ઢાંચો:રૂપક કૃતિ

વિકિસ્રોતમાંથી

પ્રતિમાઓઝવેરચંદ મેઘાણીએ ૧૯૩૪માં લખેલું એક વાર્તા સંગ્રહ છે.

શ્રી નાથાલાલ દોશીની કાંઈક લખવાની પ્રેરણાને પ્રરણાને માન આપીને શ્રી ઝવેરચંદ મેઘાણીએ તે સમયના જાણીતા અંગ્રેજી ચિત્રપટનો આધાર લઈને આ ટૂંકી વાર્તાઓ રચી છે. 'સિન ઑફ મૅડલીન ક્લૉડૅટ', 'બૅકસ્ટ્રીટ', 'ધ મૅન આઈ કિલ્ડ', 'મૅડમ બટરફ્લાય', 'ધ સીડ', '20,000 યર્સ ઈન સિંગ સિંગ', 'ડૉ. જેકિલ ઍન્ડ મિ. હાઈડ', 'સિટીલાઈટ્સ’, 'ધ ક્રાઉડ' જેવા ચિત્રપટો ને આધારે આ કથાઓ રચાઈ છે.

'સાત જન્મો સુધી.'

સ્ત્રી-હૃદયનો આ સનાતન પ્રશ્નઃ અને પુરુષની જીભનો આ નિત્ય નવીન હાજરજવાબઃ ને પછી એક ગાઢ આલિંગન, એક માતેલું ચુંબનઃ એવી ઇંદ્રજાળ વડે જગતભરની જુવાની પોતાના સંસારનું મંગલાચરણ કરે છે. અને પછી ?... પછી જોતજોતામાં તો આલિંગનની જગ્યાએ અસ્થિપિંજરો ઊભાં થાય છે અને ચુંબનોએ મઢેલા એ ગાલોમાં ઊંડી ખાઈઓ ખોદાય છે.

'તું મને નિરંતર ચાહીશ ?' – 'સાત સાત જન્મો સુધી.'

એ જ કોલ વડે એક દિવસ બે જુવાનિયાંનાં જીવતર જોડાયાં. દેશાવરથી ભણવા આવેલો એક જુવાન એક મુગ્ધ કન્યાને એના બાપના ઘરની પાછલી બારીએથી કુદાવીને એ ગંજાવર શહેરના છેટા લત્તામાં લઈ ગયો. પોતે ચિત્રકાર હતો, એટલે પેટગુજારાને માટે સ્ટુડીઓ ઉઘાડ્યો. પતિનું દોરેલ એક ચિત્ર ગોઠવીને એ ચિત્રકાર-પત્ની બેઠી હતી. કલાના ખેરખ્વાહ કૈંક ધનપતિઓ આ શહેરમાં વસે છે અને અનેક ચિત્રના હજારો રૂપિયા ચૂકવી જાય છે એવું એ સ્ત્રીએ સાંભળ્યું હતું. એવા એકાદનું આગમન રટ્યા કરતાં આ બન્ને જણાં લગભગ અરધાં ભૂખ્યાં ઊંઘી જતાં. લાંબી નિદ્રા ભૂખ્યાં જઠરની આગ ઉપર રાખના ભારણ સમી ઉપકારક નીવડતી.

(આગળ વાંચો...)

અથવા બધી રૂપક કૃતિઓ જોઈ જુઓ.

Template documentation[view] [edit] [history] [purge]


વપરાશ[ફેરફાર કરો]

આ ઢાંચાને એવી રીતે ઘડવામાં આવ્યો છે કે તે આપોઆપ મહિનાવાર તે મહિના માટે નિશ્ચિત કરેલી કૃતિ પસંદ કરી લે. આ ઢાંચામાં ફેરફાર કરવાની આવશ્યકતા નથી. જે કૃતિ દર્શાવવી હોય તે જે-તે મહિનાના દસ્તાવેજ (નીચે દર્શાવેલા છે તે)માં ઉમેરવાની રહેશે અને તે લખાણ આપોઆપ જ મુખપૃષ્ઠ પર જોવા મળશે.

દરેક પાનાંનું મૂળભૂત બંધારણ[ફેરફાર કરો]

''"'''[[**પૃષ્ઠનું નામ**]]'''" 
(**ટૂંકમાં કૃતિની ઓળખ**) [[સર્જક:**નામ**|]]. 
(**સંક્ષિપ્તમાં કૃતિનો સારાંશ**)
''
[[File:**પસંદ કરેલી તસવીરનું નામ**.jpg|150px|right]] <!--80px if portrait-->
<div style="margin-left: 2em; font-size: 0.88em;">
(**કૃતિની શરૂઆત થતી હોય તે લખાણની અમુક લીટીઓ**)
</div>
:('''[[**પૃષ્ઠનું નામ**|આગળ વાંચો...]]'''

See also[ફેરફાર કરો]