહુની લઢાઈ[ફેરફાર કરો]

Howard Pyle - The Quarrel of the Queens.jpg સાસુવહુની લઢાઈ
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર મહિપતરામ રૂપરામ નીલકંઠ રચિત નવલથા સાસુવહુની લઢાઈ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

Indic Wikisource Proofreadthon[ફેરફાર કરો]

Sorry for writing this message in English - feel free to help us translating it

Indic Wikisource Proofreadthon II 2020[ફેરફાર કરો]

Sorry for writing this message in English - feel free to help us translating it