કંકાવટી/મંડળ ૧/૨. ચાંદરડાની પૂજા
Appearance
< કંકાવટી
← ૧. પોષી પૂનમ | કંકાવટી ૨. ચાંદરડાની પૂજા ઝવેરચંદ મેઘાણી |
૩. આંબરડું ફોફરડું → |
[નાની નાની કન્યાઓ સાંજ સમયે તારાને ઊગતો નિહાળતાંની વાર જ બોલી ઊઠે -]
[પછી કલ્પિત કંકુ ચોખા ઉડાડી, હાથ નાંખીને અંતરિક્ષમાં દુખણાં લઈ -]
ચાંદરડાની પૂજા
"એલી એય! જો ચાંદરડું ઊગ્યું!"
એટલું કહી, હાથની ખોટી ખોટી કંકાવટી કરી, તારાની સામે કલ્પિતકંકુના કલ્પિત છાંટા ઉરાડવા માડે અને બોલવા લાગે:
પે'લું ચાંદરડું મેં પૂજ્યું
પછી મારા વીરે પૂજ્યું
આભલું ડાભલું
કૂરડીમાં સાકર
ભાઈબાપ ઠાકર
દરિયામાં દીવો
ભાઈબાપ જીવો.
આભલા ડાભલા, સૂડી વચ્ચે સોપારી,
સોનાના બે ગાભલા, મારો ભાઈ વેપારી.
ધાન ખાઉં ધૂડ ખાઉં
મારા ભાઈ ઉપરથી ઘોળી જાઉં!