રસિકવલ્લભ/પદ-૫૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પદ-૫૨ રસિકવલ્લભ
પદ-૫૩
દયારામ
પદ-૫૪ →


પદ ૫૨ મું

જ્ઞાની તે મહા અજ્ઞાનીજી, પ્રભુપણું પોતે બેઠા માનીજી;
ધર્મદાસનો સઘળો તાગેજી, તે ક્યમ પરમેશ્વર પ્રિય લાગેજી.
હું સાગર છું બોલે લવણજી, સત્ય કહે તે વાણી કવણજી;
જીવ કદાપિ બ્રહ્મ ન થાયજી, નદી ઉલટી વહી મૂળ ન સમાયજી.

ઢાળ

જ્યમ મૂળમાં ન સમાય નદી, ત્યમ જીવ સમાય ન બ્રહ્મ;
એમ કાર્ય કારણ નિરંતર છે, મુગ્ધ ન લહે મર્મ.

હરિ પર્ણ જીવ રકાર ક્રમ, એક કર્મ રૂપે હોય;
ભળી ગયાનો આકાર, અધ શિર છત્ર સેવક જોય.
સનકાદિ વિષ્ણુ વિલોકી કહ્યું, અધિક સ્વરૂપાનંદ;
અમો બ્રહ્માનંદ પણ અનુભવ્યો છે, આ થકી અતિ મંદ.
શુકદેવજી પણ બ્રહ્માનંદ નિમગ્ન હુતા સત્ય;
ઉધ્ધાર કીધો ત્યાં થકી સ્વરૂપાનંદ અધિકો અન્ય.
જો ભિન્ન નહોતા બ્રહ્મથી તો, નીકળ્યા કહો ક્યમ ?
તે માટ્ય માથાકૂટ મૂકી, પૂજ્ય પુરષોતમ.
ભાખિયું ભક્ત્યાચાર્ય માર્ગ, જ્ઞાન ભ્રાંતિ મૂળ;
જન દયાપ્રીતમ સેવવા, તેને નહિ અનુકૂળ.