Naresh Kanodia
નરેશકુમાર કનોડીયા નો જન્મ તારીખ 20 ઓગસ્ટ 1943 ના દિવસે મેહસાણીયા વાસ, શાહપુર, અમદાવાદ, ગુજરાત રાજય માં થયો હતો. તેમનું વતન કનોડા ગામ, બહેચરાજી તાલુકા, ગુજરાત રાજય. તેમના મોટા ભાઈ મહેશકુમાર કનોડિયા હતા, જે મહાન ગીતકાર એન સંગીતકાર હતા.
પિતા નું નામ મીઠાભાઇ રૂપાભાઈ પરમાર હતું. વણકર હતા, જે હાથ વણાટ નું કામ કરતા હતા. માતા નું નામ દલીબેન હતું. તેઓ સાત ભાઈ બહેન હતા, શંકરભાઇ, નાથીબેન, પાનીબેન, કંકુબેન, મહેશકુમાર, દિનેશભાઇ અને નરેશકુમાર. તેઓ બધાં વર્ષ 1940 ની આસપાસ માં કનોડા ગામ થી મહેસાણીયા વાસ, શાહપુર, અમદાવાદ રહેવા આવી ગયાં. મહેશ નું બાળપણ નુ નામ મગન હતુ, લોકો તેમને મઘો પણ કહેતા હતા. નરેશ નું બાળપણ નુ નામ નાગર હતુ. મહેશકુમારે છ વર્ષ થી ગાવાની શરુઆત કરી હતી, નરેશકુમારે આઠ વર્ષ થી નૃત્ય, અભિનય અને મિમિક્રી થી શરુઆત કરી હતી.
મહેશકુમાર એક મહાન સંગીતકાર હતા તેઓ સ્ત્રી અને પુરુષ બંન્ને ના અવાજમાં ગાઈ શકાતા હતા. તેમણે પ્રખ્યાત પ્લેબેક ગાયકોના 20 થી વધુ અવાજોમાં ગાયું. અમને 'મહેશકુમાર એન્ડ પાર્ટી' (મ્યુઝિકલ પાર્ટી) ની સ્થાપના કરી અને તેના દુનિયાભર 15,000 થી વધારે પ્રૉગ્રામો કર્યા જેમાં નરેશકુમાર એન્કર, મિમિક્રી અને નૃત્ય કરતા હતા. નરેશકુમાર ગુજરાતી ફિલ્મ ના મિલિનિયમ મેગા સુપર સ્ટાર હતા. તે 100 વધારે ગુજરાતી ફિલ્મ માં મુખ્ય હીરો હતા. બન્ને ભાઈઓ એ 90 થી વધારે ફિલ્મ માં સંગીત આપ્યુ.
મહેશકુમાર નાના હતા ત્યારે મણીલાલ સાથે અમદાવાદ માં આજુ બાજુના વિસ્તારમાં ફૂટપાથ પાર્ટીઓ કરતાં હતાં. મહેશ, સુરેશ અને દિનેશ ભાઈઓ એ વર્ષ 1947 માં “મહેશકુમાર એન્ડ પાર્ટી” ની અમદાવાદ માં સ્થાપના કરી. વર્ષ 1950-1960 ના વર્ષોમાં મહેશ અને દિનેશ ફિલ્મોની અને વસ્તુઓની જાહેરાત કરતા હતાં એને સ્ટ્રીટ મ્યુઝિક પાર્ટીઓ કરતાં હતા. નરેશ 6 વર્ષ ના હતા ત્યારથી મહેશ ની સાથે પ્રોગ્રામ માં સાથે જતા હતા.
