હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા

વિકિસ્રોતમાંથી
હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા
અજ્ઞાત



હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા


હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા
ઉત્તમકુળની છે કન્યા વરરાજા… હાથ o

દીકરી ઉછેરી રૂડી રીતે વરરાજા,
શિખામણ ભેળી આપી સાથે વરરાજ… હાથ o

વિયોગ વેઠ્યો નથી કદીયે વરરાજા
આજ વિયોગ અમને સાલે વરરાજા… હાથ o

સંપી રહેજો સંસારે શાણા વરકન્યા !
સુખદુ:ખમાં ભાગ લેજો વ્હાલા વરકન્યા… હાથ o

અમ ઘરની શોભા તમને સોંપી વરરાજા,
અમ ઘરનું મૂલ તમને સોંપ્યું વરરાજા… હાથ o

ઈંદ્ર-ઈંદ્રાણી જેવા શોભો વરકન્યા,
રાધા ને કૃષ્ણ જેવા દીપો વરકન્યા… હાથ o


અન્ય સંસ્કરણ[ફેરફાર કરો]

હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા
ઉત્તમ કુળની છે કન્યા વરરાજા

ઈશવર પારવતીની જોડ વરરાજા
અમ ઘરની શોભા તમને સોંપી વરરાજા
એ શોભાથી તમ ઘર દીપશે વરરાજા
હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા

રામ સીતાની જોડ વરરાજા
અમારું રતન તમને સોંપ્યું વરરાજા
તેનું કરજો જતન વરરાજા
હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા

ઈન્દ્ર-ઈન્દ્રાણીની જોડ વરરાજા
પ્રીતે જોડો હાથ પંચ સામે વરરાજા
અમારી બેની તમને સોંપ્યા વરરાજા
હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા

કૃષ્ણ-રૂખમણીની જોડ વરરાજા
જુગ જુગ જીવો તમારી જોડ વરરાજા
માડીના હેત તમને સોંપ્યા વરરાજા
હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા

આશિષ દઈએ અમે આજ વરરાજા
પૂરા થાઓ તમારા સૌ કોડ વરરાજા
હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા
ઉત્તમ કુળની છે કન્યા વરરાજા

(હસ્તમેળાપ - કન્યાપક્ષ)