સરસ્વતીચંદ્ર ભાગ ૧

વિકિસ્રોતમાંથી
(સરસ્વતીચંદ્ર - ૧ થી અહીં વાળેલું)
સરસ્વતીચંદ્ર — ૧
ગોવર્ધનરામ ત્રિપાઠી



સરસ્વતીચંદ્ર.


નવલકથા.

ભાગ ૧.

બુદ્ધિધનનો કારભાર.



કર્તા,

સદ્ગત સાક્ષરશ્રી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી,
બી. એ., એલએલ. બી., વકીલ, મુંબઈ હાઈકોર્ટ


આઠમી આવૃત્તિ

પ્રકાશક,

૨મણીયરામ ગોવર્ધનરામ ત્રિપાઠી.


સર્વ અધિકાર સ્વાધીન.

મુંબાઈ.

મુખ્ય એજંટ્સ-એન. એમ. ત્રિપાઠી ઍન્ડ કંપની.

સંવત્ ૧૯૭૮. ] ----- [ ઈ. સ. ૧૯૨૨.


મૂલ્ય રુપીયા અઢી.

સ્વ • ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી. બી. એ., એલએલ. બી.

જન્મ : સંવત્ ૧૯૧૧ વિજયાદશમી.
અવસાન : સંવત્ ૧૯૬૩ પૌષ વદ ૫.
તા. ૨૦ મી અૉક્ટોબર ૧૮૫૫.
તા. ૭ મી જાન્યુઆરી ૧૯૦૭.

પ્રથમ આવૃત્તિ, સં. ૧૯૪૩; ઈ. સ. ૧.૮૮૭. પ્રત. ૨૦૦૦.
બીજી આવૃત્તિ સં. ૧૯૪૭; ઈ. સ. ૧૮૯૧ પ્રત. ૩૦૦૦.
ત્રીજી આવૃત્તિ સં. ૧૯પ૨; ઈ. સ. ૧૮૯૬ પ્રત. ૩૦૦૦.
ચોથી આવૃત્તિ સં. ૧૯૫૮; ઈ. સ. ૧૯૦૨ પ્રત. ૩૦૦૦.
પાંચમી આવૃત્તિ, સં. ૧૯૬૪; ઈ. સ. ૧૯૦૮. પ્રત. ૩૦૦૦.
છઠ્ઠી આવૃત્તિ સં. ૧૯૬૮; ઈ. સ. ૧૯૧૨ પ્રત. પ૦૦૦.
સાતમી આવૃત્તિ સં. ૧૯૭૪; ઈ. સ. ૧૯૧૮ પ્રત. ૩૦૦૦.
આઠમી આવૃત્તિ સં. ૧૯૭૮; ઈ. સ. ૧૯૨૨. પ્રત. ૫૦૦૦.




Printed by Ramchandra Yesu Shedge, at the Nirnaya-Sagar
Press, 23, Kolbhat Lane, Bombay.
and
Published by Ramaniyaram Govardhanram Tripathi, at
Morarji Gokuldas Chawls, Girgam, Bombay No 4.





[ ફેબ્રુઆરી ૧૯૨૨. ]

<poem>

"Man's hour on earth is weakness, error, strife. * * * "Even in his darkest hours "still doth he war with Darkness and the Powers. "Of Darkness; – for the light he cannot see . "still round him feels – and, if he be not free, "Struggles against this strange captivity.”

Goethe's Faust.

"Bends and then fades silently "One frail end fair anemone.”

Shelley's Prometheus Unbount.
"Some Star

* * Climbs and wanders through steep night * * * * * * * * * * * “Ere it is borne away, away, “By the swift Heavens that cannot stay, * * * * * * * * * * * “And the gloom divine is all around.”— Ibid.




સરસ્વતીચંદ્ર ભાગ પ્હેલો તથા ભાગ બીજો નામદાર
મુંબાઈ ઈલાકાની સરકારે ઈન્ડિયન સીવિલ સર્વીસની હાયર
પરીક્ષા માટે ટેક્સ્ટ બુક તરીકે પસંદ કર્યાનું - તા૦ ૧૮ મી
જુલાઇ ૧૯૧૨ ના સરકારી ગેઝીટમાં પ્રસિદ્ધ કર્યું છે.
તથા
મુંબાઈ યુનિવર્સિટીની એમ્. એ. ની પરીક્ષા માટે
સરસ્વતીચંદ્ર (ભાગ ૧ થી ૪) ટેક્સ્ટ બુક તરીકે પસંદ
કરવામાં આવી છે.

