લખાણ પર જાઓ

પૃષ્ઠ:Ananddhan Chovishi.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


૬ પદ્મપ્રભ જિન સ્તવન

(રાગ: ચાંદલિયા સંદેશો કહેજે મારા કંથને રે...)


પદ્મપ્રભ જિન તુજ મુજ આંતરુ રે, કિમ ભાંજે ભગવંત?
કર્મ વિપાકે હો કારણ જોઈને રે, કોઈ કહે મતિમંત... પદ્મપ્રભ... ૧

પયઈ[] ઠિઈ અણુભાગ પ્રદેશથી રે, મૂલ ઉત્તર બહુ બેહ્દ
ઘાતી અઘાતી હો બંધોદય ઉદીરણા રે, સત્તા કર્મ વિચ્છેદ... પદ્મપ્રભ... ૨

કનકોપલવત્ પયડિપુરુષ [] તણી રે, જોડી અનાદિ સ્વભાવ
અન્ય સંજોગી જિહાં લગે આતમા રે, સંસારી કહેવાય... પદ્મપ્રભ... ૩

કારણજોગે હો બંધે બંધને રે, કારાણ મુક્તિ મુકાય
આસ્ત્રવ સંવર નામ અનુક્રમે રે, હેય ઉપાદેય સુણાય... પદ્મપ્રભ... ૪

યુંજનકરણે હો અંતર તુજ પડ્યો રે, ગુણકરણે કરી ભંગ
ગ્રંથ ઉક્તે કરી પંડિત જન કહ્યો રે, અંતર ભંગ સુઅંગ... પદ્મપ્રભ... ૫

તુજ મુજ અંતર અંતર ભાંજશે રે, વાજશે મંગલ તૂર
જીવ સરોવર અતિશય વાધશે રે, આનંદધન રસ પૂર... પદ્મપ્રભ... ૬


  1. પ્રકૃતિ
  2. સ્થિતિ