લખાણ પર જાઓ

સભ્ય:મનસુખભાઈ લાલજીભાઈ મીસ્ત્રી

વિકિસ્રોતમાંથી
   બહુ સમય પહેલાંની વાત છે. રમણના ભાઇના લગન  લેવાયાં હતાં.રમણ મોટાભાઇ ની સાથે  સાથે માયરામા ફરતો હતો.તે વખતે  તેની ઉંમર  લગભગ વીસેક વરસની હતી.  અને મોટાભાઇ ની પચ્ચીસ  વરસની. થોડીવારે  ગોર મહારાજે બૂમ પાડી કે કન્યા પધરાવો અને  મંડપની સામેનાં  ધરમાંથી એક સોળે શણગાર સજી ને એક કન્યા ને લઇને એક પાકટ ઉંમર ના વડીલ આવતાં દેખાયા. સાથે બે બીજી કન્યાઓ પણ ચાલતી દેખાતી હતી. જોકે પરણનાર કન્યા નું મોં તો દેખાતુ નહોતું પણ તેની ચાલ અને શરીરનાં બાંધા પરથી એવું લાગતું હતું કે તે કન્યા નાજુક અને નમણી હશે.તેણે પહેરેલાં પાનેતરનું પણ તેને વજન લાગતું હશે. 
      કન્યા પધરાવી મામા તેમનાં સ્થાને વિદાય થયાં. હવે બધો વહીવટ સાથે આવેલી કુમારિકાનો હતો.રમણ પણ વરરાજાની સાથે જ ગોઠવાયો હતો. ગોર મહારાજે  ફેરા ફેરવવા ની શરૂઆત કરાવી.પણ કોણ આગળ ચાલે તેની વાતમાં રમણને કન્યાની સાથે ફરતી કુમારિકા સાથે બોલવાનુ થયું.અને  રમણે પેલીને ખખડાવી નાખી.તો સામે પેલી પણ તેનાં માથાની હતી. છેવટે ગોર મહારાજે ઝગડો પતાવી આપ્યો.
   વરરાજા પરણીને ધેર પધાર્યા. ધેર પહોંચી બાકીની વીધી પતાવી. બીજાં દિવસ થી વહુ કામમાં ગોઠવાઈ ગઈ.  હવે રમણ વિચાર કરતો હતો કે પેલી કોણ હશે? તેણે ખાતરી કરવાં ભાભીને જ પૂછી લીધું.ભાભી કહે તેતો મારી બહેન હતી. હવે રમણને  પેલી કાયમ  સાંભરતી હતી.એક દિવસ  ભાભીને  કહે કે પેલી  કેટલાં વરસની હશે? ભાભી કહે તેનું નામ ગીતા છે અને તમારા કરતાં બે વરસ નાની છે અને હજું ભણે છે. તમે વાટ જોશો નહીં.   
    રમણ કહે કોક દિવસ  મહેમાની કરવાતો બોલાવો. એમાં  ભાભીનો ખોળો ભરવાનો પ્રસંગ આવ્યો. બધાં પિયરિયા સાથે ગીતા પણ આવી હતી. રમણે  તે દિવસનો બદલો લેવા નું નક્કી કર્યું હતું.પણ તેની સાથે અડધો કલાક વાતો કરીને તેતો તેની દિવાનો થઈ ગયો. પછીતો તે આખો દિવસ તેની પાછળ જ ફર્યો.રમણને હવે વધારે ભણવા પરદેશ જવાનું થયું. અને એક દિવસ ભણવા ઊપડી પણ ગયો.
   આ બાજુ ગીતાને એક સારું ઘર જોઈ પરણાવી દીધી.ગીતા સાસરે આવી. પણ તેને  પહેલે દિવસ થી જ અહીં મન માનતું નહોતું. એવામાં  લગભગ  છ મહીના જેવો સમય વિત્યો હશે અને એક દિવસ તેનાં પતિને અકસ્માત નડ્યો.  ગીતા હવે પિયરમાં પાછી આવી ગયી હતી. અને બે વરસથી ધેરજ બેઠી હતી.હવે રમણ ત્રણ વરસનો અભ્યાસ પતાવી વતન પાછો આવ્યો હતો.આવીને તેણે ગીતાની વાત સાંભળીને ધણૂ દુખ થયું.  થોડાં દિવસો વિચાર કરીને તેણે ભાભીને કહ્યુંકે  જો તમારી મરજી હોયતો હું  ગીતા  સાથે લગ્ન કરવાં  તૈયાર છું.  તો ભાભી કહે તે વિધવા છે.તો રમણ કહે મને મંજૂર છે.તમે હા પડાવો.
  આમ ભાભીની મરજીથી  રમણે ગીતા સાથે ફુલહાર કરી લીધાં. આજે ગીતા રમણનો હાથ પકડીને  સાસરે આવી હતી. રમણ તેને આગળ ચાલવા ખીજવતો હતો.પણ અત્યારે ગીતા  પાકટ બની હતી.તે કહે હું  હંમેશાં તારી પાછળ જ રહીશ.  આમ કહી તે પલંગ તરફ જતી હતી કે રમણે તેને ઊપાડીને  રીતસર પલંગમાં બેસાડી દીધી અને હેતમા ધરવી દિ ધી. ગીતા આજે રમણને પામીને ખૂશ હતી. તો રમણ કહે ચાલો આપણે વારસદાર ની તૈયારી  કરીએ.