PREFACE

Novels have in these days become an universal luxury and in competing for public interest have succeeded to an extent almost unrivalled. The very natural result has been that the bulls of fiction in the West has ceased to aspire beyond an artistic display of such of the sentimental and emotional idiosyncracies of mankind as happen to tickle the fancy of the ordinary reader. It is however certain – and the higher class of novelists never fail to recognise and claim - that the functions of the novel are more numerous, higher, and more sacred than the mere pandering to the taste of the n૦vel-reading public.

The writer of these pages admits that the origin of his undertaking was in the first instance neither so ordinary nor so ambitious. Like all who live and look around, he had his memoranda of what may be called the substrata. of this our world of human affairs. When he first desired to give an objective existence to all that was so sketched out in his mind's book, he intended to give it the form of essays. Second thoughts discovered that the reading class in Gujarat were, for various reasons, difficult to reach through abstruse or discursive matter, and that illustrations of real or ideal life would be the best medium, best in the ` sense of being attractive and impressive, for communications like those which the writer has to make. Hence the present contribution.

The conviction has also grown upon him that reality in flesh and blood under the guise of fiction can supply the ordinary reader with subtler moulds and finer casts for the formation of his inner self than abstract discussions and that this is especially so with a people who must be made, and not simply left, to read.

It remains to note that by inducing reality under fiction it is not meant to convey any personal allusion whatever in any part or even a line, of the book. The acutalities of life or locality are referred to only and strictly so far as they belong to any of the varied conditions of life amongst, our people. And even these are on occasions ideal. The ideal and the actual are in some places inseparable


Bombay
April, 1887
}
G. M. T.

પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના.

આજકાલ પૃથ્વી ઉપર એવો સમય આવ્યો છે કે કીર્તિ અમર કરવાનાં સાધન દિવસે દિવસે શક્તિહીન થતાં જાય છે. માનવીની રુચિ કાલ ન હતી એવી આજ થાય છે, અને અાજ નથી તેવી કાલ થશે. ભવિષ્યમાં એ રુચિને કીચો પદાર્થ પ્રિય લાગશે એ વર્તમાન કલ્પવું પણ કઠિણ છે. પ્રતિદિવસે વધતા શોધોના આ સમયમાં શાસ્ત્રીય ગ્રંથો પણ આજના કાલ નિરુપયોગી થાય છે, તેમ અપૂર્વ ત્વરાથી નિત્ય નવી થતી રુચિના અા સમયમાં સ્વભાવે ક્ષણજીવી નવલકથાઓ દીર્ઘાયુ થાય અને લખનારને ભવિષ્યકાલ સાથે કીર્તિની સાંકળથી સાંધે એ ધારણાથી અનુભવનો બોધ વિરુદ્ધ છે. નાટકોને દ્રષ્ટિમર્યાદામાંથી ખસેડી પાડી તેને સ્થળે માનવીના હાથમાં નવલકથાઓ ઉભરાવા લાગી છે, એ જ અાનું દૃષ્ટાંત છે. ગ્રંથકારના હૃદયમાં કીર્તિનો લોભ અામ નિષ્ફળ અને નિર્જીવ લાગે એ પણ વર્તમાનકાલની એક ઉત્સાહક દશા છે. માલનું મૂલ્ય તેના ઉપયોગીપણા ઉપર આધાર રાખે તો તે ઇષ્ટાપત્તિ છે, અને કીર્તિએ છેડી દીધેલા અાસન ઉપર તે ઇષ્ટાપત્તિની સ્થાપના થાય તો સાહિત્યનો ફલવિસ્તાર સ્થિર મહત્તા ભોગવે એ ઘણે અંશે સંભવિત છે. પરંતુ પાશ્ચાત્ય–દેશોની અવસ્થા અને આપણા દેશ પર પડતી તેની છાયા પ્રધાનભાગે એવી છે કે સંગીન ઉપયોગ ભુલી બાહ્ય સુંદરતાની પ્રત્યક્ષ માયાથી માનવી મોહ પામે છે, અને આથી પ્રધાન વસ્તુને ઠેકાણે ગૌણ વસ્તુનું આવાહન થાય છે. ખરી વાત છે કે, રસના–પ્રત્યક્ષ માયાથી અંતર તત્ત્વ સ્વાદિષ્ટ બની માનવીના અંતર્માં વધારે પચે છે; માયાની સુંદરતા ચિત્તની રસજ્ઞતાને અતિસૂક્ષ્મ, ઉચ્ચાભિલાષી અને વેગવાળી કરી મુકે છે; અને તેથી નવો અવતાર ધરતા મનુષ્યના જીવનને અને અન્ય પ્રાણીઓનો ભેદ વધારે વધારે. સ્પષ્ટ થતો જાય છે. પરંતુ માયાનો લય તત્ત્વમાં થઈ જાય છે. - માયા એ માત્ર તત્વની સાધક છે – માયાનો લક્ષ્ય અંત તે જ તત્ત્વનો આરંભ હોવો જોઈએ – માયાનું અંતર્ધાન થતાં તત્ત્વનો આવિર્ભાવ થવો જોઈએ – માયા - અંડ કુટતાં તત્ત્વ–જીવ સ્ફુરવો જોઈએ; એ વાત ભુલવી જોઈતી નથી. સુંદર થવું એ સ્ત્રીનું તેમ જ નવલકથાનું લક્ષ્ષય છે, પરંતુ એ લક્ષ્યની સંપત્તિ તે માત્ર કોઈ બીજા ગુરુતર લક્ષ્ય પામવાનું પગથીયું છે – એ પગથીયે ચ્હડીને પછી ત્યાં અટકવાથી તે ચ્હડવું નકામું થાય છે – હાનિકારક પણ થાય છે.

