હરિ મને પાર ઉતાર

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

હરિ મને પાર ઉતાર
નમી નમી વિનતી કરું છું.

જગતમાં જન્મીને બહુ દુઃખ દેખ્યાં,
સંસારશોક નિવાર ... નમી નમી.

કષ્ટ આપે મને કર્મનાં બંધન,
દૂર તું કર કિરતાર ... નમી નમી.

આ સંસાર વહ્યો વહ્યો જાય છે,
લક્ષ ચોરાશી ધાર ... નમી નમી.

મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
આવાગમન નિવાર ... નમી નમી.