જાગી જેનાં દિલ મહીં રૂડી રાષ્ટ્રની ભાવનાઓ,
ગાંધીજીનાં વચન સુણીને રમ્ય મુંબાપુરીમાં;
ગુલામીનાં સદન સરખી છેાડી કોલેજ કોઈ,
વસ્યો સત્યાગ્રહસમરની છાવણીમાં યુવાન.
૨
દુઃખોને એ પ્રભુ તણી સદા માનતો’તો પ્રસાદી,
મૃત્યુને એ તૃણસમ સદા લેખતો દેશ માટે;
એનાં ચિત્તે ઉછળતી હતી. રાષ્ટ્રની ભાવનાઓ,
ઇચ્છા એના દીલ મહીં હતી બાપુને ભેટવાની