ત્યારે નવલકથાનું હાર્દ શું જોઈએ ? નવલકથા કોના હાથમાં જશે – તેનો ઉપયોગ કોણ કેવી દ્રષ્ટિથી કરશે – તે જાણ્યાથી તેનું હાર્દ કેવું રાખીયે તો સફળબોધક થાય તે સમજશે.

૧. સત્યશોધક વર્ગ માનસશાસ્ત્રના અભ્યાસને અર્થે જ નવલકથાઓ વાંચે છે.

૨. સારશોધક વર્ગ નવલકથામાંથી સુંદરતાઆદિ પોતાને રુચતાં તત્ત્વ શોધે છે અને શેષભાગ પડતો મુકે છે.

આ ઉભય વર્ગ સાથે વ્યવહાર રાખવામાં ગ્રંથકારોને નવલકથા એ જ એક સાધન છે એમ નથી. અનેક આકારમાં તેમની સાથે સંબંધ કરાય છે; પરંતુ નવલકથાના ૯હાણામાં એ વર્ગ પણ ભાગ માગશે તે ભુલવા જેવું નથી, કારણ વાચનાર વર્ગમાં એ મુકુટમણિને સ્થાને છે. તેમની સંખ્યા ઘણી ઓછી હોય છે, પરંતુ તેમની પૂજનીયતા – તેમનું બ્રહ્મ વર્ચસ્ – સર્વમાન્ય છે.

૩. ત્રીજા વર્ગની સંખ્યા અગણ્ય છે. નવલકથા વાંચવાની વૃત્તિમાં નીચલાં કારણોમાંથી એક અથવા અનેક તેમને પ્રેરનાર હોય છે:

