લખાણ પર જાઓ

કલાપીનો કેકારવ/ખોવાતું ચિત્ત

વિકિસ્રોતમાંથી
← વ્હાલાં કલાપીનો કેકારવ
ખોવાતું ચિત્ત
કલાપી
જેને વીતી ગઈ →


ખોવાતું ચિત્ત

નયને જલ એ વહતાં રડતો !
સુખમાં પછી હું ન મ્હને ગમતો !
મુજથી પણ આ મુજ ચિત્ત બને ગુમ
એ સહવું ક્યમ ? ના સમજ્યો !

ઉર બ્હાર વહી જ ઉરત્વ જતું !
જલથી જ્યમ દૂર જલત્વ બને, અહ !
મીન ગરીબ રહે : ન મરે, અહ !
એ સહતાં ય સહ્યું ન થતું !

૨૫-૫-૯૮