હરિને નીરખ્યા રે નેણે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
હરિને નીરખ્યા રે નેણે
પ્રેમાનંદ સ્વામીહરિને નીરખ્યા રે નેણે, વહાલાને વરણવું સુંદર વેણે;
શ્યામ શરીરે રે શોભે, આજાન બાહુ ચિત્તડાં લોભે.. ૧

મૂર્તિ ઊંચી રે વખાણું, સવાચોસઠ તસુ પરમાણું;
સુંદર શોભે રે શરીરે, પીત પટ પહેર્યાં છે બળવીરે.. ૨

ઘેરે સાદે રે ગાજે, સાંભળી મેઘ નગારાં લાજે;
હસતાં આવે રે પાસે, કેસર સરખો સુગંધ શ્વાસે.. ૩

કૌતુહલના રે ભરિયા, જોગ કળાના પૂરણ દરિયા;
બ્રહ્મ વિદ્યાના રે સ્વામી, આવા રૂડા પ્રેમસખી વર પામી.. ૪