(ક) વાર્તાની રચનાનો જિજ્ઞાસા૨સ. અા રસ સર્વે બાળકોમાં હોય છે, સ્ત્રીયોનું તે લક્ષણ ગણાય છે, અને ચ્હડતી અવસ્થામાં ઘણાકમાંથી તે જતો નથી.
(ખ) મદન અને સ્ત્રીની વાર્તાઓને વશ થયેલાં ચિત્ત. અાવાં ચિત્ત નવલકથાઓ જેઈ વિહ્નલ બની જાય છે, અને એવી કથાએના અતિસંભોગથી અંતે નિર્વીર્ય થાય છે.
(ગ) કથાઓ વાંચવાનું વ્યસન – અફીણ, દારુ વગેરેનાં વ્યસનજેવું જ; તે છોડ્યું છુટતું નથી.
(ઘ) શાસ્ત્રીય અને કઠિન ગ્રંથો વાંચતાં પડતો શ્રમ. ઘણાંક ભણેલાઓ આળસુ હોય છે અને શ્રમ લેવાની તેમની અનિચ્છાને, વિદ્યાર્થી અવસ્થા છુટતાં વારનાર કોઈ હોતું નથી.
(ઙ) શાસ્ત્રીય વિષયનું અસંસ્કારી રસેન્દ્રિય.
(ચ) નિરક્ષરતા, અને નવરાશ.

ભણેલા તેમ જ અભણ વર્ગનો મ્હોટો ભાગ આ છેલા વર્ગમાં આવી જાય છે અને તેથી જ નવલકથાઓ અાજકાલ દિગ્વિજય પામી દેખાય છે. અા સર્વ વિચારી, ભિન્ન ભિન્ન સર્વ અાવા વાંચનારને જમે ઉધાર કરતાં

સરવાળે હાનિ ન થાય અને લાભ થાય એવી રચના કરવી એ એકેએક કથાકરનો ઉદ્દેશ હોવો જોઈએ; અને વાંચનારની રુચિ શોધી તેને અનુકૂળ પોતે થવું તેના કરતાં તેની સદ્રુચિને જ અનુકૂળ થવાનું રાખી, બીજી રીતે પોતાની અભીષ્ટ સદ્રુચિ વાંચનારમાં ઉત્પન્ન કરવામાં વીર્યવાન્ ગ્રંથકારનું પુરુષત્વ સફળ થાય છે.

જિજ્ઞાસારસને દ્રવતો કરી મિષ્ટ વાર્તા ભેગો ઉપદેશ પાઈ દેવો; પરવશ થતાં જ સુમાર્ગે ચાલે એવાં પુરુષત્વહીન ચિત્તોને સન્મૂર્તિઓની ઉચ્ચ સુન્દરતાના મોહપાશમાં નાંખી સદ્‌વૃત્તના ઘેનમાં ગતિમાન્ થવાનો અવકાશ આપવો; કથાના વ્યસનીને સુકથાથી મદિરા પાઈ સત્કર્મના વ્યસનમાં પડવાનો માર્ગ દેખાડવો; આળસુ વિદ્વાનોમાં સત્પ્રતિભા જગાડવી; સુચિત્રોના મિષ્ટ પરિપાકમાં શાસ્ત્રના સંસ્કારોનો મધુર મધુર સંભાર કરવો; અવકાશવાળાના અવકાશરૂપ ભુંગળામાં સન્મોહની ફુંક મારવી; અને નિરક્ષર જનને તેના ગજા પ્રમાણે અક્ષરલભ્ય જીવનના રસિક ક૨વાઃ અા અને એવા ઘણાક કાવ્યકથાના ઉદ્દેશ આ કથાકારોથી અજાણ્યા નથી અને યુરોપમાં પણ પ્રશસ્ત વર્ગમાં પ્રશસ્ત ગણાય છે. અાપણા શાસ્ત્રકારો તો કહે છે જ કે આવી કથાઓ મિત્રની પેઠે – સ્ત્રીની પેઠે – ઉપદેશ કરે છે.

