આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દેતાં દાન સંવત્સરી રે, સહુ લહે વાંછિત તોષ.
સેવક વાંછિત નવિ લહેરે, તે સેવકનો દોષ... મનરાવાલા...
સખી કહે એ શામળો રે, હું કહું લક્ષણ સેત[૧]. મ...
ઈણ લક્ષણ સાચી સખી રે, આપ વિચારો હેત... મનરાવાલા...
રાગી શું રાગી સહુ રે, વૈરાગીશ્યો રાગ. મ...
રાગ વિના કિમ દાખવો રે, મુક્તિ સુંદરી માગ?.. મનરાવાલા...
એક ગુહ્ય ઘટતું નથી રે, સઘલોઈ જાણે લોક. મ...
અનેકાંતિક ભોગવો રે, બ્રહ્મચારી ગત રોગ... મનરાવાલા...
જિણ જોણી [૨]તુંને જોઉં રે, તિણ જોણી જેવો રાજ
એકવાર મુને જુઓ રે, તો સીઝે મુજ કાજ... મનરાવાલા...
મોહદશાધારી ભાવના રે. ચિત્ત લહે તત્ત્વ વિચાર. મ...
વીતરાગરા આદરી રે, પ્રાણનાથ નિરધાર... મનરાવાલા...
સેવક પણ તે આદરે રે, તો રહે સેવક મામ[૩]. મ...
આશય સાથે ચાલીએ રે, એહી જ રૂડું કામ... મનરાવાલા...