ન્હાના ન્હાના રાસ/વેણ
Appearance
← ઝીણા ઝીણા મેહ | ન્હાના ન્હાના રાસ - ભાગ ૧ વેણ ન્હાનાલાલ કવિ |
દંશ → |
૪૭
વેણ
આકાશ ઉભું ધરી ઉદયાચળ થાળમાં;
આકાશે નાખ્યું મ્હેં વેણઃ
વેણ મ્હારૂં નન્દવાણું રે.
પ્રારબ્ધ આવ્યું ભરી ફૂલડાંની છાબડી;
ફૂલડાંનું નાંખ્યું મ્હેં વેણઃ
વેણ મ્હારૂં નન્દવાણું રે.
ઉતરી વિધાત્રી લઇ કુંકુમકંકાવટી;
કુંકુમનું નાંખ્યું મ્હેં વેણઃ
વેણ મ્હારૂં નન્દવાણું રે.
દેવી પધાર્યાં, હતી રસભીની આંખડી;
રસ કેરૂં નાંખ્યું મ્હેં વેણઃ
વેણ મારૂં નન્દવાણું રે.
વેણ નન્દવાણું, સૌભાગ્ય નન્દવાણું;
મ્હારૂં એક અદ્વિતિય વેણુઃ
વેણ મ્હારૂં નન્દવાણું રે.