સાધારણ વર્ગની આ સેવા દુસ્તર નથી એટલી સત્ય અને સારના શોધકોની સેવા ગહન છે; કારણ મનહર થવા કરતાં મનભર થવું એ વધારે સાધન અને શક્તિની અપેક્ષા રાખે છે. પંડિતવર્ગ દેખીતી ક૯પનામાંથી સત્યની ચાળી ક્‌હાડે છે અને તેમના હાથ તેમને યોગ્ય સદ્વસ્તુથી ભરવા એ જ્ઞાન શ્રીમંતની જ શક્તિથી બને એવું છે. જડ વ્યવહારમાં જ પલોટાયેલાં દેખાતાં કેટલાંક ચિત્ત અન્ય ચેતનને અગોચર રહેતાં સ્થાનોમાં પળવાર સંચાર પામી ઉંડી કવિતા અનુભવે છે; તેવાં ચિત્ત દેખીતા વ્યવહાર-ગદ્યની વચ્ચોવચ હૃદયનાં ગાન સાંભળવા ઉત્સુક થાય છે. તેમને તૃપ્ત કરવાં એ પણ કોઈ શુદ્ધ કવિના પ્રાસાદિક મહિમાથી જ સાધ્ય છે. સંસારપંડિત મનુષ્યો નવલ ક૯પનાનાં મંડપ વચ્ચે કીયો ઇતિહાસ, વરરાજા પેઠે, ઉભો છે તે સૂક્ષ્મ દૃષ્ટિથી જુવે છે, અને કેઈ નીતિ, કન્યા પેઠે, વરાવાની છે તે શોધે છે; ટુંકામાં માનવીના બ્રહ્માંડ જેવા ચિત્તની હજારો હજારો વીગતો પંડિતવર્ગ નવલકથાઓમાં શોધે છે તે વીગતનું આ માત્ર દિગ્‌દર્શન જ છે. એ વર્ગને કવચિત્ પણ તૃપ્તિ અપાય તો તે મહાસંતોષની વાત છે.

નવલકથાનું શુદ્ધ હાર્દ આવું છે. કથાનું સ્વરૂપ માયિક હોવું જેઈએ. તે ખરું, પરંતુ ગૌણ પક્ષે જ. હૃદયવિના સ્વરૂપ નિર્જીવ છે - તેના ઉપભોગથી હાનિ જ છે.

આ નવલકથામાં હાર્દ અને સ્વરૂપ કેટલાં સચવાયાં છે તેની તુલના પરીક્ષકને જ હાથે થવી યોગ્ય છે. તથાપિ ગ્રંથકર્ત્તાના કેટલાક વિશેષ ઉદ્દેશ સૂચકરૂપે અત્રે પ્રગટ કરવા તે પણ કથાની સંપૂર્તિ કરવા જેવું છે.

આ ગ્રંથમાં એકથી વધારે કથાઓની કુલગુંથણું છે. ચંથના નાયકને સકુટ આવિર્ભાવ થતાં પહેલાં, ઉપનાયક પ્રથમ ધ્યાન રોકે છે. આથી વાર્તાની સંકલનાનું ઐક્ય રાખવું એવો યુરોપ દેશમાં ચાલતો નિયમ તુંટે છે, પરંતુ એક વાતોની વચ્ચે અનેક વાર્તા દર્શાવતા ઈશ્વરે રચેલા ઈતિહાસોને નિયમ જળવાય છે. કૃત્રિમ નિયમો સાચવવા એ આ ગ્રંથને પ્રધાન ઉદ્દેશ નથી. ઈશ્વરલીલાનું સૌંદર્યે ચિત્ર આપવું એ જ પ્રયાસ છે. માનવીના મલિન વિકારોથી અાખું ધ્યાન રોકવું એ કેટલાક ગ્રંથો નું કર્મ હોય છે. ઈશ્વ૨રષ્ટિમાં એ વિકારો પણ આવી જાય છે એ વાત ખરી છે; તદપિ તે વિકારોમાં અાપણું જીવનની સમાપ્તિ થતી નથી, તે વિકારોના ચિત્રથી અભણ વર્ગને લાભ નથી અને હાનિ છે, તે વિકારોનાં ચિત્ર જાણુ- વાનાં સાધન વિદ્વાન વર્ગને અન્યત્ર એટલે શાસ્ત્રીય ગ્રંથોમાં મળી આવે એમ છે, અને એમ છે એટલે મલિન ચિત્ર ફહાડવાનું કંટાળા ભરેલું કામ આ કથામાં બનતા સુધી ઘણે અંશે દૂર રાખ્યું છે. પૃથ્વી ઉપરનાં માનવીને ઉચે અહુડાવવું હોય તો નીસરણીનું છેક ઉપલું પગથીયું બતાવવું એ તેની હો -મત હરાવવા જેવું છે. પૃથ્વી જ બતાવવી એમાં ઉત્કર્ષ બતાવાતો નથી. આ કારણને લીધે આ ગ્રંથનાં પાત્ર ઉત્કૃષ્ટતમ કર્યો નથી કે વાંચનાર તેમને કેવળ કાલ્પનિક ગણે અને અનુકરણને વિચાર જ ન આવે. તેમ જ લોકવર્ગનાં કેવળ સાધારણ મનુષ્યો જ ચીતર્યો નથી કે ઉત્કર્ષ ને ઉત્સાહક પગથીયું જ જોવામાં ન આવે. અાપણુ સાધારણ વિકારો–ક્ષમા કરવાયોગ્ય નિર્બળતા-તેથી ડગમગતાં પરંતુ સ્થિર થવા, ઉત્કર્ષ પામવા, યત્ન કરતાં માનવીઓનાં ચિત્ર આપ્યાં છે. નિર્મળ માનવીમાં નિર્બળ માનવી પર સમભાવ ઉત્પન્ન થાય, અને તેમ કરતાં, સંસારસાગરમાં બાથોડીયાં મારવાના ઉપાય સુઝે: એ માર્ગનું દિગદર્શન અત્રે ઈચ્છે છે, તેમ કરવામાં મલિન માણુસેોનાં ચિત્ર શુદ્ધ ચિત્રોમાં કાળા લસરકા પેઠે કવચિત અાણવાં પડ્યાં છે; કારણ અશુદ્ધિના અવલોકનથી શુદ્ધિના ગૌરવનું માપ સ્પષ્ટ થાય છે.

