લખાણ પર જાઓ

સર્જક:પ્રેમાનંદ સ્વામી

વિકિસ્રોતમાંથી
જન્મ 1784
સેવાલિયા (તા. ગળતેશ્વર)
મૃત્યુ 1856
ગઢડા
વ્યવસાય સંત, કવિ
ભાષા ગુજરાતી ભાષા
રાષ્ટ્રીયતા ભારત

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની ગોપીનું બિરુદ પામેલાં સંતકવિ શ્રી પ્રેમાનંદ સ્વામી સ્વામિનારાયણીય અષ્ટકવિઓમાં અનોખું સ્થાન ધરાવતા સંત કવિ છે. તેમનો જન્મ ઇ.સ . ૧૭૮૪ – ખંભાત પાસે સેવલિયા ગામના બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. બાળપણનું નામ હાથી હતું. તેમના પિતાનું નામ સેવકરાય અને માતાનું નામ સુનંદાદેવી હતું. જન્મ પશ્ચાત તેમના પિતા દ્વારા તેમનો ત્યાગ કરવામાં આવતાંતેમનો ઉછેર ડોસાભાઇ નામના મુસ્લીમ સદગૃહસ્થને ત્યાં થયો હતો.

ખુબ જ નાની ઉંમરે તેમને સહજાનંદ સ્વામીએ ગઢડાં ખાતે દિક્ષા આપી હતી. તેમનું શરુઆતનું નામ નિજબોધાનંદ હતું પણ કવિતાઓમાં બંધબેસતું ન હોવાથી ભગવાન શ્રી સ્વામિનારાયણે આ સંતનુ નામ પ્રેમાનંદ સ્વામી પાડેલુ. સહજાનંદ સ્વામી દ્વારા ‘પ્રેમસખી’ નું લાડનામ અપાયું જે તેમનું અન્ય ઉપનામ પણ બન્યું. તેઓ પ્રેમભાવનાં આચાર્ય હતા. જ્યારે સારંગીના સુર સાથે તેઓ કવિતા ગાતા ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વયં મુગ્ધ બનીને શ્રોતાની સાથે બેસી જતાં. તેમણે અનેક રાસ, પદ , ગરબા, લોકઢાળ અને શાસ્ત્રીય રાગ આધારીત અનેક રચનાઓ કરી છે. વિપુલ પ્રમાણમાં હિન્દી, વ્રજ, સંસ્કૃત,મારવાડી, મરાઠી અને ગુજરાતી પદો રચ્યા છે. પ્રેમલક્ષણા ભક્તિ, સામ્પ્રદાયિક અને વૈરાગ્યબોધનાં પદો – શ્રીકૃષ્ણ અને સહજાનન્દ સ્વામી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતાં પદો પણ તેમણે ઘણાં લખ્યાં છે.

'તુલસીવિવાહ', 'નારાયણચરિત્ર' તેમની જાણીતી રચનાઓ છે

તેમનું અવસાન ઇ.સ. ૧૮૫૬ – ગઢડાં ખાતે થયું.