મહેશકુમાર નેશનલ મ્યુઝિક સર્કલ, મુંબઈ, આર્થર રોડ માં જોડાયા. શ્રી રાસબિહારીભાઈ દેસાઈ સંગીતકાર એ તેમને મગન નામ માંથી મહેશ નામ કર્યું. વર્ષ 1949 માં એચ. એમ. વી. એ મહેશકુમાર ની ગીત રેકર્ડ બહાર પાડી, ત્યારે મહેશકુમાર ની ઉંમર ફક્ત 12 વર્ષ ની હતી. વર્ષ 1962 માં આફીકા માં પ્રથમ વિદેશ પ્રવાસ કર્યો, જેમાં છ માસ માં 120 કાર્યકમ કર્યા. મહેશકુમાર ને પ્રથમ હિન્દી ફિલ્મી ગીત ગાવાની તક અવિનાશભાઈ વ્યાસે આપી અને પ્રથમ વાર રેડિયો પર ગીત ગાવાની તક પણ અવિનાશભાઈ વ્યાસે આપી. વર્ષ 1952 મહેશકુમારે લતા મંગેશકર ની હાજરી મા તેમનું ગીત ગાયું હતું.
ઉમાબેન નેશનલ મ્યુઝિક સર્કલ, મુંબઈમાં રાસ ગરબા ગ્રૂપના મુખ્ય ગાયિકા હતા. તેઓ બહુ સારા નૃત્યાંગના હતા. આ દરમિયાન મહેશ અને ઉમા વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. વર્ષ 1960 ઉમા એ મહેશકુમાર ને મુંબઈ થી અમદાવાદ લગ્ન કરવા માટે નો લાગણી સભર પત્ર લખ્યો. તારીખ 13 મે 1960 ના રોજ ઉમા અને મહેશકુમાર ના મુંબઈ માં લગ્ન થયા. લગ્ન ની પહેલી રાત્રે મહેશકુમાર બીજા ની લગ્ન માં સંગીત નો પ્રોગ્રામ આપવા ગયા હતા અને રાત્રે 3:30 કલાકે પાછા આવ્યા. મહેશકુમાર ને પુરુષ ના કંઠ માં ગીત ગાવા માટે ઉમાબેન પ્રોસાહિત કર્યા હતા. અમદાવાદ ના કાંકરિયા ઓપન એર થીયેટર માં પહેલીવાર મહેશકુમાર સ્ત્રી અને પુરુષ બન્ને ના અવાજ માં સાથે ગાવા લાગ્યા. ભાઈ દિનેશ ના મૃત્યુ પછી નરેશકુમારે પ્રતિજ્ઞાના લીધી હતી કે આજીવન મહેશકુમાર ની સેવા કરીશ અને જીવન ભર સુખ-દુઃખ માં મહેશકુમાર ની સાથે રહીશ જે નરેશકુમારે દિલથી નિભાવી જાણ્યા.
નરેશકુમાર ના લગ્ન રતન સાથે થયા હતા, રતનબેન કરશનદાસ પરમાર, રાજપુર, અંબાલાલ ની ચાલી, અમદાવાદ. નરેશકુમાર ની લગ્ન ની જાન મેહસાણીયા વાસ, શાહપુર થી રાજપુર, અંબાલાલ ની ચાલી માં ચાર ઘોડા વાળી, શણગારેલી બગી માં વરઘોડા સાથે નીકળી હતી. કાંતિભાઈ લેઉવા, રાજપુર પ્રોગ્રામ મેનેજર ની દેખરેખ માં, શાહપુર, મીલ કપાઉંન્ડ નાં પ્લોટ માં ત્રણ માળ નુ મોટુ મકાન બનાવ્યું. મકાન નુ નામ "મહેશ નિવાસ" છે. આ મકાન મહેશકુમાર એન્ડ પાર્ટી માંથી થયેલ આવક માંથી બનાવ્યું છે. મહેશકુમાર એન્ડ પાર્ટી મુંબઈ પોર્ટ થી સ્ટીમર માં આફ્રિકા માં પ્રોગ્રામ કરવા ગયા. આફ્રિકા માં 13 મહિના ના પ્રવાસ માં 120 પ્રોગ્રામ કર્યા. મહેશકુમાર એન્ડ પાર્ટી ઈગ્લેન્ડ માં પ્રોગ્રામ કરવા ગયા. ચાર મહિના ના પ્રવાસ માં ઈગ્લેન્ડના વિવિધ શહેરો માં પ્રોગ્રામ કર્યા. પ્રોગ્રામ નુ પ્રસારણ ઈગ્લેન્ડ ની ટી.વી.ચેનલો એન્ડ બીબીસી ચેનલ ઉપર થયુ હતુ જે એક રેકોર્ડ છે. અંગ્રેજો એ મહેશ-નરેશ ને "ઇન્ડિયન બિટલ્સ" નુ બિરૃદ આપીને નવાજ્યા હતા.