વિદ્યા, દ્રવ્ય, અધિકાર, સ્વતંત્રતા અને વિશુદ્ધિ: એ સર્વના પ્રકાશમાં, છાયામાં, અંધકારમાં તથા અધવચ ર્‌હેતાં મનુષ્યોની સ્થિતિયો અને સંક્રાતિયો દર્શાવવા યત્ન કર્યો છે કે સર્વે વાંચનારને કોઈ કોઈ પાત્ર ઉપર સમભાવ થાય અને અનુકરણસારુ ઉપમાન મળે.

માનવી માત્ર સારાસારની મેળવણી જેવું છે. અા જગતમાં સર્વે રીતે સારુ જ અથવા સર્વ રીતે નરસું જ એવું કાંઈ નથી. એ મેળવણી અત્રે દર્શાવવામાં આવી છે અને તેમ કરવામાં અનુભાવક ઉપદેશ કરવો ઈચ્છનીય છે.

વાર્તાનો સમય છેક સમીપનો અને પ્રદેશ આપણી ગુર્જર વસતીનો રાખેલો છે. એટલે, હજીસુધી અાપણા કાનમાં વાગતા ભૂતદશાના ભણકારા, વર્તમાન દશાનો પ્રત્યક્ષ પડદો, અને ભવિષ્યકાળમાં વિદ્યાથીં થનાર અવસ્થાની, આજથી આપણી ક૯પના પર પડતી, પ્રતિચ્છાયા:– એ સર્વનું મિશ્રણ કરવાથી શાસ્ત્રીય દેશોદ્ધારકોને કાંઈ સૂચના મળશે એવી ક૯પના છે.

આા વિનાના બીજા ઉદ્દેશ પરીક્ષકને જાતે પ્રકટ થશે તો જ તે સફળ છે એમ માની અત્રે કથવામાં નથી આવતા.

વસંતમાસ,
વિક્રમાર્ક ૧૯૪૩
મુંબાઈનગરી.
}
ગો. મા. ત્રિ.

ત્રીજી આવૃત્તિ સંબંધે પ્રાસંગિક સૂચના.

શબ્દોની લેખનપદ્ધતિના વિષયમાં અા અાવૃત્તિમાં કેટલાક નિયમ પાળવા યોગ્ય ગણ્યા છે. તે નિયમોનો વિવેક “સમાલોચક” નામના મુંબાઈના ત્રૈમાસિક પત્રમાં આપેલો છે. તેને વિસ્તાર પ્રસ્તાવનાને જોઈએ તેથી વધારે છે એટલે અત્ર આપ્યો નથી. પણ તે નિયમોની ટીપ નીચે પ્રમાણે છે.

૧. ગુજરાતીમાં વાપરવાના સંસ્કૃત શાખ શબ્દેાનું લેખન મૂળ સંસ્કૃત પ્રમાણે જ રાખવું.

