સભ્યની ચર્ચા:Sanjay Balotiya

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

શ્રી.સંજયભાઈ, ’આત્મકથા’ પરિયોજનામાં જોડાવા બદલ હાર્દિક આભાર.

આપ ( ashokmodhvadia@gmail.com ) પર "આત્મકથા" લખી એક ટેસ્ટ મેઈલ મોકલો તો આપને વળતા મેઈલ દ્વારા આપને સોંપાનાર પ્રકરણનાં પાનાંઓની JPG ફાઈલ મોકલી શકાય. આભાર.

ધન્યવાદ[ફેરફાર કરો]

પરિયોજમાં આપનું સ્વાગત છે. --Sushant savla (talk) ૦૦:૨૬, ૨૯ માર્ચ ૨૦૧૨ (IST)

પ્રબંધક મતદાન[ફેરફાર કરો]

મુરબ્બીશ્રી, આપણા નવા વિકિસ્રોતના નિયમન માટે પ્રબંધકની જરૂર છે. આ પ્રબંધકના પદ માટે અહીં [૧] આપનો મત આપવા વિનંતિ. --Sushant savla (talk) ૦૦:૧૯, ૨૯ માર્ચ ૨૦૧૨ (IST)

અન્યનાં પ્રકરણ પર પાનાં ચઢે છે...[ફેરફાર કરો]

શ્રી.સંજયભાઈ, ફરી આપે, ભૂલથી જ, ધવલભાઈને સોંપાયેલા પ્રકરણ (૧૧. ખ્રિસ્તી સંબંધો) પર આપનાં પ્રકરણ (૧૦. પ્રિટોરિયામાં...)નું અંતિમ પાનું ચઢાવી દીધું હતું. જો કે આપે જ તુરંત સુધારો કરી લીધો એ બદલ ધન્યવાદ. હવે મને આવું કેમ થાય છે તે કારણ પણ સમજાયું. પુસ્તકની રચના એવી છે કે ક્યારેક એક જ પાને આગલું પ્રકરણ પૂર્ણ થાય છે અને નવું પ્રકરણ શરૂ થાય છે. આમ બને ત્યારે પાનાનાં મથાળે નવા પ્રકરણનું નામ ઘાટા અક્ષરે છપાયેલું હોય છે. આપણે તે કારણે કન્ફ્યુઝ થઈએ છીએ. હવે પછીનાં પાનાઓમાં એ રીતે ખોટું મથાળું ન જ આવે તેની કાળજી રાખીશ. આપને અને ધવલભાઈને થયેલ અગવડ બદલ ક્ષમા કરશો. હાલ તુરંત, મોકલાઈ ગયેલા પાનાં પૂરતું, આટલું ધ્યાને રાખવા સૌ મિત્રોને વિનંતી. આભાર. --અશોક મોઢવાડીયા (talk) ૧૨:૨૫, ૨ એપ્રિલ ૨૦૧૨ (IST)

સીતારામ...જય માતાજી[ફેરફાર કરો]

શ્રી સંજયભાઈ, હાલ આપશ્રી દ્વારા અહીં ખુબજ સુંદર યોગદાન થઈ રહ્યુ છે. જે વિકિ માટે અને વિકિમિત્રો માટે ખુમજ સારી બાબત છે (અમને ટેકો મળી રહે ને!) તો સૌમિત્રો મળીને આપણી માતૃભાષાને સમૃધ્ધ બનાવવા સૌ ખભ્ભે ખભ્ભો મીલાવીને આગળ વધીએ તેવી શુભકામના સાથે જય માતાજી...--જીતેન્દ્રસિંહ (talk) ૨૧:૨૦, ૨ એપ્રિલ ૨૦૧૨ (IST)

જીતેન્દ્રસિંહજી આપણી માતૃભાષાને સમૃધ્ધ બનાવવી એ આપણી ફરજ છે. મારાથી બનતુ યોગદાન આપવા પ્રયત્ન કરીશ, ઘણી ખુશી થઈ કે આપ સૌને મારુ કાર્ય પસંદ આવ્યુ---સંજય

ctrl+M not working not able to type in gujarati...---સંજય

મને લાગે છે કે આપ ઈન્ટરનેટ એક્સપ્લોરત વાપરો છો. મોઝીલામાં પ્રયત્ન કરો. --સુશાંત

it was working in internet explorer till last week but now can't--સંજય

મેં ચકાસ્યું મારે પન તે પ્રોબ્લેમ છે. હંગામી ધોરણે બે ઉપાયો છે. એક તો બ્રાઉઝર બદલો મોઝીલા કે ક્રોમ કે અન્ય. અથવ ઉપર લેખન પદ્ધતિ પર ક્લીક કરી ને સક્રીય ખાનાને ટીક કરો. -- સુશાંત

