કંકાવટી/મંડળ ૨/૨. બીજ માવડી
Appearance
< કંકાવટી
← ૧. જાઈ રૂડી | કંકાવટી ૨. બીજ માવડી ઝવેરચંદ મેઘાણી |
૩. મુનિવ્રત → |
બીજ માવડી
અજવાળી બીજનું આ નાનકડું વ્રત છે. મહિને મહિને બીજનો ચંદ્ર ઊગે. તેને આકાશમાથી પારખી લેવા છોકરાં ટોળે વળે. રૂપાના તાંતણા જેવી પાતળી ચંદ્રલેખાને જોતાં જ છોકરાં બોલે :
બીજ માવડી !
ચૂલે તાવડી
બે ગોધા ને એક ગાવડી.