જોડે રહેજો રાજ
વિકિસ્રોતથી
જોડે રહેજો રાજ
-
-
- તમે કિયા તે ભાઈની ગોરી, કોની વહુ
- જોડે રહેજો રાજ
- તમે કિયા તે ભાઈની ગોરી, કોની વહુ
-
જોડે કેમ રહું રાજ
-
-
- મને શરમના શેરડાં ફૂટે ને
- જોને દિવો બળે હો રાજ
- મને શરમના શેરડાં ફૂટે ને
-
જોડે નહિ રહું રાજ
-
-
- શિયાળાની ટાઢ પડે ને
- જોડે કેમ રહું રાજ
- શિયાળાની ટાઢ પડે ને
-
જોડે રહેજો રાજ
-
-
- ફૂલની પછેડી સાથે રે હો લાડવઈ
- જોડે રહેજો રાજ
- ફૂલની પછેડી સાથે રે હો લાડવઈ
-
જોડે કેમ રહું રાજ
-
-
- મને શરમના શેરડાં ફૂટે ને
- જોને દિવો બળે હો રાજ
- મને શરમના શેરડાં ફૂટે ને
-
જોડે નહિ રહું રાજ
-
-
- ઉનાળાના તાપ પડે ને
- જોડે કેમ રહું રાજ
- ઉનાળાના તાપ પડે ને
-
જોડે રહેજો રાજ
-
-
- ફૂલના પંખા સાથે રે હો લાડવઈ
- જોડે રહેજો રાજ
- ફૂલના પંખા સાથે રે હો લાડવઈ
-
જોડે કેમ રહું રાજ
-
-
- મને શરમના શેરડાં ફૂટે ને
- જોને દિવો બળે હો રાજ
- મને શરમના શેરડાં ફૂટે ને
-
જોડે નહિ રહું રાજ
-
-
- ચોમાસાની ઝડીઓ પડે ને
- જોડે કેમ રહું રાજ
- ચોમાસાની ઝડીઓ પડે ને
-
જોડે રહેજો રાજ
-
-
- મોતીના મોડિયા સાથે રે હો લાડવઈ
- જોડે રહેજો રાજ
- મોતીના મોડિયા સાથે રે હો લાડવઈ
-
જોડે કેમ રહું રાજ
-
-
- મને શરમના શેરડાં ફૂટે ને
- જોને દિવો બળે હો રાજ
- મને શરમના શેરડાં ફૂટે ને
-
* * * * *
જીવલડો વલોવાયો
-
-
- તમે ઓરા આવો રાજ
- તમે ઓરા આવો રાજ
-
જીવલડો વલોવાયો
-
-
- તમે ઓરા આવો રાજ
- તમે ઓરા આવો રાજ
-
જોડે રહેજો રાજ
-
-
- ચાંદા-સૂરજની સાખે ભવોભવ
- ચાંદા-સૂરજની સાખે ભવોભવ
-
જોડે રહેજો રાજ
-
-
- ચાંદા-સૂરજની સાખે ભવોભવ
- ચાંદા-સૂરજની સાખે ભવોભવ
-
જોડે રહેજો રાજ