૨. ગુજરાતીમાં વાપરવાના ઈંગ્રેજી શબ્દોનું લેખન ઈંગ્રેજી ઉરચાર પ્રમાણે સાંગોપાંગ રાખવું.

૩. મૂળ સંસ્કૃત શબ્દમાં લ હોય ને તેને સ્થળે આપણે ળ વાપરતા હઈએ તો લ તથા ળ ઉભય વાપરવા અને બીજી બાબતમાં મૂળ સંસ્કૃત પ્રમાણે જ લખવું.

૪. સંસ્કૃત इ ई उ ऊ ને સટે ઇ ઈ ઉ ઊ લખવાં.

પ. સંસ્કૃત તથા ઈંગ્રેજી શુદ્ધ શબ્દોમાં કાંઈપણ વિકાર અથવા ફેરફાર થઈ બંધાયલા તથા એ શુદ્ધ શબ્દો શીવાયના બાકીના બીજા બધા શબ્દોને ગુજરાતી ગણી તેમાં નીચેના નિયમ પાળવા. પ્રત્યયાદિને વિકાર ન ગણવા.

(અ) ગુજરાતના કોઈપણ પ્રાંતમાં ઉચ્ચારવામાં ન આવતું રૂપ સાક્ષર લેખમાં ચાલી ગયું હોય તો તજવું અને સટે સર્વત્ર ઉચ્ચારનું રૂપ લખવું. જેમકે, દ-હાડો, મ–હેતાજી તજી દૂહાડો અને મ્હેતાજી લખવું.

( આ ) જુદા જુદા પ્રાંતોમાં જુદા જુદા ઉચ્ચાર ચાલતા હોય અને તેમાંનો એક સાક્ષર લેખમાં ચાલતો હોય તો તે જ લખવો, જેમકે, “સું ” અને “કહીસું”ને ઠેકાણે અમદાવાદનાં “શું” અને "કહીશું” વગેરે રૂપ વાપરવાં, અને “અાંખ્ય” અને “લાવ્ય"ને ઠેકાણે સુરતનાં “અાંખ,” “લાવ ” વગેરે રૂપ વાપરવાં.

(ઈ) જુદા જુદા પ્રાંતોમાં જુદા જુદા ઉચ્ચાર ચાલતા હોય ને સાક્ષ૨ લેખોમાં તેમાંનો એક પણ પરિપકવ ચલણ પામ્યો ન હોય તો તે સર્વ ઉચ્ચારમાંથી જેને જે ફાવે તે લખવા.

(ઉ) લૌકિક લિપિને આધારે ગુજરાતી શાબ્દોમાં ઈ હમેંશા દીર્ઘ કરવી અને ઉ હમેશા હ્રસ્વ કરવું. આ નિયમમાં વ્યગ્રતા ન આવે માટે લોકલિપિમાં દીર્ઘ ઊ સમેત ર્ કરી લખાતા રૂને પણ રુ લખવું. શ. અને ષ ને ઠેકાણે લોકલિપિમાંનો શ લખવો. આ વિષયમાં શુદ્ધાશુદ્ધના કાંઈ પણ તર્કવિતર્ક ન કરવા.

(એ) જે શબ્દોમાં હ સર્વત્ર બોલાતો હોય ત્યાં લખવો અને હ પ્હેલાંનો સ્વર ન બોલાતો હોય ત્યાં તે સ્વર ન લખવો. જેમકે, ત્હારું, ર્‌હેવું, ઇત્યાદિ તેમ જ મ્હેં, ત્હેં વગેરેમાં “હેં” ઠેકાણે “એં” કરી નાંખવાનો પ્રચાર ઉચ્ચારવિરૂદ્ધ છે તે ન સ્વીકારતાં (અ) નિયમથી મ્હેં, ત્હેં લખવું. પણ અમારા, અમ્હારા, એવા બે ઉચ્ચાર થાય છે તો (આ) નિયમ પ્રમાણે "અમારા" લખવું.

