પૃષ્ઠ:Balvartao.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ડોશી અને તેના દીકરા


ગિજુભાઈ બધેકા

એક હતી ડોશી. એને ત્રેવીસ દીકરા હતા.ત્રેવીસ જણા એક વાર મુસાફરીએ ચાલ્યા. ચાલતા ચાલતા રસ્તામાં એક કિલ્લો આવ્યો. કિલ્લાના કોઠા નીચે સૌ ભાતું ખાવા બેઠા. કોઠો જૂનો હતો અને પડુંપડું થઈ રહ્યો હતો. તેથી તે પડ્યો અને નીચે સાત જણા દબાઈ ગયા.

બાકી રહ્યા તે આગળ ચાલ્યા. રસ્તામાં એક નદી આવી. ચોમાસું હતું તેથી નદીમાં પૂર આવ્યું હતું. નદી ઓળંગી જવા જાય ત્યાં તો નવ જણા તણાઈ ગયા.

ખરાબ ભાતું ખાધેલું હોવાથી આગળ જતાં ત્રણ જણને શેરણું થયું અને તેઓ પણ મરી ગયા.

બાકી રહેલા એક ગામમાં પેસતા હતા, ત્યાં એક ગાંડી ભેંસ આવી. તેણે બીજા બે જણને મારી નાખ્યા.

ગામમાં ગયા ત્યાં એકને તાવ આવ્યો એટલે તે મરી ગયો.