લખાણ પર જાઓ

કલાપીનો કેકારવ/છાના રોશું દર્દે

વિકિસ્રોતમાંથી
← જાગૃતિનું સ્વપ્ન કલાપીનો કેકારવ
છાના રોશું દર્દે
કલાપી
દૂર છે →


છાના રોશું દર્દે

ડસડસ કાં ત્હારાં દગ જોતાં!
આમ ગરીબી શાને રોતાં?
શાને આમ નિસાસા લે છે?
                          શી પીડા હૈયે છે?

રે! મ્હારૂં શું એ હૈયે છે?
મ્હારા કાંટા ખૂંચે મુજને,
ના રોશું જો એ દુઃખ તુજને,
                        ના સુખ ત્હારાં દર્દે;

મુજને ના દુઃખ શું તુજ દર્દે?
વ્હાલી! છાના રોશું દર્દે?
નિસાસા લેવાથી શું છે?
                        મ્હારે વા રોવાથી શું છે?

ગીતો કૈં ગાવાથી શું છે?
એ તુજને જો દહતાં દર્દે,
                       છાના રોશું દર્દે!

૮-૫-૯૭