પૃષ્ઠ:Balvartao.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'લે, આ મોતી ! આવું બીજું મોતી જોઈએ છે. વળી આ મોતી પાછું લાવવાનું ભૂલતી નહિ. બન્ને મોતી એક સરખાં રંગના અને કદનાં જોઈએ.'

'જો, ભાઈ ! તું આ હંસને પહેલાં છોડી દે. પછી જ હું મોતીની જોડ લઈ આવું.'

લોભમાં ભાન ભૂલેલા પારધીએ હંસને છોડી દીધો. હંસ પાંખો ફફડાવતો દૂર દૂર ઊડી ગયો. અને માછલી મોતી લઈને ગઈ તે ગઈ. ફરી દેખાઈ જ નહિ.

ત્યાં જ એક સિપાહી આવ્યો અને કહેવા લાગ્યો,

'તું ક્યારનો અહીં બેઠો બેઠો શું કરે છે ? મને તારી દાનત સારી લાગતી નથી. ચાલ, તો ઊભો થા.' ત્યાં જ સિપાહીની નજર તેણે સંતાડેલી જાળ પર પડી. એની આંખો ચમકી ઊઠી. એ સમજી ગયો કે આ પારધી છાનોમાનો જાળ લઈને અહીં પંખીઓને પકડવા આવ્યો લાગે છે.'

સિપાહીએ બીજા સિપાહીઓને બોલાવ્યા અને પારધીને પકડી લીધો. પારધીને બહુ અફસોસ થયો. જો એણે સો