મહેશકુમાર એન્ડ પાર્ટી માં બધા કુટુંબીજનો જ છે. મહેશ-નરેશ કનોડિયા, જેશીંગભાઇ દવે, મનુ કનોડિયા, કલ્યાણ કનોડિયા, ભરત કનોડિયા, રજની કનોડિયા, કિરીટ કનોડિયા, રમેશ વોરા, અલ્કેશ, તથા માલજીભાઈ પરમાર, કાનજીભાઈ પરમાર, નાઝાલાલ મારુ, રામકુમાર ડાભોરકર, રમેશ રાજપ્રિય, રમેશ તપોધન, પી. ભાનુકુમાર, પિયુષ બાલક, પ્રવીણ શ્રીમાળી, દિનેશ પટેલ, મહેન્દ્ર્ર કંથારીયા, કેશવ લેઉવા આ બધા પાર્ટીના મુખ્ય કલાકારો છે. મહેશકુમાર એન્ડ પાર્ટીએ પોતાના પ્રોગ્રામની શરૂઆત ફક્ત ઢોલક, હાર્મોનિયમ અને વાયોલિન કરી થી હતી. શરૂઆત તેઓ મોહલ્લા અને શેરીઓમાં ગાતા, રોડ અને રસ્તા પર ગાતા, લગ્નપ્રસંગે અને શુભ પ્રસંગે ગાવા જતા, ફિલ્મોની જાહેરાત કરતા અને ગાતા, જુદી જુદી વસ્તુઓની જાહેરાત કરતા અને ગાતા, ભગવાન અને માતાજીના ઉત્સવોમાં ગાતા, સામાજિક, સાંસ્કૃતિક અને લોકમેળામાં ગાતા અને પ્રોગ્રામો કરતા હતા.
આમ કરતા કરતા મહેશકુમાર એન્ડ પાર્ટી બની જેના દેશ વિદેશમાં 15000 થી વધુ શૉ થયા જે મોટા હોલ અને થિયેટરોમાં ગાતા. મુંબઈમાં 1000 થી વધુ પ્રોગ્રામ કર્યા. અને બધાજ પ્રોગ્રામ હોઉસફુલ રહેતા હતા. શરૂઆત ના દિવસો માં પાર્ટી ના સાધનો સાયકલ ઉપર લઈ જતા, ત્યાર બાદ ઘોડા ગાડી, રીક્ષા, જીપ અને પછી બધા કલાકારો સાથે આવી જાય એ માટે એક ખાસ થ્રી ટીયર (ત્રણ માળ) લકઝરી બસ બનાવી છે, જેમાં સુવાની, ખાવાપીવાની જેવી તમામ સગવડો છે. 35 વર્ષ થી મહેશકુમાર એન્ડ પાર્ટી ભારતભર માં મોજ થી આ લકઝરી બસ મા ફરે છે અને પ્રોગ્રામ કરે છે. આવી લકઝરી બસ હજુ સુધી કોઈ મ્યુઝિક ગ્રુપ જોડે નથી.
મહેશ નરેશના વિદેશમાં યોજાયેલા કાર્યક્રમ જેવા કે ઈસ્ટ આફ્રિકા, કેન્યા, યુગાન્ડા, તાન્ઝાનિયા, દુબઇ, બેહરીન, કુવૈત, ફીઝીયાલેન્ડ, ન્યૂઝીલેન્ડ, બેલ્જીયમ, હોંગ કોંગ, બેંગ કોંગ, સાઉથ આફ્રિકા, ડર્બન, જોહનીસબેર્ગ, કેપટાઉન, રૂહોડેશિયા, ઝામ્બિયા, મલાવી, અંગોલા, અમેરિકા (9 ટૂર), કેનેડા (5 ટૂર), ઇંગ્લેન્ડ (5 ટૂર), બિસાટો, મેક્સિકો, ફિલીપીન્સ, થાઇલેન્ડ વિગેરે. વર્ષ 1970 માં મહેશકુમારે મુંબઈ, પેડર રોડ પર ફ્લેટ ખરીદયો, તે વિસ્તાર માં પ્રવેશતા લતા મંગેશકર નું નિવાસ પ્રભૂકુંજ અને પછી ના રોડ પર કલ્યાણજીભાઇ નું નિવાસ છે. મહેશકુમાર એન્ડ પાર્ટી ના ઘણા બધા પ્રોગ્રામ જોઈ અને સમજી લીધા પછી કિશોર કુમારે, કિશોર કુમાર નાઈટનો પ્રોગ્રામ તૈયાર કર્યો.
