હિંડોરનામેં હોરે હોરે ઝૂલો

વિકિસ્રોતમાંથી
હિંડોરનામેં હોરે હોરે ઝૂલો
પ્રેમાનંદ સ્વામી
હિંડોળા (અષાઢ વદ ૨ થી શ્રાવણ વદ ૨)



હિંડોરનામેં હોરે હોરે ઝૂલો


હિંડોરનામેં હોરે હોરે ઝૂલો રાજ... ટેક
છેલ ઝુલાવું રત્ન હિંડોરે, સુફલ કરું સબ કાજ... હિંડોરનામેં ૧

ઝરમર ઝરમર મેહા વરસે, ગરજે ગગન ઘન ગાજ;
દાદુર મોર બપૈયા બોલત, આનંદ છાયો આજ... હિંડોરનામેં ૨

તુમ ઝૂલો હું ગાવું હિંડોરા, કરી કે સુભગ સમાજ;
થેઈ તાતા થેઈ તાતા તાન મિલાવું, બાજત તાલ પખાજ... હિંડોરનામેં ૩

યહ છબિ નિરખી નાથ તુમા'રી, મદન ભયો હતલાજ;
અક્ષરનાથ રહો નૈનનમેં, પ્રેમાનંદ શિરતાજ... હિંડોરનામેં ૪