હ્રદયની પ્રાર્થના

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

મારી તને આ પ્રાર્થના છે હે મારા પ્રભુ!
મારા હ્રદયની પામરતાને
જડમૂળથી ઘા કરીને ઉખેડી નાખ,

મારા આનંદને તેમજ શોકને હું તદન
સહેલાઈથી સહી શકું, એટલું બળ મને દે.

શોક સહેવાનું જેને માટે શક્ય છે એને માટે પણ
આ આનંદ સહેવાનું અઘરું છે,

મારા નાથ, એટલે હું પ્રાર્થું છું કે આ આનંદને
હું સહી શકું, એ બળ મને દે !

મારો પ્રેમ, મને કોઈ ને કોઈ સેવાના સફળ કાર્ય તરફ પ્રેરનાર બને,
એવી શક્તિ મને આપ

મને, હે નાથ! આ બળ આપ, કે હું કોઈ પણ ગરીબને
કદી પણ તિરસ્કારું નહીં અને મોટા
ચમરબંધી, ગર્વિષ્ઠ ઉધ્ધતને ચરણે મારું માથું નમાવું નહીં.

નિત્યની નિર્માલ્ય વાતોને પણ, હું મારા મન માટેની ઉન્નતિનું
એક સોપાન બનાવી શકું, એવી શક્તિ તું મને આપ !

અને છેવટે મને તું એ શક્તિ આપ સ્વામી !
કે મારું સામર્થ્ય, તારી ઈચ્છાને
પ્રેમથી આધીન થવામાં, પોતાની શક્તિની પરાકાષ્ઠા જુઓ.

ગીતાંજલી