વડોદરામાં સુરસાધના કલા સંસ્થામાં કોઈ એક મ્યુઝિક કંપનીના સૌથી વધારે પ્રોગ્રામ મહેશકુમાર એન્ડ પાર્ટીએ કર્યા છે.પુણે માં બાલગાંધ્રવ રંગમંદિરમાં સળગ સૌથી વધુ 501 પ્રોગ્રામ રજુ કરવાનો વિક્રમ પણ મહેશકુમાર એન્ડ પાર્ટી નામે છે. 70 વર્ષ ના એક કાકાએ મુંબઈ માં 101 પ્રોગ્રામ જોયા હતા અને બધી ટિકિટો સાચવી રાખી હતી. ભારતની બીજી બધી પાર્ટીઓ માં પ્રોગ્રામ ને સફળ કરવા સાથે હીરો અને હેરોઇનને પણ રાખતા જયારે મહેશકુમાર એન્ડ પાર્ટીએ 15000 થી વથુ પ્રોગ્રામ કર્યા પરંતુ તેમને કોઈ સેલિબ્રિટીનો ક્યારેય ઉપીયોગ કર્યા ન હતો. મહેશકુમાર એન્ડ પાર્ટીએ વર્ષ 1982 માં 25 વર્ષ ની રજતજયંતિ લંડનમાં રોયલ ઍલબર્ટ હોલ માં યોજાયી હતી 8000 થી લોકોનો હોલ ખીચોખીચ ભરાયી ગયો હતો.
મહેશકુમાર વિવિધ ગાયકોના અવાજ નીકળતા હતા જેવા કે સુરૈયા, લતા મંગેશકર, શમશાદ બેગમ, મોહમ્મદ રફી, મુકેશ, મન્ના ડે, કિશોર કુમાર, આશા ભોંસલે, સાયગલ, તલત મેહમૂદ, શારદા, ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક, મહેન્દ્ર કપૂર, અનુરાધા પોન્ડવાલ, સલમા આગા વગેરે... મહેશ કુમાર અવાજ ની દુનિયાના ઇતિહાસ ની એવી અજાયબી છે જે અજોડ છે નાઇન્થ વન્ડર ઓફ ધ વલ્ડ “વન્ડર વોઇસ” છે. વિનસ મ્યુઝિક કંપનીએ “બાંકેલાલ ને કહા સંગીત મેં બોલો” તેનું આલબમ વન્ડર વોઇસ ના નામે રિલીઝ કર્યું તેમાં ભારત ના 32 ગાયક-ગાયિકા ના અંદાજ માં અવાજ આપ્યો જે એક વિશ્વવિક્રમ છે અમેરિકામા આ પ્રોગ્રામ રજુ કર્યો ત્યારે તેમને નાઇન્થ વન્ડર ઓફ ધ વલ્ડ વન્ડર બિરુદ આપ્યું. મહેશકુમારે તે જમાનામાં કલ્યાણજી-આનંદજી, લક્ષ્મીકાંત-પ્યારેલાલ, શંકર-જયકિશન જેવા પ્રખ્યાત સંગીતકારો સાથે કામ કર્યું હતું. મહેશકુમારને 'વોઇસ ઓફ લતા' તરીકે ખુબ મોટી પ્રસિદ્ધિ મળી અને એવોર્ડ ખુદ લતા મંગેશકરના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. મહેશ કુમારે ગુજરાતી ફિલ્મ બાવરા બૈજુ માં હીરો ની ભૂમિકા ભજવી હતી આ ફિલ્મ માં મહેશ કુમારે હીરો અને હિરોઈનના બન્ને ના અવાજ માં ગીતો ગયા હતા.
