હું તો ઘેલડી ડોલું રે
Appearance
હું તો ઘેલડી ડોલું રે પ્રેમાનંદ સ્વામી |
હું તો ઘેલડી ડોલું રે
કહાન તમારે કારણે હું તો ઘેલડી ડોલું રે,
ઘેલડી ડોલું રે તમ વિના બીજું ન બોલું રે... ટેક
લોકડિયાની લાજ મેલી સંસારથી તોડી રે,
મન કર્મ વચને માવજી તમ સાથે જોડી રે... કહાન ૧
બીક મેં તો સંસારની સર્વે કાઢી બારી રે,
રાજીવલોચન રસિયા થઈ રહી તમારી રે... કહાન ૨
તમે મારા હું તમારી દુરિજન જાણે રે,
પ્રીતમ વાતું પ્રીતની નવ મળે નાણે રે... કહાન ૩
રાજી રહેજો રસિયા કે'વું ઘટે તે કહેજો રે,
પ્રેમાનંદના નાથજી દરશન દેજો રે... કહાન ૪