સ્નેહરૂસણાં
સ્નેહરૂસણાં કેશવ હ. શેઠ |
<poem>
ચન્દન તલવડીને તીરે, સાહેલડી !
પાણીડાં ગઈતી ઉઘડતે પ્હોર,
વ્હાણાંના નીતરેલ નીરે, સાહેલડી !
દીઠડાં કાંઈ કાંઈ કૌતુક ઔર : ચન્દન૦
જળને ઝોલે જલદેવી, સાહેલડી ! ઝૂલે ઝૂલે ને સ્નેહલીલા લખે; દિલડાંની વાત કોને કહેવી, સાહેલડી ! મને તો મારી એક કથની કથે : ચન્દન૦
સન્ધ્યાનો ચંદ ચડો રમણે , સાહેલડી ! પોયણે પોયણે રજની રમે, કમલિની વિલાતે વદને, સાહેલડી ! જોતી ને રોતી જળખોળે નમે : ચન્દન૦
ઉગી ઉષા ને ડૂબી સન્ધ્યા, સાહેલડી ! કિરણે કિરણે કમળો ખીલે, ચકોર, પોયણં ને ચન્દા, સાહેલડી ! સૂતાં પ્હરોડને પ્રકાશલીલે : ચન્દન૦
બોળ્યો ઘડૂલો મેં તો, સાહેલડી ! નીરે કમળોની કુંળી છાયા ઢળે; જોતી મ્હોતી સારતીરે, સાહેલડી ! તીરે કાયાના પડાછાયા પડે : ચન્દન૦
ચડતી ભરતીના ભાવે, સાહેલડી ! બેડલું ભરીને સંચરતિ, સખિ ! ઊડતો મકરંદ આવે , સાહેલડી ! ઉઘડે ઉરપાંખડી નાથ નીરખી : ચન્દન૦
આજે સરોવરકાંઠડે, સાહેલડી ! સાંભર્યાં ને ઓસર્યાં સ્નેહરૂસણાં; વ્હાલથી વ્હાલમનાં આંગણે, સાહેલડી ! હૈડાં ભરી ભરી લીધ મીઠડાં. ચન્દન૦