IEનું કયું વર્ઝન વાપરો છો? હું અત્યારે આ ઇન્ટરનેટ એક્સ્પ્લોરરમાંથી જ ટાઈપ કરી રહ્યો છું અને શરૂઆતમાં લખેલું અંગ્રેજી Ctrl+M વાપરીને જ ટાઈપ કર્યું છે. મારી પાસે IE 9 છે.--Dsvyas (talk) ૦૩:૧૧, ૨૩ એપ્રિલ ૨૦૧૨ (IST)

i'm working in IE 7, and i checked IE 9 it's working so i've to update---સંજય

સંજયભાઈ, ઇન્ટરનેટ એક્સ્પ્લોરર ૭ (IE7)માં ગુજરાતી ટાઈપીંગની જે સમસ્યા હતી તે હવે દૂર થઈ ગઈ છે. ઘણો લાંબો સમય લાગ્યો, પણ નિરાકરણ આવી ગયું છે. આશા છે કે આપને હવે સરળતા રહેશે. અને અપેક્ષા રાખીએ કે ભવિષ્યમાં આવી તકલીફ ઊભી ના થાય.--Dsvyas (talk) ૦૫:૧૩, ૩૧ મે ૨૦૧૨ (IST)

’આત્મકથા પરિયોજના’ અભિનંદન[ફેરફાર કરો]

Birthday bouquet.jpg

શ્રી.સંજયભાઈ, ||અભિનંદન|| મહાત્મા ગાંધીજીનું પુસ્તક સત્યના પ્રયોગો અથવા આત્મકથા, સહકાર્ય પરિયોજના હેઠળ વિકિસ્રોત પર ચઢાવવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ સહકાર્યમાં આપના અમૂલ્ય સહકાર બદલ હાર્દિક ધન્યવાદ.--અશોક મોઢવાડીયા (talk) ૧૮:૨૭, ૨૩ એપ્રિલ ૨૦૧૨ (IST)

ભદ્રંભદ્ર[ફેરફાર કરો]

યોજનાની જાણ કરવામાં વિલંબ થવા બદલ આપની માફી ચાહું છું, હું નિમંત્રણ મોકલું કે ન મોકલું એ બાબત પર મૂંઝાયેલ હતો, અને આપનું યોગદાન આપણી કોમ્યુનીટી માટે ઘણું મહત્ત્વનું છે માટે આપ જો આપણી આગામી યોજના ભદ્રંભદ્ર ઉપર કામ કરવા ઇચ્છતા હો તો મને vyom73163@hotmail.com પર ટેસ્ટ મેઇલ કરો. આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૨૦, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)

i love to work but due to my old ie 7 i can't edit in gujarati--Sanjay

તમે મોઝીલા ફાયરફોક્ષ વાપરી શકો છો. અથવા અગાઉ ધવલભાઇ એ જણાવ્યું એ મુજબ IE 9 વાપરી જુઓ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૦૧, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)

હવે ફરી ie-7 મા ટાઈપ કરી શકુ છુ઼Sanjay Balotiya (talk) ૧૧:૫૧, ૩૦ મે ૨૦૧૨ (IST)સંજય

હા જી, લાંબી ગડમથલને અંતે છેવટે ગઈકાલે એ પ્રોબ્લેમ ફિક્સ થયો છે. મેં ઉપર સંદેશો લખ્યો અને પછી અહિં ધ્યાન ગયું.--Dsvyas (talk) ૦૫:૧૪, ૩૧ મે ૨૦૧૨ (IST)

આભાર‌---સંજય Sanjay Balotiya (talk) ૧૧:૧૬, ૩૧ મે ૨૦૧૨ (IST)