વર્ષ 1969 માં ‘વેલીને આવ્યાં ફૂલ’ નરેશ કનોડિયા ની પ્રથમ ફિલ્મ છે. નરેશ કનોડિયા ની માઁ તેઓ 8 માસ ના હતા તારે ગુજારી ગયા હતા અને તેઓ શાળાકીય શિક્ષણ મેળવી શક્યા ન હતા. પરંતુ તેઓ દુનિયાનાં અનુભવથી અને વ્યવહારુ બુદ્ધિથી આપમેળે વિકાસ કર્યો. તેઓ વિલક્ષણ બુદ્ધિ ધરાવતા હતા અને હાજર જવાબી હતાં.મહેશકુમાર એન્ડ પાર્ટીમાં સ્ટેજ મેનેજમેન્ટ ની જવાબદારી સંભાળતાં હતાં. મહેશ-નરેશ સંગીતકાર બેલડી 150 થી વધુ ફિલ્મ માં સંગીત આપ્યું છે. પોતાના વતન ગામ કનોડા નું ઋણ અદા કરવા “પરમાર” અટક માંથી “કનોડિયા” અટક કરી અને વર્ષ 1976 માં “કનોડિયા ફિલ્મ્સ” ની સ્થાપના કરી. એમનું પહેલું પિક્ચર “વણઝારી વાવ” હતું. નરેશ કનોડિયા એ 110 થી વધુ ગુજરાતી ફિલ્મ માં કામ કર્યું નરેશ કનોડિયા ગુજરાતી ફિલ્મ ના મિલેનિયમ મેગાસ્ટાર છે.
નરેશકુમાર મહેશકુમાર એન્ડ પાર્ટીમાં જોહની જુનિયર ની કૉમેડી થી પ્રખ્યાત હતાં.તેમને અભિનય અને નૃત્યની તાલીમ લીધી ન હતી પરંતુ બધી જ કળા આપમેળે શીખ્યા હતાં.ભારતમાં સ્ટેજ પર મિમિક્રી ની આઈટમ રજૂ કરનાર પ્રથમ કલાકાર નરેશકુમાર હતા.નરેશકુમાર વિવિધ કલાકારોના અવાજ નીકળતા અને તેઓનો અભિનય કરતા હતા જેવા કે જોહની વૉકર, દિલીપ કુમાર, રાજ કપૂર, દેવાનંદ, શમ્મી કપૂર, મહેમૂદ વગેરે. નરેશકુમારે પોતાની કનોડિયા ફિલ્મ્સ દ્વારા હિન્દીમાં 'છોટા આદમી' ફિલ્મ બનાવી હતી. જેમાં નરેશ કનોડિયા હીરો હતા અને સંગીત મહેશ નરેશે આપ્યું હતું. નરેશ કનોડિયાએ 56 હીરોઇન સાથે હીરો તરીકે ફિલ્મોમાં કામ કર્યું. નરેશ કનોડિયા નું છેલ્લું ફિલ્મ “ધાન્તયા” વર્ષ 2017 માં આવ્યું હતું. “મુઝે લે લો” ફિલ્મનું ગીત “મેરે અંગને મેં તુમ્હારા ક્યાં કામ હૈ” માં નરેશકુમાર તેમના સ્ટેજ શો માં અસ્સલ દેશી બનારસી ઢબે રજૂ કરતાં. કલ્યાણજીભાઇએ એકવાર આ આઈટમ જોઈ અને તે એમને એટલી ગમી ગઈ કે પછીથી ફિલ્મ 'લાવારિસ' માં અમિતાભ બચ્ચન પાસે આ ગીત ગવડાવ્યું.'ઢોલા મારુ' ફિલ્મ ના વખતે હાલોલ-પાવાગઢ પાસે એક ખાઈ ના લોકેશન પાસે શૂટિંગ હતું. ત્યારે લાકડાનો પુલ તૂટી જતા ઘોડાનું મૃત્યુ ખાઈમાં પડી જવાથી થયું હતું જયારે નરેશકુમારનું મુશ્કેલીભર્યા સંજોગોમાં આપબળે બચી ગયા હતા. નરેશકુમારની કારકિર્દી જયારે ટોચ પર હતી ત્યારે પોતાના પરિવારને સમય આપી શકતા નહિ. છેવટે કંટાળીને તેમની પત્ની રાતનબેને એ તેમને કહ્યું કે."સાહેબ, બધાને તારીખો આપી દીધી હવે આ બાળકો ને ક્યારે સમય આપશો અને મને કયી તારીખ આપશો?" આ પરથી આપણે વિચારી શકીએ છીએ કે તેઓ કેટલા વ્યસ્ત રહેતા હશે!
