લખાણ પર જાઓ

પૃષ્ઠ:Ananddhan Chovishi.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


૨૦. શ્રી મુનિસુવ્રત જિન સ્તવન

(રાગ: મારું ― કાફી)


મુનિસુવ્રત જિનરાય, એક મુજ વિનતિ નિસુણો,
આતમતત્ત્વ કયું []જાણ્યું જગતગુરુ એહ વિચાર મુજ કહિયો.
આતમતત્ત્વ જાણ્યા વિણ નિર્મલ, ચિત્ત સમાધિ નવિ લહિયો... મુનિસુવ્રત... ૧

કોઈ અબંધ આતમતત્ત []માને, કોરિયા કરતો દીસે;
કિર્યા તણું ફલ કહો કુણ ભોગવે, ઈમ પૂછ્યું ચિત્ત રીસે... મુનિસુવ્રત... ૨

જડ ચેતન એ આતમ એક જ, સ્થાવર જંગમ સરીખો;
દુઃખ સુખ સંકર []દુષણ આવે, ચિત્ત વિચારીજો પરીખો... મુનિસુવ્રત... ૩

એક કહે નિત્ય જ આતમતત્ત, આતમ દરીશણ લીનો;
કૃત વિનાશ અકૃતાગમ દૂષણ, નવિદેખે મતિહિણો... મુનિસુવ્રત... ૪

સૌગત મત રાહી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણો;
બંધ મોક્ષ સુખ દુઃખ ન ઘટે, એહ વિચાર મન આણો... મુનિસુવ્રત... ૫


  1. કેમ, શી રીતે?
  2. આતમા તત્ત્વ
  3. એક પ્રકારનો દોષ