સંજયભાઈ હવે મારી પાસે કોઇ પ્રકરણ બાકી નથી. બધા જ પ્રકરણની વહેંચણી પૂર્ણ થઈ ચૂકી છે આપ આગામી યોજના શરૂ થાય તેમાં જરુર ભાગ લેશો. જે ટૂંક સમયમાં શરૂ થશે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૦૩, ૩૧ મે ૨૦૧૨ (IST)


નવી પરિયોજના[ફેરફાર કરો]

ભાઇશ્રી સંજ્યભાઇ, આપ કુશળ હશો. હાલમાં એક નવી પરિયોજના "મેઘાણીની નવલિકાઓ ખંડ ૨" જે શ્રીમેઘાણીએ લખેલી હ્રદયસ્પર્શી લઘુકથાઓનો સંગ્રહ છે. આપને આ પરિયોજનામાં જોડાવાની ઇચ્છા હોય તો કૃપા કરી મને maharshi_d_mehta@yahoo.com પર એક ઇ-મેઇલ મોકલશો જેથી એક પ્રકરણ મોકલી શકાય. આપનો આભાર માનું છું. સીતારામ. મહર્ષિ --Maharshi675 (talk) ૧૩:૫૭, ૩ જુલાઇ ૨૦૧૨ (IST)

નવલિકા - ૨ પૂર્ણાહુતી[ફેરફાર કરો]

CargoNet Di 12 Euro 4000 Lønsdal - Bolna.jpg મેઘાણીની નવલિકાઓ ખંડ ૨
ભાઇશ્રી સંજ્યભાઇ, આજે આ પરિયોજના પૂર્ણ કરતા આનંદ અનુભવું છું અને આપનો ખુબ ખુબ આભાર માનું છું કાર્યનો શ્રેય આપ સૌ વિકિ મિત્રોને જાય છે. આપે હાથ પર લીધેલું પ્રકરણ ત્વરા થી અને વળી ચિવટપૂર્વક પૂર્ણ કર્યું. આ કાર્યમાં તમારો ફાળો અમૂલ્ય હતો. વ્યોમભાઇએ મોકલેલું ચિત્ર અહિં પણ બંધબેસતું લાગે છે. અન્ય પરિયોજનાઓ જોતા એવી લાગણી થાય છે કે "મંઝિલ છે હાથમાં છતા ચાલુ પ્રવાસ છે". પ્રવાસનો આનંદ અનેરો છે અને આપ સૌ મિત્રો ના સાથ થી આ પ્રવાસ વધુ આનંદ દાયક લાગે છે. ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૧૫:૫૯, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)

સ્ત્રોત પર ટાઇપિંગની યુક્તિઓ[ફેરફાર કરો]

શું આપ આ[૨] ચર્ચા જોઇ જશો? આભાર. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૨:૫૭, ૪ નવેમ્બર ૨૦૧૨ (IST)

દીવાળીની શુભકામનાઓ[ફેરફાર કરો]

Diwali Diya.jpg દીવાળીની શુભેચ્છા
આપને તથા આપના સમગ્ર પરિવારને દીવાળીના આ શુભ પર્વ પર ખૂબ ખૂબ શુભેચ્છા. આભાર--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૪૧, ૧૩ નવેમ્બર ૨૦૧૨ (IST)

આપની ટિપ્પણી માટે વિનંતી - પ્રૂફરીડથોન[ફેરફાર કરો]

પ્રિય Sanjay Balotiya, પ્રૂફરીડથોન પર ટિપ્પણી અને મંતવ્યો માટેની ચર્ચા અહીં ચાલુ કરવામાં આવી છે. ગયા વર્ષે આપણે બે પ્રૂફરીડથોન સ્પર્ધાનું આયોજન કર્યું હતું. ભવિષ્યમાં ઇંડિક વિકિસ્રોતની આ સ્પર્ધાના આયોજનની આકારણી માટે આપની ટિપ્પણીઓ, સુઝાવો, મંતવ્યો આદિની જરૂર છે. આ મંતવ્યો લખવા માટે અંગ્રેજી ભાષાનો પ્રયોગ ઇચ્છનીય છે તેમ છતાં જો આપ અંગ્રેજી ન લખી શકોઇ તો આપની માતૃભાષામાં પણ વિન કોઈ ખચકાટ આપના મંતવ્યો જણાવશો.

વિકિસ્રોત સમુદાય વતી

જયંત નાથ ૨૧:૧૮, ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ (IST)