બીરબલ અને બાદશાહ/આ બંને ઉદાશ કેમ ?
Appearance
← દીવા નીચે અંધારૂં | બીરબલ અને બાદશાહ આ બંને ઉદાશ કેમ ? પી. પી. કુન્તનપુરી |
બુદ્ધિવાન તેજ બળવાન → |
એક દીવસે શાહે બીરબલને પૂછ્યું કે,'બ્રાહ્મણ તરસ્યો કેમ રહ્યો? અને ગધેડો ઉદાસ કેમ થયો?' શાહનું આવું ચમત્કારીક વાક્ય સાંભળી બાહોશ બીરબલે એકજ શબ્દમાં બંનેનો ઉત્તર આપતાં કહ્યું કે 'સરકાર ! બ્રાહ્મણ પાસે લોટો ન હોવાથી તે પાણી પીધા વગર રહ્યો. અને ગધેડાને લોટવાનું ન મળવાથી તે ઉદાસ થયો.' બીરબલનો આ તાત્કાલીક જવાબ સાંભળી શાહ ઘણો ખુશી થઈ, ખુશાલીના બદલામાં બીરબલને ઈનામ આપી રીઝવ્યો.