હાલરો હુલરાવતી મૈયા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
હાલરો હુલરાવતી મૈયા
પ્રેમાનંદ સ્વામી
શ્રીહરિ જયંતી (ચૈત્ર સુદ - ૯)હાલરો હુલરાવતી મૈયા,
ખમા ખમા કહી લેતી બલૈયા... ટેક

પ્રેમવતી અતિ હરખિત હૈયા,
પુત્રસ્નેહકી જાત ન કૈયા... ૧

નિજ સુત બદન નિરખી હુલસૈયા,
વારતિ હરિ પર લોન રુરૈયા... ૨

સુત પર વારિ નોછાવરિ દૈયા,
બાઢતિ બાર બાર આનંદ વધૈયા... ૩

ધર્મકુંવર છબિ ઉરમહિ છૈયા,
પ્રેમાનંદ નિરખી બલજૈયા... ૪