મુખપૃષ્ઠ
વિકિસ્રોતમાં આપનું સ્વાગત છેએક મુક્ત સાહિત્યસ્રોત જેમાં કોઈ પણ ઉમેરો કરી શકે છે |
|
વિકિસ્રોત એક એવું ઓનલાઇન પુસ્તકાલય છે જેમાં મુક્ત સાહિત્ય પ્રકાશનો મળી રહે છે અને જેનું સંચાલન અમારો સમુદાય કરે છે. અમારી પાસે અત્યાર સુધીમાં ૨,૫૪૯ કૃતિઓ આવી છે. યોગદાનની શરૂઆત કેવી રીતે કરવી તે જાણવા માટે અમારા સમાવેશ માટેની નીતિ અને મદદ માટેનાં પાનાં જુઓ તથા શું-શું યોગદાન કરી શકાય તેમ છે તે જાણવા માટે સમુદાય પ્રવેશિકાની મુલાકાત લો. સભાખંડમાં પ્રશ્નો પુછવામાં અને પાટી પર લખવાનો મહાવરો કરવામાં ખચકાટ અનુભવશો નહિ. |
| શ્રેણીઓ • મદદનાં પાનાં • સૂચિ • જાહેર ઇનકાર | સભાખંડ • દાન (ફાળો) • સમુદાય પ્રવેશિકા • સમાચાર |
| જે તે મૂળાક્ષરથી શરૂ થતા બધાં જ લેખો જોવા માટે તેના પર ક્લિક કરો |
| ૦-૯ | અ | આ | ઇ | ઈ | ઉ | ઊ | એ | ઐ | ઓ | ઔ | અં | ક | ખ | ગ | ઘ | ઙ | ચ | છ | જ | ઝ | ઞ | ટ | ઠ | ડ | ઢ | ણ |
| શ્રેણી | ત | થ | દ | ધ | ન | પ | ફ | બ | ભ | મ | ય | ર | લ | વ | શ | ષ | સ | હ | ક્ષ | ત્ર | જ્ઞ | ઋ | ૠ | ૐ | શ્ર | અઃ |
સહકાર્યઅમે ઈચ્છીએ છીએ કે આ એક વ્યક્તિગત કાર્ય ન રહેતા આપણા સહુનું સહિયારું સ્વપ્ન બની રહે અને તેને માટે સહુ કોઈનો સાથ અને સહકાર અગત્યનો છે. સાથે સાથે એટલું જ અગત્યનું છે સહકાર્ય. હા, સહકાર્ય, આપણા સહુ દ્વારા અને સાહિત્યના ક્ષેત્રમાં કાર્યરત અનેકવિધ સંસ્થાઓ દ્વારા. આ માટે આપણે આવી સંસ્થાઓ, પુસ્તકાલયો અને પ્રકાશનગૃહો સાથે સહકાર સાધીને તેમને સાથે લઈ ચાલવું રહેશે. શું આપ આ કાર્યમાં અમારી મદદ કરી શકો તેમ છો? આપ એવી કોઈ સંસ્થાને કે સંસ્થાના પ્રતિનિધીને ઓળખો છો જે આ મુક્ત સાહિત્યસ્રોતમાં તેમની પાસે રહેલું પ્રકાશનાધિકારથી મુક્ત સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થઈ શકે? જો આનો ઉત્તર હા હોય તો અત્યારે જ અહીં તે વિષે અમને જણાવો જેથી આપણે આગળ તેની ચર્ચા કરી શકીએ. હાલમાં આ જ સહકારી કાર્ય યોજના અંતર્ગત અમે ઝવેરચંદ મેઘાણીની રચના સોરઠ, તારાં વહેતાં પાણી પર કાર્ય કરી રહ્યા છીએ. જો આપ પણ આ સહકાર્યમાં જોડાઈને યોગદાન કરવા ઈચ્છતા હોવ તો આપને ભાવભર્યું આમંત્રણ છે. આપની ઈચ્છા અહિં જણાવો. આ કાર્યયોજનાના સંચાલક શ્રી આપનો સંપર્ક કરીને આપને પૂરતું માર્ગદર્શન આપશે. |
રૂપક કૃતિરચનાત્મક કાર્યક્રમએ મહાત્મા ગાંધીએ ૧૯૪૫માં લખેલું એક નાનકડું પુસ્તક છે.
ગાંધીજીએ તે સમયે સમાજમાં નડી રહેલી સમસ્યાઓ જેવીકે, કોમી એકતા, અસ્પૃશ્યતા, વગેરે પર ટૂંકી નોંધો લખી છે. મૂખ્યત્વે ગાંધીજીએ આમાં પોતાના વિચારો રજૂ કર્યા છે, અને સ્વરાજની લડતમાં આ બધી સમસ્યાઓ કેવી રીતે નડે છે તે વિષે વાત કરે છે. આ સાથે તેમનો ઉદ્દેશ સહુકોઈને સ્વરાજ માટે લડતા કરવાનો તથા એક કરવાનો છે. કોમી એકતા અને અસ્પૃશ્યતાનિવારણની માફક દારૂબંધીની બાબત રાષ્ટ્રીય મહાસભાના કાર્યક્રમમાં છેક ૧૯૨૦ની સાલથી સમાવવામાં આવી છે, છતાં એ અત્યંત જરૂરી સામાજિક તેમ જ નૈતિક સુધારાના કામમાં મહાસભાવાદીઓએ જે રસ લેવો જોઈતો હતો તે લીધો નથી. આપણે આપણું ધ્યેય અહિંસક પુરુષાર્થને રસ્તે મેળવવું હોય તો અફીણ, દારૂ વગેરે પદાર્થોના વ્યસનમાં સપડાયેલાં આપણાં કરોડો ભાઈબહેનોનું ભાવિ ભવિષ્યની સરકારની મહેરબાની કે મરજી પર લટકતું ન રાખીએ. આ બદી દૂર કરવાના કાર્યમાં દાક્તર લોકો સૌના કરતાં અસરકારક તેમજ ઉપયોગી ફાળો આપી શકે. દારૂના તેમજ અફીણના પંજામાં સપડાયેલા વ્યસનીઓને તેમાંથી છોડાવવાના ઉપાયો તેમણે ખોળી કાઢીને અજમાવવા જોઈશે. આ સુધારાના કાર્યને આગળ વધારવામાં સ્ત્રીઓને અને વિદ્યાર્થીઓને ખાસ તક છે. પ્રેમથી કરેલી સેવાનાં અનેક નાનાંમોટાં કાર્યો દ્વારા તે બંને વર્ગો વ્યસનીઓના દિલ પર એવો કાબૂ જમાવશે કે પોતાની ભૂંડી કુટેવ છોડવાને પોતાનાં આ પ્રેમાળ સેવકોએ કરેલી અરજ કાને ધર્યા વિના તેમનો છૂટકો નહીં થાય. |
તાજી ઉમેરેલી કૃતિઓ
તાજી ઉમેરેલી કૃતિઓ પૈકી અમુકની આંશિક યાદી (ઉમેરો)
|
મુખ્ય શ્રેણીઓ |
વિકિસ્રોતની અન્ય સહપરિયોજનાઓવિકિસ્રોત વિકિમીડિયા ફાઉન્ડેશન નામની સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે, જે અન્ય ઘણી બહુભાષી તથા પ્રકાશનાધિકાર મુક્ત પરિયોજનાઓ ચલાવે છે:
|