પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પરાજિત યુવનાથ :૧૭૩
 


યુવનાશ્વને બહાનાની જરૂર ન હતી, છતાં તેનું મન બહાનું શોધ્યા કરતું હતું. એ બાનું તેને કલામાંથી મળ્યું. કલાના નામે નીચે તે અનેક વારાંગનાઓને અવંતીમાં આકર્ષી શક્યો અને અનેક નવી વારાંગનાઓનો તે પ્રેરક બન્યો. અલબત્ત, એથી નૃત્ય અને અભિનયકલાનું ધામ તેની આસપાસ રચાયું અને તે જગપ્રસિદ્ધ પણ થયું. છતાં કલાની આસપાસ સહેલાઈથી જાગ્રત થતી વાસના, લાલસા અને સંબંશિથિલતા વ્યાપક બન્યાં. કર્ણાટક અને મગધ, કામરૂપ અને કૌશામ્બી, વારાણસી અને વનથલીની કુશલ ગણિકાઓએ સંગીત, નૃત્ય અને ચાતુર્ય વડે અવંતીમાં બહુ જ મહત્ત્વનું સામાજિક સ્થાન પ્રાપ્ત કર્યું. મહારાજા, પ્રધાન, સેનાપતિ, મંત્રી, પુરોહિત, શ્રેષ્ઠી, મહાજન અને વિદ્વાન સર્વ ગણિકાઓને આશ્રય આપી રહ્યાં. અને ગણિકાગમન એ કુમારોનું આદર્શ, યુવકોનું શિક્ષણ અને પ્રૌઢવયી પુરુષોનું આનંદસ્થાન બની ગયું. જોતજોતામાં ગણિકાગૃહ એ મુત્સદ્દીઓની રાજરમતનો અખાડો પણ બની ગયું. મહારાજાના માનીતા કેમ બનવું, મહારાણી અને મહારાજાના પક્ષો કેમ વિકસાવવા, એ પક્ષોને કેવી રીતે તીવ્ર બનાવવા, કોને પાડવા, કોને દેશનિકાલ કરવા, સૈન્યને કેવી રીતે હાથ કરવું, પરરાજ્યો સાથે સંબંધ બાંધી કેવી રીતે અંગત સ્વાર્થ સાધવો, કાવતરાં કેમ રચવાં વગેરે મહત્ત્વની ઘટનાઓ ગણિકાઆવાસમાં જ રચાતી, અને થાકેલાં મન અને તનને પ્રફુલ્લ રાખવા આરંભ, મધ્ય અને અંતમાં ગીત, અને વાઘનાં સંયોજનો, અને ક્ષણે ક્ષણે માગતાં મળતું મદિરા અને મદિરાક્ષીનું સામીપ્ય તો સતત હતાં જ. અવંતીપતિનો રાજમહેલ પણ વિસ્તૃત બનતો ગયો. કોઈ રાજકન્યા કે મંડલિકકન્યા સુંદર છે એમ ખબર પડતાં અવંતીપતિનું માગું તેને માટે આવ્યું જ હોય. રાણી તરીકે, રખાત તરીકે, દાસી તરીકે યુવનાશ્વના રાજમહેલમાં અનેક સ્ત્રીઓ ઉભરાવા લાગી. જુદા જુદા મહેલો પણ બંધાયા. ભારતવર્ષની બહાર પણ સ્ત્રીઓ હતી જ. એટલે પ્રયોગશીલ રાજવી યુવનાશ્વે મહાચીન, ઋષિદેશ, યવન પ્રદેશ, મિશ્ર ખંડ, યવદ્વીપ અને રૂમશામ સરખા જુદા જુદા પૃથ્વીવિભાગોની સુંદરીઓને પણ એકઠી કરી. યુવનાશ્વનો આનંદ અને યુવનાશ્વનું અભિમાન સ્ત્રીઓના સંગ્રહમાં આવી રહ્યાં. અવંતીનગર ખરેખર સ્ત્રીઓનું એક સંગ્રહસ્થાન જ બની ગયું. રાજમહેલ એ શહેરના દર્પણ સરખો હતો. રાજમહેલ પણ સુંદરી- ઓનું પ્રદર્શન બની ગયો. જીવનમાં સામાન્ય માનવીનો દેહ અને રાજદેહ એક પ્રસંગે સમાન બની જાય છે. ભોગ માણવાની વૃત્તિ અમર્યાદ હોય, પરંતુ ભોગ માણવાનું