લખાણ પર જાઓ

બીરબલ અને બાદશાહ/પાનમાં પાન કયું મહોટું ?

વિકિસ્રોતમાંથી
← અકલ શું નથી કરી શકતી ? બીરબલ અને બાદશાહ
પાનમાં પાન કયું મહોટું ?
પી. પી. કુન્તનપુરી
નીમકહરામ કોણ ? →


વારતા ઓગણસાહઠમી.
-૦:૦-
પાનમાં પાન કયું મ્હોટું ?
-૦:૦-
પામે આદર માન, ગુણથી સહુકો સર્વદા.

એક સમે શાહે દરબારીઓને પુછ્યું કે, 'સઊથી મોટું પાન કઇ વનસ્પતીનું ગણવું ? શાહનો આ સવાલ સાંભળી કોઇ કેળનું તો કોઇ સાગનું તો કોઇ કમળનું પાન મોટું છે એમ કહેવા લાગ્યા, પરંતુ શાહે તે એકેની વાત કબુલ રાખી નહીં, છેવટે બીરબલને પુછ્યું. બીરબલે કહ્યું કે, 'સૌથી પાન નાગરવેલનું મોટું છે. કેમકે તે નામદાર સરખાના મુખ સુધી પહોંચે છે. માટેજ તેનેજ બધામાં મોટું સમજવું. બીજા પાન આકારમાં મહોટાં છે પણ અધીકારમાં મહોટાં નથી માટે શું કામના ?' આ જવાબ સાંભળી શાહ ઘણો ખુશી થયો. અને બીરબલના ગુણ ગાઇ, બીરબલને રીઝવ્યો.

સાર - જેમાં ગુણ હોય તેજ મહોટામાં ગણાય.


-૦-