જેઠાણી ઉમાબેન અને દેરાણી રતનબેન 46 વર્ષ સુધી બે બેહનોની જેમ રહ્યા હતા. મહેશકુમાર અને ઉમાબેનના લગ્નના 18 વર્ષ પછી 14 જુલાઈ, 1976 ના રોજ દીકરી પૂજાનો જન્મ થયો હતો.પિતાજી મહેશકુમારની જેમ દીકરી પૂજા નો પણ અવાજ ખુબ જ મધુર હતો.તેમણે પણ ઘણા આલ્બમ બાર પાડ્યા. નરેશકુમારના મોટા પુત્ર સૂરજનો જન્મ 22 માર્ચ, 1968 ના રોજ થયો હતો. સૂરજ કનોડિયા મુંબઈના લોખંડવાલા માં મ્યુઝિકલ રિવર નામનો અત્યંત આધુનિક રેકોર્ડિંગ સ્ટુડિયો વસાવેલો છે. હિતુનો જન્મ 21 ફેબ્રુઆરી, 1970 ના રોજ મુંબઈમાં થાય હતો. હિતુ 'વણઝારી વાવ' માં બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી. હિતુ કનોડિયાની પેહલી ગુજરાતી ફિલ્મ 'મનડાનો મોર' હતી. હિતુ કનોડિયા ના લગ્ન મોના થીબા જોડે થયેલ છે. હિતુ કનોડિયા એ પણ 50 થી વધુ ગુજરાતી ફિલ્મો માં હીરો તરીકે કામ કરીયુ છે. મોના થીબા એ પણ ગુજરાતી ફિલ્મો માં હિરોઈન તરીકે કામ કર્યું છે. હિતુ કનોડિયા હાલ ભારતીય જનતા પાર્ટી ની ઇડર ની બેઠક પર ના ધારાસભ્ય છે. અને રાજનીતિ માં પણ બહોળો અનુભવ ધરાવે છે.સૂરજે બાપા મહેશકુમારનો સંગીતનો વારસો મેળવ્યો જયારે નાના ભાઈ હિતુએ પિતા નરેશકુમારની અભિનય નો વારસો સંભાળ્યો.નરેશકુમારની એક દીકરી છે જેનું નામ સરજુ છે. તેમનો જન્મ 20 જાન્યારી, 1972 માં થયો હતો.
વર્ષ 1990 માં મહેશકુમારને ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ લોકસભાની બેઠકની ઓફર કરાયી. જેમાં તેમનો જ્વલંત વિજય થયો.આ સમયગાળા દરમિયાન તેઓએ પોતાના મતવિસ્તારમાં રેલ્વેની નવી લાઈનની મંજૂરી અપાવી અને શરૂ કરાવડાવી.તેઓ 1990 થી 2000 સુધી ચાર વાર લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા.જે પરથી આપણે જાણી શકીએ છીએ કે તેમની લોકચાહના કેટલી હશે! મહેશકુમારની જેમ નરેશકુમારે પણ ભારતીય જનતા પાર્ટી માંથી વડોદરા જિલ્લાની કરજણ શિનોર વિધાનસભામાંથી ચૂંટણી જીત્યા.22 એપ્રિલ, 2008 ના દિવસે મહેશકુમારના પત્ની ઉમાબેનનું અવસાન થયું.પોતાના વતન કનોડા ગામમાં વર્ષ 1987માં 'મહેશ-નરેશ આરોગ્ય ધામ' નામની હોસ્પિટલ બંધાવી તથા પોતાના ગામમાં પોતાના કુળદેવી હરસિદ્ધ માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ પણ કરાવ્યું.
