મીરાં ભક્તિ કરેરે પ્રકટકી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
મીરાં ભક્તિ કરેરે પ્રકટકી
મીરાંબાઈ



મીરાં ભક્તિ કરેરે પ્રકટકી



મીરાં ભક્તિ કરે રે પ્રકટકી ! નાથ તુમ જાનત હો સબ ઘટકી; (ધ્રુ.૦)
રામમંદિર મીરાં દર્શન આવત, તાલ બજાવત ચટકી,
પાયલ ઘુઘુરું રુમઝુમ વાગત, લાજ સંભાળો ઘુંઘટકી ! મીરાં૦
ધ્યાન ધરત મીરાં ધરણીધરનકો ને સેવા કરત ખટપટકી,
શાલિગ્રામકું તુલસી ચ્હડાવત, ભાલ તિલક, માંહી ટપકી ! મીરાં૦
વિખના પ્યાલા રાણાજીએ ભેજ્યા ને સાધુ સંગત મીરાં અટકી,
હરિચરણામૃત કરી પી ગઈ મીરાં, જેસી જાનત અમૃત ઘટકી. મી૦
સુરદોરપર ચલી એક ધારા ને સીર ગગરીપર મટકી,
બાઈ મીરાં કહે પ્રભુ ગીરધર નાગર, એસી સુરત બની જ્યમ નટકી ।
મીરાં ભક્તિ કરેરે પ્રકટકી!