લખાણ પર જાઓ

બીરબલ અને બાદશાહ/હથેલીમાં હાથી ડુબ્યો

વિકિસ્રોતમાંથી
← બે ભેદ ભરેલા મુસાફરો બીરબલ અને બાદશાહ
હથેલીમાં હાથી ડુબ્યો
પી. પી. કુન્તનપુરી
દાંત આપ્યા છે તે ચાવણું આપશેજ →


વારતા છનુમી
-૦:૦-
હથેલીમાં હાથી ડુબ્યો
-૦:૦-


એક દીવસે એક બેગમ સવારના પહોરમાં ઉઠી મુખ ધોતી હતી તે વખતે કપાલ ઉપર ચોડેલો રત્નજડીત ચાંદલો તેના હાથમાં આવી પડ્યો. બેગમાં સાહેબ પોતાના કપાળમાં ચાંદલો ચોડેલો છે એવી વાત ભુલી ગઈ હતી તેથી મોઢું ધોતાં તે પાણીમાં પડ્યો . આ ચાંદલામાં હાથીનું ચીત્ર હતું. તેથી જાણે હથેલીમાં હાથી ડુબ્યો ન હોય ? એવો ભાસ થતો હતો. આ વાત બેગમે શાહને કહી. થોડીવાર પછી ગંગ વગેરે ત્યાં આવ્યા તેમને શાહે પુછ્યું કે, હથેલીમાં હાથી કેમ ડુબ્યો !

ગંગે કહ્યું કે, સરકાર  ! એમાં તો કાંઇક રસાલંકાર જણાય છે. સાંભળો :-


સવૈયા
સોલ સિંગાર સજી અતિ સુંદર, રેન રમી સો પિયા સંગ રાની,
ઉઠ પ્રભાત કલામુખ ધોવત, ટીકી ખસીં હથેલી લીપટાની.

તામે ચિત્ર હતો ગુજરાજ, અજીવક બુબક કાહુ પીછાની,
કવિ ગંગ કહે સુન શાહ અકબર, ડુબત હાથી હથેરીકે પાની.

ગંગનું બોલવું સાંભળી આનંદ પામી શાહે કહ્યું કે 'બારોટજી ! કાંઈક બીજું સંભળાવો

ગંગે કહ્યું કે, 'જેવો માલેકનો હુકમ!'


સવૈયા

જ્ઞાન ઘટે કોઈ મુંઢકી સંગત, ધ્યાન ઘટે બીન ધીરજ લાએ
પ્રીત ઘટે કોઈ મુંગેકે આગે, ભાવ ઘટે નિતહિ નિત જાએ.
શોમ ઘટે કોઈ સાધુકી સંગત, રોગ ઘટે કુછ ઓખડ ખાએ.
કવિ ગંગ કહે સુન શાહ અકબર, દારીદ્ર કટે હરિ ગુણ ગાએ.

આ વાણી સાંભળતા જ શાહ બહુ ખુશી થઈ ગંગને શાબાશી આપી.

બીરબલ આ લાગ જોઈ વધારે વાણી વિનોદ કરાવવાના વીચારથી કહ્યું કે, હજુર ! ગંગ બારોટ તે કાંઇ જેવા તેવા છે ! બારોટમાં શિરોમણી છે.' ગંગે ધીમેથી કહ્યું કે, ' એ બધો પ્રતાપ નામવર શાહનો છે.'

બીરબલે કહ્યું કે, ' પણ એમાએ પોતામાં રતિ જોઈએ. રાત વગરનું કાંઈ નથી.'

ગંગે કહ્યું કે, 'પુરૂષમાં જ્યાં સુધી રતિ ન હોય ત્યાં સુધી તે નકામો છે. સાંભળો.'


સવૈયા

રતિબિન રાજ રતિબિન પાટ, રતિબિન છત્ર નહિ એક ટીકો.
રતિબિન સાધુ રતિબિન સંત, જોગ ન હોય જતીકો.
રતિબિન માત રતિબિન તાત, રતિબિન માનસ લાગત ફીકો.
કવિ ગંગ કહે સુનો શાહ અકબર, નર એક રતિબિન એક રતિ કો.

હજુર ! રતિ વગર બધુંજ ફોકટ છે.' આ સાંભળી શાહે તેને શાબાશી આપી.


દુહો

સબ નદીઅનકો નીર હે, ઉજ્વલ રૂપ નિધાન,
શાહ પુછે કવિ ગંગકું જમુનાક્યું ભઈ શ્યામ?

કેટલીકવાર સુધી કેટલોક વિનોદ ચાલ્યા પછી શાહે પુછ્યું કે, 'ગંગજી ! બધી નદીઓના પાણી ઉજળા છે છતાં આ જમુનાનદીના પાણી કેમ કાળા છે ?'

ગંગે કહ્યું કે, 'ખાવીંદ ! અબ સુનીએ.


સવૈયા

જા દિનતેં જદુનાથ ચલે, બ્રજ ગોકુલસેં મથુરાં ગિરિધારી.
તાં દિનતે બ્રજનાયિકા સુંદર, રંપતિ ઝંપતિ કંપતી પ્યારી.
ઉનકે નેનકી સરિતા ભઈ, (જેસે) શંકર સીસ ચલે જલભારી.
કવિ ગંગ કહે સુન શાહ અકબર, તાં દિનતે જમુના ભઈ કારી.

શાહ આ સાંભળી વધારે આનંદ પામ્યો. અને એક કીમતી સરપાવ ગંગને આપ્યો.

-૦-