ન્હાના ન્હાના રાસ/આયુષનાં પર્વ
Appearance
← આભને આરે ચાંદલો | ન્હાના ન્હાના રાસ - ભાગ ૨ આયુષનાં પર્વ ન્હાનાલાલ કવિ |
અષાઢી વાદળી → |
આયુષનાં પર્વ
આજ આયુષ્નાં પર્વ,
આજ આયુષ્નાં પર્વ,
હૈયાં વરસે છે હૃદયદેવનાં.
આજ આત્માનાં પર્વ,
આજ આત્માનાં પર્વ,
આત્મા વરસે છે આત્મદેવના.
વરસે જલધાર, ને તરુવર વરસે ફૂલ;
રવિ વરસે કિરણાવલિ:
અમે વરસીએ આત્મ અમૂલ:
હો સુહાગિયાં ! આજે ઉત્સવ આત્મસંઘનો.
આજ આત્માનાં પર્વ,
આજ આત્માનાં પર્વ,
આત્મા વરસે છે આત્મદેવના.