હાં રે સખી ના'વા પધારે મહારાજ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
હાં રે સખી ના'વા પધારે મહારાજ
પ્રેમાનંદ સ્વામીહાં રે સખી ના'વા પધારે મહારાજ રે, જીવન જમુના મેં;
સાથ લીધો છે સરવે સમાજ રે, વ્રજને વિસામે... ટેક

હળવા રે હળવા વા'લો હાલે બજારે,
હાં રે ઊભાં નગરવાસી પ્રાણ વારે રે... જીવન ૧

છત્ર ચમર શિર ઉપર રાજે,
હાં રે આગે અગણિત વાજાં વાજે રે... જીવન ૨

ઊતર્યા ગોવિંદ જમુના મેં ના'વા,
હાં રે આવ્યા સુરમુનિ પુષ્પે વધાવા રે... જીવન ૩

ગિરિધર નહાય ને ગોપિયું ગાયે,
હાં રે જોઈ પ્રેમાનંદ વારી જાયે રે... જીવન ૪