નરેશ કનોડિયા ને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે વર્ષ 2005 માં ગુજરાતી ફિલ્મ માટે મિલેનિયમ મેગાસ્ટારનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો.રિલાયન્સ બિગ એન્ટરટેઇન્મેન્ટ એવોર્ડ સમારંભમાં તેમને રામ-લક્ષ્મનો એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.ગુજરાત સરકાર, મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને સામાજિક સંસ્થાઓએ તેમને ઘણા બધા એવોર્ડ આપીને તેમનું બહુમાન કર્યું. મશહૂર જાદુગર શ્રી કે.લાલે કહેલું, “ભગવાન રામ અને લક્ષ્મણને આપણે જોયા નથી તેમના વિષે સાંભળ્યું છે અને વાંચ્યું છે પરંતુ આ બે ભાઈઓ નો પ્રેમ હું વર્ષોથી જોતો આવ્યો છું.તેમને જોઈને હું રામ-લક્ષ્મણ ભાઈઓ નો પ્રેમ કેટલો પ્રગાઢ હશે તેની કલ્પના કરી શકું છું.” આ બન્ને ભાઈઓમાં બેમિસાલ હેત, પ્રેમ અને દો જીસ્મ એક જાન જેવો કુદરતનો જરૂર કોઈ ચમત્કાર હોવો જોઈએ. બન્ને ભાઈઓ સ્ટેજ પર સાથે, ફિલ્મોમાં સાથે, રાજકારણમાં સાથે અને મૃત્યુ વખતે પણ સાથે રહ્યા! ઘણીવાર એવું બન્યું કે મહેશને તાવ આવે ત્યારે નરેશને પણ તાવ હોય બન્ને ને ખાંસી પણ સાથે જ થાય. કોઈ પ્રવાસ માં બન્ને ભાઈઓના હોઠ પર કોઈ એક જ ગીત સરી પડે. નરેશકુમારને હૃદયનો હુમલો આવ્યો ત્યારબાદ મહેશને પણ હૃદયનો હુમલો આવ્યો. બન્ને લોકો એ બાયપાસ સર્જરી પણ કરાવી. નરેશકુમાર લક્ષ્મણની જેમ સાથે રહ્યા અને તેમની સેવા ચાકરી કરી.
મરણોપરાંત ભારત સરકારે આ બન્ને ભાઈઓ ને વર્ષ 2021 માં "પદ્મભૂષણ એવોર્ડ" આપીને નવાજ્યા. મહેશકુમારનું નિધન લાંબી માંદગી બાદ અમદાવાદમાં તારીખ 25 ઓક્ટોબર, 2020 (83 વર્ષ) અને નરેશકુમારનું નિધન કોરોના મહામારી દરમિયાન અમદાવાદમાં તારીખ 27 ઓક્ટોબર, 2020 (77 વર્ષ) ફક્ત બે દિવસના અંતરમાં બન્ને ભાઈઓ ભગવાનને પ્યારા થઇ ગયા હતા.એમનું એક લોકપ્રિય ફિલ્મ 'મેરુ માલણ' નું ગીત છે જે તેમને સાર્થક થાય છે: "નાના છીએ મોટા થઈ શું, તોય કદીના ના છેટા પડશું, સાથે હરશું, સાથે ફરશું, સાથે જીવશું, સાથે મરશું...." બંને ભાઈઓ માટે - "બે શરીર એક આત્મા કહી શકાય"....
દિલ થી સલામ છે આ બંને ભાઈઓ ને, કે બહુજ વિકટ પરસ્થિતિમાં આપબળે ખુબજ લોકચાહના અને સિદ્ધિઓ મેળવી. કોટી..કોટી..વંદન.....
સૌજન્ય: નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ. પુસ્તક: સૌના હૃદયમાં હરહંમેશ મહેશ-નરેશ, આલેખક: શ્રી જી.એમ.હિરાગર