પૃષ્ઠ:Balvartao.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેમાં કોઈ એવું બુદ્ધિમાન નથી કે મારી ચાલને પારખે. જે રાજા પાસે બુદ્ધિમાન મંત્રી નથી હોતા તેનો જલદી વિનાશ થાય છે.'

કાગડો પોતાનો માળો બનાવવાને બહાને ગુફાની આજુબાજુ સૂકી લાકડીઓ લાવવા લાગ્યો. બે-ત્રણ દિવસ રહીને એણે ઘૂવડના રાજાને માહિતી આપી કે કાગડાઓની સંખ્યા કેટલી છે ? તેઓ કયા વૃક્ષ પર રહે છે ?

ઘૂવડોએ કહ્યું, 'તો તો આપણી સંખ્યા તેમનાથી વધુ છે. માટે હવે હુમલો કરવો જોઈએ.'

કાગડાએ કહ્યું, 'જરા ધીરજ રાખો. હજી ઘણી માહિતી મારે મેળવવાની છે. અને તેમને મારવાનો ઉપાય પણ શોધવાનો છે.'

ઘૂવડોને હવે કાગડા પર પૂરો વિશ્વાસ બેસી ગયો કે આ કાગડો આપણો જ થઈ ગયો છે. એટલે તેની ગતિવિધિ પર કોઈએ ધ્યાન ન આપ્યું.

કાગડો બનતી ઝડપે સૂકી લાકડીઓ ભેગો કરતો રહ્યો.