હેતે લખિયે કંકોતરી રે લોલ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

હેતે લખિયે કંકોતરી રે લોલ
હેતે લખિયે કંકોતરી રે લોલ

લખિયે રૂડાં કુળદેવીના નામ કે
કુળદેવી માત વેલા આવજો રે લોલ
હે તમે કુળદેવી માત વેલા આવજો રે લોલ

અવસર આવ્યો છે રૂડો આંગણે રે લોલ
લગનના કંઈ વાગે રૂડા ઢોલ જો
કુળદેવી માત વેલા આવજો રે લોલ
હે તમે કુળદેવી માત વેલા આવજો રે

લોલ સુખડના મંડપ રોપાવિયા રે લોલ
બાંધ્યા બાંધ્યા લીલુડા તોરણ જો
કુળદેવી માત વેલા આવજો રે લોલ
હે તમે કુળદેવી માત વેલા આવજો રે લોલ

આવીને અવસર ઉજાળજો રે લોલ
બાલુડાને આપજો આશિષ કે
કુળદેવી માત વેલા આવજો રે લોલ
હે તમે કુળદેવી માત વેલા આવજો રે લોલ