(ઓ) પદ્યલેખકો હ્રસ્વ દીર્ઘ ઉચ્ચારવાની સંજ્ઞાઓ (– તથા–) ભલે વાપરે, પણ લેખન પદ્ધતિ બદલવાની તેમને અગત્ય નથી. માત્ર “ ર્‌હેવું ” વગેરેમાં “ર્” ને સ્થાને “૨” વાપરવા, એટલે તેમાંનો “અ” વિકલ્પે લખવા ન લખવા, સ્વતંત્રતા લેવી હોય તો તેઓ ભલે લે પણ ગદ્યમાં તે સ્વતંત્રતાનું કારણ નથી.

આ નિયમો થોડા, સ્હેલા, અપવાદ વિનાના, નિશ્ચય અને સર્વથી સમજાય તથા નિત્ય પાળી શકાય એવા લાગે છે. પછી તે કોઈને ગમે ન ગમે એ જુદો પ્રશ્ન છે.


મુંબાઈ
શ્રાવણમાસ,
વિક્રમાર્ક ૧૯૫૨.
}
ગો. મા. ત્રિ.

અનુક્રમણિકા

પ્રકરણ વિષય પૃષ્ઠ
પ્રવેશ -
PREFACE -
પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના. -
ત્રીજી આવૃત્તિ સંબંધે પ્રાસંગિક સૂચના. -
पञ्चदशीના શ્લોક -
મંગલપુષ્પાંજલિ
૧. સુવર્ણપુરનો અતિથિ
૨. બુદ્ધિધનનું કુટુંબ
૩. બુદ્ધિધન ૨૧
૪. બુદ્ધિધન (અનુસંધાન) ૩૦
૫. બુદ્ધિધન (અનુસંધાન સંપૂર્તિ) ૪૨
૬. રાજેશ્વરમાં રાજખટપટ ૬૬
૭. વાડામાં લીલા ૭૨
૮. અમાત્યને ઘેર ૮૧
૯. ઉન્મત્તપણાનું પરિણામ ૮૯
૧૦. ખટપટનાં શસ્ત્ર અને કારભારીયોની યુદ્ધકળા ૧૦૫
૧૧. દરબારમાં જવાની તૈયારીયો ૧૧૮
૧૨. રાજા, રાજદરબાર અને રાજકારભાર ૧૩૦
૧૩. રસ્તામાં ૧૭૦
૧૪. સૌભાગ્યનો સંપૂર્ણચંદ્ર ૧૯૬
૧૫. સરસ્વતીચંદ્ર- ૨૦૯
૧૬. બુદ્ધિધન અને સૌભાગ્યદેવી ૨૬૧
૧૭. પ્રમાદધન અને કુમુદસુંદરી ૨૬૪
૧૮. કારભારી અને કારભાર : દિગ્દર્શન ૨૭૪
૧૯. રાત્રિસંસાર : જવેનિકાનું છેદન અને વિશુદ્ધિનું શોધન ૩૦૧
૨૦. રજા લીધી ૩૪૧
૨૧. ચાલ્યો ૩૪૬

इच्छा ने परेच्छा च प्रारब्धं त्रिविधं स्मृतम् ॥
अपथ्यसेविनश्चोरा राजदारस्ता अपि ।
जानन्त इव स्वानर्थमिच्छन्त्यारब्धकर्मतः ॥
न चात्रैतद्वारयितुमीश्वरेणापि शक्यते ।
यत ईश्वर एवाह गीतायामर्जुनं प्रति ॥
सदृशं चेष्टते स्वस्याः प्रकृतेर्ज्ञानवानपि ।
प्रकृतिं यान्ति भूतानि निग्रहः किं करिष्यति ॥
अवश्यंभाविभावनां प्रतीकारो भवेद्यदि ।
तदा दुःखैर्न लिप्येरन् नलरामयुधिष्ठिराः ॥
अनिच्छापूर्वकं चास्ति प्रारब्धमिते तच्छृणु ॥
अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुषः ।
अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजितः ॥
स्वभावजेन कौन्तेय विबद्धः स्वेन कर्मणा ।
कर्त्तुं नेच्छसि यन्मोहात्करिष्यस्यवशोऽपि तत्॥
नानिच्छन्तो न चेच्छन्तः परदाक्षिण्यसंयुता: ।
सुखदुःखे भजन्त्येत्त्परेच्छापूर्वकर्म हि ॥ पञ्चदशी.




Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.